ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ઈદ પર ફેન્સને Kapil Sharmaની સ્પે. ઈદી, 'કિસ કિસ કો પ્યાર કરું 2'નો ફર્સ્ટ લુક શેર કર્યો

કોમેડી કિંગ કપિલ શર્માએ Eid પર પોતાના ફેન્સને પોતાની આગામી કોમેડી ફ્રેન્ચાઈઝ ફિલ્મ કિસ કિસ કો પ્યાર કરું 2નો ફર્સ્ટ લુક શેર કરીને ઈદી આપી છે.
01:39 PM Mar 31, 2025 IST | Hardik Prajapati
કોમેડી કિંગ કપિલ શર્માએ Eid પર પોતાના ફેન્સને પોતાની આગામી કોમેડી ફ્રેન્ચાઈઝ ફિલ્મ કિસ કિસ કો પ્યાર કરું 2નો ફર્સ્ટ લુક શેર કરીને ઈદી આપી છે.
Kiss Kiss Ko Pyar Karun 2 Gujarat First News

Ahmedabad: કોમેડિયન ટર્ન્ડ ટુ એક્ટર કપિલ શર્માએ આજે ​​ઈદના અવસર પર પોતાના ચાહકોને એક મોટી ભેટ આપી છે. આજે 31મી માર્ચે કપિલ શર્માએ તેમની મોસ્ટ અવેટેડ કોમેડી ડ્રામા ફિલ્મ કિસ કિસ કો પ્યાર કરું-2નો ફર્સ્ટ લુક શેર કર્યો છે. ફિલ્મના નવા પોસ્ટરમાં કપિલ શર્મા એક વરરાજા તરીકે જોવા મળી રહ્યો છે. જ્યારે તેની બાજુમાં તેની પત્નીનો ચહેરો છુપાયેલ છે.

કેવો છે ફર્સ્ટ લુક ?

કપિલ શર્માએ તેની આગામી ફિલ્મ 'કિસ કિસ કો પ્યાર કરું-2'નો ફર્સ્ટ લુક શેર કર્યો છે. જેમાં તે વરરાજાના લુકમાં છે પણ કપિલ શર્મા આશ્ચર્યચકિત અને મૂંઝવણમાં દેખાય છે. જ્યારે તેની પાસે ઊભેલી તેની પત્ની દુલ્હનના શણગારમાં છે પણ બુરખો પહેરેલો જોવા મળે છે. કિસ કિસ કો પ્યાર કરું-2માં કપિલની દુલ્હન કોણ બનશે, તે હજૂ પણ સસ્પેન્સ જ રાખવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ  Sikandar Review: ચાહકોને ખુશ કરવા માટે ન તો મજબૂત વાર્તા કે ન તો મનોરંજન, સલમાન ઈદી આપવામાં નિષ્ફળ ગયો

પહેલો પાર્ટ હતો બેસ્ટ એન્ટરટેનર

કપિલ શર્મા અને મનજોત સિંહ સ્ટારર ફિલ્મ કિસ કિસ કો પ્યાર કરું-2 એક શાનદાર કોમેડી ફિલ્મ બનશે. ફિલ્મના પહેલા ભાગમાં કપિલે પોતાના દર્શકોને ખૂબ હસાવ્યા હતા. હવે ફિલ્મના બીજા ભાગના ફર્સ્ટ લુકે ફણ ધૂમ મચાવી દીધી છે. ફેન્સ આશા રાખી રહ્યા છે કે કપિલ ધીમે ધીમે ફિલ્મ સંબંધિત અપડેટ્સ આપી શકે છે. આ ફિલ્મનું દિગ્દર્શન અનુકલ્પ ગોસ્વામી કરી રહ્યા છે. રતન જૈન, ગણેશ જૈન, વિનસ વર્લ્ડવાઈડ એન્ટરટેઈનમેન્ટ હેઠળ અબ્બાસ-મસ્તાન ફિલ્મ પ્રોડક્શન્સના સહયોગથી કિસ કિસ કો પ્યાર કરું 2 ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે.

ફેન્સની રંગ બે રંગી કોમેન્ટ્સ

કિસ કિસ કો પ્યાર કરું-2ના ફર્સ્ટ લુક પર કપિલ શર્માના ફેન્સ રંગ બે રંગી કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, શું આ ફિલ્મમાં કપિલની એક જ પત્ની હશે? બીજા યુઝરે લખ્યું છે કે, કપિલ પાજી, હું તમારી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. ત્રીજા યુઝરે લખ્યું છે કે, વાહ હવે તો વધુ મજા આવશે. એક યુઝરે પૂછ્યું છે કે, કપિલ જી, આ ફિલ્મમાં તમે કેટલા લગ્ન કરવાના છો? કપિલના એક ક્રેઝી ફેન્સે પૂછ્યું છે- 'પડદામાં કોણ છે?' અત્યારે ફિલ્મની રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી નથી પરંતુ ફેન્સ કિસ કિસ કો પ્યાર કરું-2ના ફર્સ્ટ લુકથી જ ખૂબ એકસાઈટેડ છે.

આ પણ વાંચોઃ  Sikandar Twitter Review: સલમાનની સિકંદરને ફર્સ્ટ ડે પર મળ્યા કેવા રિવ્યૂઝ ???

Tags :
Anukalp GoswamiComedy filmEid giftFilm posterFilm suspensefirst lookGUJARAT FIRST NEWSKapil SharmaKapil Sharma brideKapil Sharma fansKapil Sharma groom lookKiss Kiss Ko Pyar Karun 2Kiss Kiss Ko Pyar Karun franchiseVenus Worldwide Entertainment
Next Article