Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Great accordionist : બોલીવુડમાં શ્રેષ્ઠ એકોર્ડીયન વાદક કે.ભરત

શંકર જયકિશન અને એસ. ડી.બર્મન માટે કે. ભરત અનિવાર્ય બની ગયા
great accordionist    બોલીવુડમાં શ્રેષ્ઠ એકોર્ડીયન વાદક કે ભરત
Advertisement

Great accordionist : વિશ્વભરના કોઈ પણ સંગીત વાદ્ય ત્રણ પ્રકારના હોય- ઘા,વા અને ઘસરકો
જેના લોહીમાં વ્યાપાર છે એવા ગુજરાતીઓની વાત કે જેમણે સંગીતમાં નામ અને દામ બંને મેળવ્યાં.
મદનમોહનનું સંગીત +લતા મંગેશકરની ગાયકી= અમર ગીત.
ના... મદનમોહનનું સંગીત તો ખરું જ પણ એમાં મેન્ડોલીન વાદન. બબ્બે નોટ્સ એક સાથે બખૂબી વગાડી ગીતને એક નવો જ આયામ આપનાર કિશોર દેસાઈ. કિશોર દેસાઈ મૂળે ગુજરાતી..અંતિમ વરસોમાં એ અમદાવાદ સ્થાયી થયેલા)
ફિલ્મ આવારામાં ‘ઘર આયા મેરા પરદેસી..’ગીતમાંથી મેન્ડોલીન બાદ કરો-પરિણામ??? એ કિશોર દેસાઈ વિષે કેટલા ગુજરાતીઓ જાણે છે?
માફ કરજો કિશોર દેસાઈ,અમે ગેલહાંગરા ગુજરાતીઓ અરવિંદ વેગડા અને ગમન સાંથલને હીરો બનાવીશું....ચાર ચાર બંગડીવાળી...ને મીલીયંસ ઓફ વ્યુઝ આપીશું.. પણ કિશોર દેસાઈ??? એ વળી કોણ?-ની માનસિકતામાંથી બહાર નહિ આવીએ.એમાં મીડિયાવાળાનો સિંહફાળો..અમને કિશોર દેસાઈ,કે.ભરત કે ધીરજ ધનક પર કોઈ કાર્યક્રમ કરવામાં રસ ક્યાંથી હોય? આ થોડી મરાઠી ચેનલ્સ છે???

હિન્દી ફિલ્મ ગીતોના અમર ગીતોમાં એકોર્ડીયન પ્લેયર કે. ભરત ગુજરાતી 

-હર દિલ જો પ્યાર કરેગા વો ગાના ગાયેગા (ફિલ્મ-સંગમ)
-બેકરાર કર કે હમેં યું ન જાઈયે આપકો હમારી કસમ લૌટ આયે...(ફિલ્મ-બીસ સાલ બાદ)
-ક્યા મિલિયે ઐસે લોગોં સે (ફિલ્મ-ઈજ્જત)
આવાં ઘણા હિન્દી ફિલ્મ્સનાં ગીતોમાં એકોર્ડિયનની કમાલ છે અને એ સુરીલા વાદ્યને કારણે એ બધાં ગીતો આજે પણ સાંભળવા ગમે છે.
બોલીવુડમાં દરેક પાસામાં ગુજરાતીઓનો ફાળો નોંધપાત્ર છે.કલ્યાણજી આણંદજી,શંકરજયકિશન જોડીના જયકિશન પંચાલ,મનમોહન દેસાઈ,સંજીવકુમાર,પરેશ રાવલ.સંજય ભણસાલી,આશા પારેખ....અધધધ નામો છે જેમનું હિન્દી ફિલ્મોમાં પ્રદાન અવિસ્મરણીય છે.કેટલાંક નામો એવાં છે જેમના વિના સંગીતકારોને ન જ ચાલે.કિશોર દેસાઈ-મેન્ડોલીન(આજા સનમ મધુર ચાંદની મેં હમ)એવાં તો અનેક ગીતોને એમના મેન્ડોલીન વદનથી અમર બનાવ્યા છે)

Advertisement

જેમનું  એકોર્ડીયન વાદન વગર બર્મનદા જેવા ધુરંધર સંગીતકારો માટે અનિવાર્ય

આવો આજે એક તદ્દન સામાન્ય કુટુંબના બાળકની વાત કરીએ જે મોટો થયો ત્યારે એના એકોર્ડીયન વાદન વગર બર્મનદા જેવા ધુરંધર સંગીતકારો માટે અનિવાર્ય બની ગયેલું.
મુંબઈમાં એક મિલમાં જીવાભાઈ પરમાર નોકરી કરે.માટુંગામાં એક ચાલમાં રહે.માટુંગામાં ત્યારે ઘણી ફિલ્મી હસ્તીઓ પણ રહેતી.જીવાભૈનો પાંચેક વરસનો દીકરો બાપના આવવાના સમયે ચાલના નાકે આવેલી દુકાનના ઓટલે બેસે અને એ બહાને દુકાનમાં વાગતું ગ્રામોફોન સાંભળે.

