'વોર 2' ના પ્રી-રિલીઝ ઇવેન્ટમાં Junior Ntr ગુસ્સે ભરાયા,વીડિયો વાયરલ
- 'વોર 2' ના પ્રી-રિલીઝ ઇવેન્ટ Junior Ntr ગુસ્સે ભરાયા
- Junior Ntr પોતાના ફ્રેન્ડસ પર ગુસ્સે ભરાયા હતા
- 'વોર 2' 14 ઓગસ્ટ 2025 ના રોજ રિલીઝ થશે
બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહેલા સાઉથ સુપરસ્ટાર Junior Ntr 'વોર 2' ના પ્રી-રિલીઝ ઇવેન્ટ સમયના મોટા સમાચાર સામે આવ્યા છે. રવિવારે હૈદરાબાદમાં આયોજિત કાર્યક્રમમાં અભિનેતા ગુસ્સે ભરાયા હતા. જ્યારે એક અતિશય ઉત્સાહિત ફ્રેન્ડસે વારંવાર બૂમ પાડી રહ્યો હતો, ત્યારે જુનિયર એનટીઆરએ સ્ટેજ પરથી જ કડક શબ્દોમાં તેમને ચૂપ રહેવાની ચેતવણી આપી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે.
નોંધનીય છે કે 'વોર 2' ના પ્રી-રિલીઝ ઇવેન્ટના વીડિયો ક્લિપમાં જુનિયર એનટીઆર કહેતા જોવા મળે છે, "ભાઈ, મારે જવું જોઈએ? મેં તમને શું કહ્યું? જ્યારે હું બોલું ત્યારે ચૂપ રહેજે." તેમણે આગળ કહ્યું, "માઇક નીચે મૂકીને સ્ટેજ છોડવામાં મને એક સેકન્ડ પણ લાગશે નહીં. ચૂપ રહેજે." આ પછી વાતાવરણ શાંત થયું અને કાર્યક્રમ આગળ વધ્યો.
View this post on Instagram
Junior Ntr ની 'વોર 2' 14 ઓગસ્ટે રિલીઝ થશે
અયાન મુખર્જી દ્વારા દિગ્દર્શિત, 'વોર 2' 14 ઓગસ્ટ 2025 ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં જુનિયર એનટીઆર, ઋત્વિક રોશન અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં છે. તે YRF ના જાસૂસી બ્રહ્માંડનો એક ભાગ છે. આ કાર્યક્રમમાં જુનિયર એનટીઆરે કહ્યું કે તેમને ચિંતા હતી કે હિન્દી સિનેમા તેમને સ્વીકારશે કે નહીં, પરંતુ ઋતિક રોશને તેમને ખૂબ જ ઉષ્માભર્યા સ્વિકાર કર્યા. તેમણે મજાકમાં કહ્યું, "આ ફિલ્મ હિન્દી સિનેમામાં મારા પ્રવેશની વાર્તા નથી, પરંતુ ઋતિકના તેલુગુ સિનેમામાં પ્રવેશની વાર્તા છે."
Junior Ntr નો વીડયો વાયરલ થતા સોશિયલ મીડિયા પર ચર્ચા
જુનિયર એનટીઆરની ચાહકને ઠપકો આપવાની શૈલી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. આ ઘટના બાદથી 'વોર 2'ની રિલીઝને લઈને દર્શકોમાં ઉત્સાહ વધુ વધી ગયો છે.
આ પણ વાંચો: Orry birthday post પર આશ્ચર્યજનક ખુલાસો: Gay હોવું મજેદાર હતું, પણ હવે....


