ભયાનક ઘટના! કપિલ શર્માના કેનેડિયન કેફે પર ત્રીજી વાર ગોળીબાર, આ ગેંગે લીધી જવાબદારી
- કેનેડામાં કોમેડિયન કપિલ શર્માના કાફેમાં ફાયરિંગની ઘટના (Kapil Sharma cafe firing)
- ત્રીજી વખત તેમના રેસ્ટોરન્ટને નિશાન બનાવવામાં આવ્યું
- હુમલાખોર કપિલના કાફે પર સતત ફાયરિંગ કરતા રહ્યા
- આ હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગ લીધી
Kapil Sharma cafe firing : કેનેડાના સરે શહેરમાં સ્થિત કોમેડિયન કપિલ શર્માના 'કૅપ્સ કૅફે' (Kapil's Kaps Cafe) પર ફરી એકવાર ગોળીબારની ઘટના બની છે. આ ત્રીજી વખત છે જ્યારે તેમની રેસ્ટોરન્ટને નિશાન બનાવવામાં આવ્યું છે. ઘટનાનો એક વીડિયો (Video) પણ સામે આવ્યો છે, જેમાં હુમલાખોરો સતત ગોળીઓ ચલાવતા જોવા મળે છે.
આ હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગ (Lawrence Bishnoi Gang) સાથે સંકળાયેલા ગોલ્ડી ઢિલ્લોં (Goldy Dhillon) અને કુલદીપ સિદ્ધુ નેપાલી (Kuldeep Sidhu Nepali) એ લીધી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે આ હુમલો તેમણે કરાવ્યો છે.
We have reason to believe that Indian agencies are behind the shooting at comedian Kapil Sharma's newly opened restaurant, Kap's Cafe, in Surrey, BC, according to sources within CSIS. pic.twitter.com/BtlGO80TRD
— Sarah DuMontior (@dumontior) July 11, 2025
ગેંગએ વધુમાં આપી ચેતવણી (Kapil Sharma cafe firing)
પોસ્ટમાં ધમકી આપતા લખવામાં આવ્યું: "આજે જે (કૅપ્સ કૅફે, સરે) માં ત્રણ વાર ફાયરિંગ (Firing) થયું છે, તેની જવાબદારી હું, કુલવીર સિદ્ધુ અને ગોલ્ડી ઢિલ્લોં લઈએ છીએ. અમારે આમ જનતા સાથે કોઈ દુશ્મની નથી. જેમની સાથે અમારો ઝઘડો છે, તેઓ અમારાથી દૂર રહે." ગૅંગે વધુમાં ચેતવણી આપી કે, "જે લોકો ગેરકાયદેસર કામ કરે છે, લોકો પાસે કામ કરાવીને પૈસા આપતા નથી, તેઓ પણ તૈયાર રહે. જે કોઈ પણ બોલિવૂડ (Bollywood) માં ધર્મની વિરુદ્ધ બોલે છે, તેઓ પણ સાવધાન રહે - ગોળી ક્યાંયથી પણ આવી શકે છે."
કેફેની બારીઓના કાચ તૂટી ગયા (Kapil Sharma cafe firing)
ગોળીબારમાં કેફેની બારીઓના કાચ તૂટી ગયા (Shattered Windows) હતા, જોકે કોઈને ઈજા થઈ ન હતી. આ ઘટના બાદ કેફેને ઘણા દિવસો માટે બંધ કરવાની ફરજ પડી હતી. અગાઉ થયેલા બે હુમલા બાદ કપિલ શર્માની મુંબઈ સ્થિત સુરક્ષા (Security) ની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
અગાઉના હુમલાઓ
- 10 જુલાઈ: પ્રથમ વખત ફાયરિંગ થયું, જેની જવાબદારી બીકેઆઈ આતંકવાદી હરજીત સિંહ લડીએ લીધી હતી.
- 7 ઑગસ્ટ: બીજી વખત ફાયરિંગ થયું, જેના પછી લોરેન્સ ગૅંગ સાથે જોડાયેલા હરિ બૉક્સરનો એક ઑડિયો (Audio) વાયરલ થયો હતો.
સતત થઈ રહેલી ઘટનાઓને પગલે સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓ (Security Agencies) સતર્ક બની છે. જોકે ત્રીજા હુમલા બાદ કપિલ શર્મા તરફથી કોઈ સત્તાવાર નિવેદન (Official Statement) સામે આવ્યું નથી.
આ પણ વાંચો : શિલ્પા અને રાજ કુંન્દ્રાની મુશ્કેલીમાં વધારો, દિવાળી પહેલા જ હાઈકોર્ટે આપ્યો ઝટકો


