Kajal Aggarwal death: શુ કાજલ અગ્રવાલનું રોડ અકસ્માતમાં થયુ નિધન? જાણો શું છે સચ્ચાઈ
- અભિનેત્રી કાજલ અગ્રવાલનું રોડ અકસ્માત નિધનની ઉડી અફવા (Kajal Aggarwal death)
- સમાચાર વાયુવેગે ફેલાતા ચાહકોમાં અને ઈન્ડસ્ટ્રીમાં ફેલાયો ગભરાટ
- કાજલ અગ્રવાલે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરીને સમાચારને આપ્યો રદિયો
- ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર કહ્યું, હું હજુ જીવિત છું, સમાચાર ખોટા છે
Kajal Aggarwal death : સાઉથ અને બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી કાજલ અગ્રવાલને લઈને હાલમાં એક ચોંકાવનારી ખબર સામે આવી છે. સોશિયલ મીડિયા પર અચાનક એવી અફવા ફેલાઈ હતી કે એક માર્ગ અકસ્માતમાં તેમનું નિધન થઈ ગયું છે. આ સમાચાર વાયુવેગે વાયરલ થતાં જ તેમના ચાહકો અને સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જોકે, અભિનેત્રીએ પોતે જ આ અફવાઓને રદિયો આપીને પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે.
કાજલ અગ્રવાલે અફવાઓને ખોટી ગણાવી (Kajal Aggarwal death)
કાજલ અગ્રવાલે પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને આ નિરાધાર સમાચારોને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા છે. તેમણે લખ્યું, "મને કેટલીક અફવાઓ વિશે જાણવા મળ્યું છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે મારો રોડ એક્સિડેન્ટ થયો છે અને હવે હું આ દુનિયામાં નથી રહી. સાચું કહું તો, આ સમાચાર થોડા રમૂજી લાગ્યા, પણ આ બિલકુલ ખોટું છે."
Kajal Aggarwal Instagram post
ભગવાનની કૃપાથી હું ઠીક છું : કાજલ
આ સાથે જ, કાજલે પોતાના ચાહકોને ખાતરી આપી છે કે તે એકદમ સુરક્ષિત અને સ્વસ્થ છે. તેમણે એક ઇન્સ્ટા સ્ટોરીમાં લખ્યું, "ભગવાનની કૃપાથી હું એકદમ ઠીક છું અને જીવંત છું. મારા તમામ ચાહકોનો પ્રેમ અને સમર્થન મળવા બદલ હું ખૂબ જ આભારી છું. કૃપા કરીને આવી પાયાવિહોણી અફવાઓ પર ધ્યાન ન આપો."
કાજલની સફળ કારકિર્દી અને આવનારી ફિલ્મો
કાજલ અગ્રવાલે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત 2004માં આવેલી હિન્દી ફિલ્મ 'ક્યું! હો ગયા ના' થી કરી હતી. ત્યારબાદ તેમણે તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું અને દક્ષિણ ભારતીય સિનેમામાં એક મોટું નામ બની ગઈ. 'મગધીરા', 'સિંઘમ' અને 'થુપ્પક્કી' જેવી અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કરીને તેમણે પોતાની એક મોટી ચાહક ફોલોઇંગ ઊભી કરી છે. હાલમાં જ કાજલ 'કન્નપ્પા' ફિલ્મમાં જોવા મળી હતી, જ્યાં તેમના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી. તે ટૂંક સમયમાં 'ધ ઇન્ડિયન સ્ટોરી', 'ઇન્ડિયન 3' અને 'રામાયણ' જેવી ફિલ્મોમાં જોવા મળશે.
View this post on Instagram
અભિનય ઉપરાંત કાજલનું અંગત જીવન (Kajal Aggarwal death)
અભિનય ઉપરાંત, કાજલનું અંગત જીવન પણ ઘણું સુખી છે. 2020માં તેમણે બિઝનેસમેન ગૌતમ કિચલુ સાથે લગ્ન કર્યા અને આ દંપતિને એક પુત્ર પણ છે, જેનું નામ નીલ છે. કાજલ એક સફળ અભિનેત્રી હોવાની સાથે-સાથે એક પ્રેમાળ માતા અને પત્ની પણ છે. તેઓ મહિલા સશક્તિકરણ અને શિક્ષણ જેવા સામાજિક કાર્યોમાં પણ ઊંડો રસ ધરાવે છે. ફિલ્મો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા તેઓ ઘણી કમાણી કરે છે અને ફિટનેસ પ્રત્યે પણ ખૂબ જ જાગૃત છે.


