Jolly LLB 3 Teaser Release Date : બંને જોલી મારી મુશ્કેલી વધારી રહ્યા છે - સૌરભ શુકલા
- Jolly LLb-3 ના ટીઝરની રિલીઝ ડેટ જાહેર કરાઈ (Jolly LLB 3 Teaser Release Date)
- 12 ઓગસ્ટે આ મચ અવેટેડ ફિલ્મનું ટીઝર જાહેર થશે
- મેકર્સે Saurabh Shukla નો રમુજી વીડિયો શેર કર્યો છે
Jolly LLB 3 Teaser Release Date : બોલિવૂડની સફળ કોમેડી અને સટાયર ફ્રેન્ચાઈઝ Jolly LLb ની 3જી ફિલ્મ વિશે મેકર્સે એક જાહેરાત કરી છે. જેમાં આ ફ્રેન્ચાઈઝની 3જી ફિલ્મ Jolly LLb-3 નું ટીઝર 12 મી ઓગસ્ટે રિલીઝ કરવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્યું છે. Jolly LLb-3 ફિલ્મમાં જજ સુંદર લાલ ત્રિપાઠીની ભૂમિકા ભજવનારા સૌરભ શુકલા (Saurabh Shukla) ઉપરાંત અરશદ વારસી (Arshad Warsi) અને અક્ષય કુમાર (Akshay Kumar) પણ જોવા મળશે.
12 ઓગસ્ટે રિલીઝ થશે Jolly LLb-3 નું ટીઝર (Jolly LLB 3 Teaser Release Date)
Jolly LLb-3 ના મેકર્સે ફિલ્મને પ્રમોટ કરવા અને તેની ટીઝર તારીખ જાહેર કરવા માટે એક રમુજી વીડિયો રિલીઝ કર્યો છે. આ વીડિયોમાં સૌરભ શુક્લા અરશદ વારસી અને અક્ષય કુમાર કેવી રીતે પરેશાન કરે છે તેના વિશે જણાવી રહ્યા છે. આ વીડિયો દ્વારા મેકર્સે Jolly LLb-3 ફિલ્મની ટીઝર રિલીઝ ડેટ 12 મી ઓગસ્ટ હોવાની જાહેરાત પણ કરી દીધી છે.
Jolly LLb-3 Gujarat First-08-08-2025-
આ પણ વાંચોઃ બોલિવૂડ એક્ટ્રેસ હુમા કુરેશીના પિતરાઈ ભાઈની હત્યા! એક સામાન્ય પાર્કિગની બાબત બની કારણ
સૌરભ શુકલાનો રમુજી અંદાજ
આ વીડિયોમાં સૌરભ શુકલા પોતાની વેદના રજૂ કરી રહ્યા છે. જો કે આ ઘટના એક કરુણ ઘટના નહીં પરંતુ રમુજી અંદાજ જેવી લાગી રહી છે. સૌરભ શુકલા અરશદ વારસી અને અક્ષય કુમાર વિશે વારાફરતી જણાવે છે. જેમાં તેઓ જણાવે છે કે, હું હંમેશા ડેશિંગ અને ફિટ રહ્યો છું. જીવન ખૂબ જ સરળ હતું. પછી જગદીશ ત્યાગી એટલે કે 'જોલી 1' આવ્યો. તેને અંગ્રેજી બિલકુલ આવડતું નહોતું. તમે એવા માણસનું શું કરશો જે 'પ્રોસિક્યુશન' અને 'પ્રોસ્ટિટ્યૂશન' વચ્ચેનો તફાવત જાણતો નથી. તેનું નામ ત્યાગી હતું, પણ ત્યાગ ખરેખર તો મેં આપ્યો હતો. મેં મારી ખુશી, શાંતિ, ઊંઘનો ત્યાગ આપ્યો હતો.
આ પણ વાંચોઃ કેનેડામાં Kapil Sharma ના કાફે ફરી એકવાર કરાઇ ફાયરિંગ,લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી
પછી મારા જીવનમાં બીજો જોલી આવ્યો - સૌરભ શુકલા
Jolly LLB 3 Teaser Release Date માટે બનાવેલા વીડિયોમાં સૌરભ શુક્લા આગળ કહે છે કે, પછી મારા જીવનમાં જગદીશ્વર મિશ્રા એટલે કે જોલી 2 (અક્ષય કુમાર) આવ્યો. તે ખૂબ જ ખરાબ માણસ હતો. ભાઈ સાહેબ આ માણસ કિડની વેચવાથી ઓછી વાત જ કરતો ન હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેના પર ફેન્સ અને નેટિઝન્સ રંગ બે રંગી કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. ફેન્સ નિર્માતાની પબ્લિસિટી સ્ટ્રેટેજીની પ્રશંસા કરી રહ્યા છે.
View this post on Instagram
આ પણ વાંચોઃ Bollywood ના ભાઇજાનના બોડીગાર્ડ શેરાએ પિતા ગુમાવ્યા, મોઢા પર દુ:ખ છલકાયું


