ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Katrina Kaif Pregnancy : વિકી કૌશલ અને કેટરીના કૈફના ઘરે પારણું બંધાશે, ટૂંક સમયમાં બનશે પેરેન્ટ્સ

વિકી અને કેટરીના ટૂંક સમયમાં માતા-પિતા બનશે. જાણો કેટરીનાની પ્રેગ્નેન્સીના સમાચાર, તેની મેટરનીટી લીવ વિશે.
05:09 PM Sep 15, 2025 IST | Mihir Solanki
વિકી અને કેટરીના ટૂંક સમયમાં માતા-પિતા બનશે. જાણો કેટરીનાની પ્રેગ્નેન્સીના સમાચાર, તેની મેટરનીટી લીવ વિશે.
Katrina Kaif pregnancy

Katrina Kaif Pregnancy : બોલિવૂડના લોકપ્રિય કપલ વિકી કૌશલ અને કેટરિના કૈફના ઘરે ટૂંક સમયમાં એક નાનો મહેમાન આવવાનો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેટરિના કૈફ ગર્ભવતી છે અને ટૂંક સમયમાં માતા બનશે. જોકે આ કપલે હજુ સુધી સત્તાવાર રીતે તેની જાહેરાત કરી નથી, પરંતુ તેમના નજીકના સૂત્રોએ આ સમાચારની પુષ્ટિ કરી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેટરિના કૈફ માતા બન્યા પછી લાંબા સમય સુધી મેટરનિટી લીવ પર રહેશે, જેથી તે તેના બાળકની સંભાળ અને ઉછેર પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકે. કેટરિના લાંબા સમયથી લાઈમલાઈટથી દૂર છે અને તેના ગર્ભવતી હોવાના સમાચાર પણ સતત આવી રહ્યા હતા. હાલમાં, કેટરિના પાસે કોઈ નવો પ્રોજેક્ટ નથી. તે છેલ્લે 2024 માં આવેલી ફિલ્મ 'મેરી ક્રિસમસ' માં જોવા મળી હતી, જે બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કરી શકી ન હતી.

વિકી કૌશલ હાલ લવ એન્ડ વોરના શૂટિંગમાં છે વ્યસ્ત

વિકી કૌશલ હાલમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'લવ એન્ડ વોર' ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, એ જોવું રસપ્રદ રહેશે કે પિતા બન્યા પછી વિકી કામ પરથી રજા લે છે કે નહીં.

2022માં  રાજસ્થાનમાં કર્યા હતા  લગ્ન ( Katrina Kaif Pregnancy)

કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્ન ૨૦૨૨માં થયા હતા. તેમના લગ્ન રાજસ્થાનના સવાઈ માધોપુરમાં સિક્સ સેન્સ ફોર્ટ બરવાડામાં થયા હતા, જેમાં ફક્ત તેમના પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. લગ્નના લગભગ ત્રણ વર્ષ પછી, હવે આ કપલ માતાપિતા બનવા જઈ રહ્યું છે. ભલે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ વિકી અને કેટરિનાના ચાહકો આ સમાચારથી ખૂબ ખુશ છે.

આ પણ વાંચો :    Bigg Boss fight : શહેબાઝ અને અભિષેક વચ્ચે થઈ હાથાપાઈ, હવે થશે ઘરની બહાર?

Tags :
Bollywood celebrity babyKatrina Kaif maternity leaveKatrina Kaif pregnancyVicky Kaushal news
Next Article