ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kangana Ranaut : Bilkis Bano કેસ પર ફિલ્મ બનાવવા અંગે કંગનાએ આપ્યો આ જવાબ!

બિલકિસ બાનો કેસ (Bilkis Bano case) ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. ગઈકાલે સુપ્રીમ કોર્ટે આ કેસમાં મોટો ચુકાદો આપ્યો હતો અને 11 દોષિતોની સમયથી પહેલા મુક્તિના નિર્ણયને રદ કર્યો હતો. બિલકિસ બાનો કેસને લઈ હવે હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી કંગના...
03:45 PM Jan 09, 2024 IST | Vipul Sen
બિલકિસ બાનો કેસ (Bilkis Bano case) ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. ગઈકાલે સુપ્રીમ કોર્ટે આ કેસમાં મોટો ચુકાદો આપ્યો હતો અને 11 દોષિતોની સમયથી પહેલા મુક્તિના નિર્ણયને રદ કર્યો હતો. બિલકિસ બાનો કેસને લઈ હવે હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી કંગના...

બિલકિસ બાનો કેસ (Bilkis Bano case) ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. ગઈકાલે સુપ્રીમ કોર્ટે આ કેસમાં મોટો ચુકાદો આપ્યો હતો અને 11 દોષિતોની સમયથી પહેલા મુક્તિના નિર્ણયને રદ કર્યો હતો. બિલકિસ બાનો કેસને લઈ હવે હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી કંગના રનૌતે (Kangana Ranaut) ફિલ્મ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે, પરંતુ આ દરમિયાન અભિનેત્રીને અનેક અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે.

બિલકીસ બાનો કેસ (Bilkis Bano case) લાંબા સમયથી ચર્ચાનો વિષય છે. સોમવારે સુપ્રીમ કોર્ટના ચુકાદા (Supreme Court verdict) બાદ બિલકિસ બાનો કેસમાં નવો વળાંક આવ્યો છે. દરમિયાન, ફિલ્મ 'તેજસ'ની અભિનેત્રી કંગના રનૌતે (Kangana Ranaut) સોશિલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરના તેના ઓફિશિયલ એકાઉન્ટ પર આ મામલે ટ્વિટ કર્યું છે.

આ ટ્વીટમાં કંગનાએ (Kangana Ranaut) બિલકિસ બાનો કેસ પર ફિલ્મ બનાવવા અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. અભિનેત્રીએ કહ્યું કે, તે આ કેસ પર ફિલ્મ બનાવવા માગે છે અને ત્રણ વર્ષથી આ મુદ્દાની સ્ક્રિપ્ટ પર કામ કરી રહી છે. પરંતુ, તમામ OTT પ્લેટફોર્મનો સંપર્ક કર્યા પછી પણ, કોઈને કોઈ કારણસર તેઓ અવરોધોનો સામનો કરી રહી છે, જેના કારણે આ ફિલ્મનું કામ અધવચ્ચે જ અટકી ગયું છે. આ રીતે કંગના રનૌતે બિલકિસ બાનો કેસ પર ફિલ્મ બનાવવાને લઈને મોટું અપડેટ આપ્યું છે.

આ પણ વાંચો - KGF ના યશની દીવાનગી બની 3 ફેન્સના મોતનું કારણ

Tags :
Bilkis Bano caseEntertainment NewsGujarat FirstGujarati NewsKangana RanautSupreme Court verdictTejas
Next Article