Advertisement

1949ની આસપાસનો ગાળો.ફિલ્મ-બરસાત આવેલી.એમાં મુકેશનું એક ગીત-છોડ ગયે બાલમ હાય અકેલા છોડ ગયે બહુ લોકપ્રિય થયેલું એમાં જીવાભાઈના આ ટાબરિયાને તો અતિપ્રિય...સમય વહેતો ગયો.એ ટાબરિયું મોટું થયું.ભરત જીવાભાઈ પરમાર.સંગીતનો શોખ.કોકનું હાર્મોનિયમ મળે તો મોકો ન ચૂકે.થોડુંઘણું વગાડી જાણે.એ માટુંગાથી નજીક ‘રુઈયા કોલેજ’માં ભણવા જતો.

એકવાર કોલેજના એન્યુઅલ ફંકશનમાં ગીતસંગીતનો કાર્યક્રમ.એમાં ઓરકેસ્ટ્રા બહારની.કાર્યક્રમમાં એનું ધ્યાન ખાસ એકોર્ડિયન પર જ રહ્યું.એને થયું- ‘હું કેમ ન શીખી શકું?’ કાર્યક્રમ પૂરો થયે એ બેક સ્ટેજમાં ગયો.એકોર્ડિયન વગાડતા ભાઈને મળ્યો અને સીધું જ પૂછ્યું: ‘મને એકોર્ડિયન શીખવાડશો?’...એકોર્ડિયનવાદક હતા ધીરજ ધનક.બોલીવુડમાં એમનો સિક્કો વાગે પણ કોઈ કારણ સર બોલીવુડમાં સાજીન્દાઓની હડતાલ એટલે તમામ રેકોર્ડીંગ બંધ એટલે અહી વગાડવા આવેલા.એ સરળ પણ એટલા.ધીરજભાઈએ તો હા પાડી ને એકાદ મહિનામાં તો ભરતનો હાથ એકોર્ડિયન પર બેસી ય ગયો-ધગશ અને સૂઝ બન્ને હતાને એટલે !!!.

મુકેશના જિંદગીના છેલ્લા શો સુધી ભરત(હવે કે.ભરત) જ એકોર્ડિયન પર હતા

એ સમયે બોલીવુડના ગાયકો અને સંગીતકારોના મોટા બજેટવાળા ભવ્ય કાર્યક્રમો યોજાય.બન્યું એવું કે ધીરજ ધનક મુકેશ સાથે એકોર્ડિયન વગાડે.દિલ્હી કાર્યક્રમ.યોગાનુયોગ એ જ દિવસે મુંબઈમાં મોહમ્મદ રફીનો ય કાર્યક્રમ.ધીરજભાઈને રફીના કાર્યક્રમમાં એકોર્ડિયનવાદન કરવું જ પડે એમ હતું.એમણે મુકેશજીને કહ્યું: ‘દિલ્હી તમારા કાર્યક્રમમાં હું ભરતને મોકલું છું.’ મુકેશજી સાવ સરળ અને ધીરજ ધનકમાં વિશ્વાસ.આ બાજુ ભરતે તો એક પણ રીહર્સલ જ કર્યું નહોતું પણ ધીરજભાઈએ એને દરેક ગીતનું ડીટેઈલ્સમાં નોટીંગ કરી આપ્યું. દિલ્હીમાં શો થયો અને મુકેશ ભરતના કામથી ખુશ થયા અને એ ય એવા કે એમની જિંદગીના છેલ્લા શો સુધી ભરત(હવે કે.ભરત) જ એકોર્ડિયન પર હતા.આ હતા 

એ જમાનામાં એટલે કે સિત્તેરના દશક સુધી બોલીવુડમાં લગભગ દરેક ફિલ્મમાં સંગીત ઉચ્ચ કક્ષાનું રહેતું.દારાસિંહની ફિલ્મોમાં પણ ‘જહાં ડાલ ડાલ પર સોને કી ચીડિયા કરતી હૈ બસેરા’જેવાં અમર ગીત રહેતાં.

શંકર જયકિશન માટે કે. ભરત અનિવાર્ય બની ગયા

શંકરજયકિશન,નૌશાદ,કલ્યાણજીણંદજી,રોશન,ઓ.પી.નય્યર જેવા દિગ્ગજો સમકાલીન હતા.ત્યારે એમની ઓરકેસ્ટ્રામાં વાદકો પણ માસ્ટર હોય એ જ ચાલે.એકોર્ડિયનની વાત કરીએ તો સુમિત મિત્રા,કેરસી લોર્ડ,અરૂણ પૌન્ડવાલ,ગુડ્ડી સરવઈ જેવા માસ્ટર્સ હતા એમાં ભરત જીવાભૈનું ક્યાં ગજું? પણ સૂરજ છાબડે ન ઢંકાય.કે.ભરતની નોંધ બોલીવુડે લેવી જ પડી.ખાસ તો શંકર જયકિશન માટે એ અનિવાર્ય બની ગયા...’હર દિલ જો પ્યાર કરેગા...’ એટલે કે.ભરત....એક ગીત સાંભળજો-બે કરાર કર કે હમે યું ન જઈએ...તમને આપણા ભરતભાઈ મળશે.

આ પણ વાંચો : Kalyanji Anandji : બોલિવૂડના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત સંગીત બેલડી

Tags :
Advertisement

.

×