રિલીઝના 9 દિવસમાં જ ઇતિહાસ: 'કાંતારા ચેપ્ટર 1'નું વર્લ્ડવાઇડ કલેક્શન ₹503 કરોડ!
- કાંતરા ચેપ્ટર 1નું સિનેમાઘરમાં જબરદસ્ત પ્રદર્શન (Kantara Chapter 1 Collection)
- રિલીઝના 9 દિવસમાં ફિલ્મે તમામ રેકોર્ડ તોડી નાંખ્યા
- ફિલ્મે નવ દિવસમાં જ 503 કરોડની કરી બમ્પર કમાણી
- સૈયારા અને રજનીકાંતની કુલી ફિલ્મના રેકોર્ડ તોડવાની તૈયારીમાં
- ફિલ્મમાં દર્શાવવામાં આવેલી ફાઈટ લોકોને આવી ખૂબ પસંદ
Kantara Chapter 1 Collection : સાઉથના સુપરસ્ટાર ઋષભ શેટ્ટીની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'કાંતારા ચેપ્ટર 1' સિનેમાઘરોમાં જબરદસ્ત પ્રદર્શન કરી રહી છે. રિલીઝના માત્ર 9 દિવસમાં જ આ ફિલ્મે કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. ઋષભ શેટ્ટીની એક્ટિંગને પણ દર્શકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે.
ભારતમાં 9 દિવસની કમાણીમાં મોટો ઉછાળો (Kantara Chapter 1 Collection)
- Sacnilkના અહેવાલ મુજબ, 'કાંતારા ચેપ્ટર 1'ની કમાણીમાં નવમા દિવસે જોરદાર ઉછાળો જોવા મળ્યો છે.
- 9મા દિવસનું કલેક્શન: ફિલ્મે 9મા દિવસે રૂ.22 કરોડની શાનદાર કમાણી કરી છે.
- પ્રથમ વીકએન્ડ: પ્રથમ વીકએન્ડમાં જ આ મૂવીએ રૂ.118 કરોડનું કલેક્શન કરીને પોતાનું નામ વર્ષની સૌથી મોટી ફિલ્મોની યાદીમાં સામેલ કરી દીધું છે.
- કુલ ભારતીય કલેક્શન: ભારતમાં આ ફિલ્મે અત્યાર સુધીમાં રૂ.359.40 કરોડની કમાણી કરી લીધી છે. આંકડાઓ દર્શાવે છે કે આગામી વીકએન્ડમાં પણ કમાણીમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે.
Kantara Chapter 1:
▪️More than 10M tickets sold. ✔️
▪️More than 500Cr gross collection. ✔️
▪️Postive talks across all age groups. ✔️
▪️Single screen cinema to multiplex. It reads houseful across Karnataka. ✔️
The Kannada film industry needs many more movies as such. pic.twitter.com/9znJzPEyzc
— Harish Itagi (@HarishSItagi) October 10, 2025
વર્લ્ડવાઇડ કલેક્શન અને આગામી રેકોર્ડ
- 'કાંતારા ચેપ્ટર 1' માત્ર ભારતમાં જ નહીં, પણ દુનિયાભરમાં ધૂમ મચાવી રહી છે.
- કુલ વર્લ્ડવાઇડ કલેક્શન: 9 દિવસમાં ઋષભ શેટ્ટીની આ ફિલ્મે વિશ્વભરમાં રૂ.503.75 કરોડની જબરદસ્ત કમાણી કરી લીધી છે.
- રેકોર્ડ તોડવાની તૈયારી: મૂવી હવે સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ 'કુલી' (રૂ.518 કરોડ) અને અહાન પાંડેની 'સૈયારા' (રૂ.570.3 કરોડ)નો રેકોર્ડ તોડવાની નજીક પહોંચી ગઈ છે.
- પ્રેક્ષકોનો પ્રતિસાદ: ફિલ્મમાં દર્શાવવામાં આવેલા જોરદાર એક્શન સીન્સને ઓડિયન્સ ખૂબ પસંદ કરી રહી છે, જેના કારણે કમાણી સતત વધી રહી છે.
ફિલ્મની સ્ટાર કાસ્ટ અને પૃષ્ઠભૂમિ
'કાંતારા ચેપ્ટર 1' એ વર્ષ 2022માં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ 'કાંતારા'ની પ્રીક્વલ છે. આ ફિલ્મમાં ઋષભ શેટ્ટીની સાથે રુક્મિણી વસંત, ગુલશન દેવૈયા અને જયરામ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા છે.
આ પણ વાંચો : 'તે સલમાન જેવું જ ભોગવશે', અભિનવ કશ્યપના નિશાને આવ્યા કિંગખાન


