ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ઈન્દિરા ગાંધી પર આજ સુધી કોઇ ફિલ્મ બનાવી શક્યું નથી, એક જેણે બનાવી હતી તેને પણ... : કંગના રનૌત

કંગનાએ ANI સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “આજ સુધી કોઈ ઈન્દિરા ગાંધી પર સીધી ફિલ્મ બનાવી શક્યું નથી. લોકોને ઉલ્લેખિત કરીને કે પ્રેરિત કહીને ફિલ્મ બનાવવી અલગ વાત છે, પરંતુ સીધું એમના જીવન પર આધારિત ફિલ્મ બનાવવું એ એક મોટું કાર્ય છે." કંગનાએ આ દરમિયાન 1977માં આવેલી ફિલ્મ ‘કિસ્સા ખુર્સી કા’નું ઉદાહરણ આપ્યું.
11:11 AM Jan 08, 2025 IST | Hardik Shah
કંગનાએ ANI સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “આજ સુધી કોઈ ઈન્દિરા ગાંધી પર સીધી ફિલ્મ બનાવી શક્યું નથી. લોકોને ઉલ્લેખિત કરીને કે પ્રેરિત કહીને ફિલ્મ બનાવવી અલગ વાત છે, પરંતુ સીધું એમના જીવન પર આધારિત ફિલ્મ બનાવવું એ એક મોટું કાર્ય છે." કંગનાએ આ દરમિયાન 1977માં આવેલી ફિલ્મ ‘કિસ્સા ખુર્સી કા’નું ઉદાહરણ આપ્યું.
Kangana Ranaut says about emergency Movie

Kangana Ranaut says about emergency Movie : કંગના રનૌતની લાંબા સમયથી પ્રતીક્ષિત ફિલ્મ 'ઇમરજન્સી' 17 જાન્યુઆરી 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ ભારતના ઇતિહાસમાં સંભવિત સૌથી પ્રભાવશાળી તબક્કો, એટલે કે ઈમરજન્સી પર આધારિત છે. ફિલ્મ રિલીઝ પહેલા, કંગનાની ટીમ પ્રચારમાં વ્યસ્ત થઇ ગઈ છે અને વિવિધ માધ્યમોમાં તેનો પ્રચાર કરી રહી છે. આ દરમિયાન, કંગનાએ ફિલ્મ બનાવતી વખતે અને રિલીઝ માટે જે તકલીફો પડી અને જે મુશ્કેલીઓનો તેમણે સામનો કરવો પડ્યો તેના પર પોતાની વાત મૂકી હતી.

ઇન્દિરા ગાંધી પર ફિલ્મ બનાવવાનું ચેલેન્જિંગ કામ

કંગનાએ ANI સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “આજ સુધી કોઈ ઈન્દિરા ગાંધી પર સીધી ફિલ્મ બનાવી શક્યું નથી. લોકોને ઉલ્લેખિત કરીને કે પ્રેરિત કહીને ફિલ્મ બનાવવી અલગ વાત છે, પરંતુ સીધું એમના જીવન પર આધારિત ફિલ્મ બનાવવું એ એક મોટું કાર્ય છે." કંગનાએ આ દરમિયાન 1977માં આવેલી ફિલ્મ ‘કિસ્સા ખુર્સી કા’નું ઉદાહરણ આપ્યું. આ ફિલ્મની વાર્તાઓ આજે પણ પ્રાસંગિક છે. તેમનું કહેવું છે કે આ ફિલ્મના નિર્માણ બાદના પ્રતિકૂળ પરિબળો એટલા તીવ્ર હતા કે નિર્દેશક અમૃત નાહટા પર તેનો ગંભીર પ્રભાવ પડ્યો હતો. કંગનાએ કહ્યું કે, આ ફિલ્મના નિર્દેશકે આત્મહત્યા કરવી પડી હતી. જો કે વિકિપીડિયાના જણાવ્યા મુજબ, નાહટાનું મોત ઓપરેશન દરમિયાન થયું હતું.

સેન્સર બોર્ડ અને પુરાવાના પડકારો

ફિલ્મની પરવાનગીના મુદ્દે કંગનાએ જણાવ્યું કે, “આજના સમયમાં વાત કરવાની સ્વતંત્રતા હોવાથી અમે આ ફિલ્મ બનાવી શક્યા છીએ. 'ઇમરજન્સી'ના બનવા દરમિયાન અમારે દરેક બાબત માટે સાબિતી આપવી પડી. અમારે આ ફિલ્મ અસંખ્ય સમુદાયોને બતાવવી પડી હતી. અમને આપણા બંધારણ અને સેન્સર બોર્ડ પર પૂરો વિશ્વાસ છે.. આઈડિયોલોજીકલી મૂવ્મેન્ટ્સ સાથે સંકળાયેલી આ ફિલ્મ દુનિયાને બતાવવા માટે અમે આતુર છીએ."

ભંડોળ અને રિલીઝની શંકાઓના પડકારો

ફિલ્મના શૂટિંગ અને નિર્માણ દરમિયાન જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તે અંગે કંગનાએ જણાવ્યું હતું કે, “મને કલ્પના નહોતી કે આ ફિલ્મ બનાવતી વખતે મને આટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. સામાન્ય રીતે મારી ફિલ્મો ઓછા બજેટમાં બને છે, પરંતુ આ વખતે ભંડોળ મેળવવામાં અનેક મુશ્કેલીઓ આવી. આ ફિલ્મ બનવવામાં અમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો પછી તે સ્ટુડિયોથી સંબંધિત હોય અથવા ભંડોળ સંબંધિત. અમને આ ફિલ્મને લઇને પ્રશ્ન હતો કે ‘શું આ ફિલ્મ ક્યારેય રિલીઝ થશે?’ આ મૂંઝવણ દરેક તબક્કે મગજમાં રમતી રહી હતી." ઉલ્લેખનીય છે કે, 'ઇમરજન્સી' 17 જાન્યુઆરીના રોજ પ્રેક્ષકો માટે રજૂ થશે, જ્યાં કંગનાની અભિનય ક્ષમતાઓ અને ફિલ્મના પાવરફૂલ કન્ટેન્ટને પ્રેક્ષકો કેટલી પસંદ કરે છે તે જોવું રહેશે. કંગનાના ભવિષ્યવાણી પ્રમાણે, આ ફિલ્મ ઇતિહાસ અને મૌલિક સ્વતંત્રતા વચ્ચેનો એક અનોખો સંબંધ સ્થાપિત કરશે.

આ પણ વાંચો:  Kangana Ranaut ની આવી Emergency

Tags :
Bollywood ChallengesCensorship BoardCultural Freedom in CinemaEmergencyEmergency filmEmergency Movie PromotionEmergency releaseFilm Controversies in IndiaFilm Funding ChallengesFilm Production StrugglesFilm StrugglesGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahHistorical MoviesIndian cinemaIndira Gandhi BiopicIndira Gandhi MovieKangana Ranautkangana ranaut emergencyKangana Ranaut InterviewKangana Ranaut on EmergencyKangana’s Struggle
Next Article