Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કાંતારા: ચેપ્ટર 1નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ; જાણો કેવું છે ઋષભ શેટ્ટીનું પ્રીક્વલ

ઋષભ શેટ્ટીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'કાંતારા: ચેપ્ટર 1'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ પ્રીક્વલની વાર્તા, ભવ્ય યુદ્ધ દ્રશ્યો અને ફિલ્મની રિલીઝ તારીખ વિશે અહીં વાંચો.
કાંતારા  ચેપ્ટર 1નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ  જાણો કેવું છે ઋષભ શેટ્ટીનું પ્રીક્વલ
Advertisement
  •  સાઉથની કાંતારા: ચેપ્ટર 1નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ (Kantara Chapter 1 Trailer)
  • મેકર્સ દ્વારા હિન્દી ટ્રેલર માટે હૃતિક રોશનની પસંદગી કરાઈ
  • 'કાંતારા: ચેપ્ટર 1' હોમ્બલે ફિલ્મ્સનો સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ

Kantara Chapter 1 Trailer : હોમ્બલે ફિલ્મ્સની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'કાંતારા: ચેપ્ટર 1'નું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે. આ વર્ષની સૌથી અપેક્ષિત ફિલ્મોમાંની એક આ ફિલ્મના ટ્રેલરની ચાહકો હતા. મેકર્સ દ્વારા ફિલ્મના હિન્દી ટ્રેલરને લોન્ચ કરવા માટે સુપરસ્ટાર હૃતિક રોશનની પસંદગી કરવામાં આવી હતી. આ રિપોર્ટમાં અમે તમને આ ટ્રેલર વિશે વિગતવાર જણાવી રહ્યા છીએ, જે 2022ની સુપરહિટ 'કાંતારા'નું પ્રીક્વલ છે.

ટ્રેલરની શરૂઆત અને વાર્તાની ઝલક (Kantara Chapter 1 Trailer)

ટ્રેલરની શરૂઆત એક બાળકથી થાય છે જે જંગલમાં ખોવાઈ જાય છે અને પૂછે છે કે તેના પિતા શા માટે અહીં જ અદૃશ્ય થયા? આ દૃશ્ય પછી 'કાંતારા'ની દુનિયા ખુલે છે, જ્યાં ગામના લોકો અન્યાયથી ત્રસ્ત છે અને ધર્મના રક્ષણ માટે ભગવાનના અવતારની રાહ જોઈ રહ્યા છે. આ પછી, હીરો ઋષભ શેટ્ટીની એન્ટ્રી થાય છે. એક તરફ સિંહ છે અને બીજી તરફ તેને લોકોએ પકડી રાખ્યો છે, અને તે એક શક્તિશાળી ગર્જના કરે છે. વિલનના પાત્રમાં ગુલશન દેવૈયા અત્યાચાર કરતો જોવા મળે છે. ટ્રેલરમાં રોમાન્સ અને ભગવાનની શક્તિનો સમન્વય જોવા મળે છે. પરંતુ સૌથી શક્તિશાળી દ્રશ્ય છે જ્યારે છેલ્લે ભગવાન શિવની એન્ટ્રી થાય છે.

Advertisement

Advertisement

ભવ્ય યુદ્ધ દ્રશ્યો અને નિર્માણ (Kantara Chapter 1 Trailer)

'કાંતારા: ચેપ્ટર 1' હોમ્બલે ફિલ્મ્સનો સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. ફિલ્મને વધુ દમદાર બનાવવા માટે મ્યુઝિક ડિરેક્ટર બી. અજનીશ લોકનાથ, સિનેમેટોગ્રાફર અરવિંદ કશ્યપ અને પ્રોડક્શન ડિઝાઇનર વિનેશ બંગ્લાન સહિતની શક્તિશાળી ક્રિએટિવ ટીમ જોડાઈ છે. આ ઉપરાંત, મેકર્સે ફિલ્મમાં એક મોટો યુદ્ધનો સીન તૈયાર કર્યો છે, જેમાં 500થી વધુ ફાઇટર્સ અને 3,000 લોકો સામેલ હતા. આ સીન 25 એકરમાં ફેલાયેલા એક આખા શહેરના રફ વિસ્તારમાં 45-50 દિવસ દરમિયાન ફિલ્માવવામાં આવ્યો હતો, જે ભારતીય સિનેમાના ઇતિહાસના સૌથી મોટા સીકવન્સમાંથી એક છે.

વૈશ્વિક રિલીઝ

આ ફિલ્મ 2 ઓક્ટોબરના રોજ કન્નડ, હિન્દી, તેલુગુ, મલયાલમ, તમિલ, બંગાળી અને અંગ્રેજી સહિત ઘણી ભાષાઓમાં વિશ્વભરમાં રિલીઝ થશે. આ ફિલ્મ તેની સાંસ્કૃતિક ઓળખ જાળવી રાખતા વિવિધ ભાષાઓ અને વિસ્તારોના દર્શકો સુધી પહોંચશે.

આ પણ વાંચો :  Homebound film Oscar : ગુજરાતના યુવા અભિનેતા વિશાલ જેઠવાની ફિલ્મની ઓસ્કરમાં એન્ટ્રી, કરણ જોહરે લખી આ વાત

Tags :
Advertisement

.

×