Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પુત્રને જન્મ આપ્યા બાદ કેટરીના ફૈકની કેવી છે તબિયત? હોસ્પિટલમાંથી સામે આવી હેલ્થ અપડેટ

બોલિવૂડના સ્ટાર કપલ કેટરિના કૈફ અને વિકી કૌશલના ઘરે ખુશીઓ આવી છે. 7 નવેમ્બર, 2025ના રોજ સવારે કેટરિનાએ મુંબઈની રિલાયન્સ હોસ્પિટલમાં બેબી બોયને જન્મ આપ્યો છે. હોસ્પિટલે જાહેર કર્યું કે માતા અને બાળક બંને સ્વસ્થ છે. 42ની ઉંમરે માતા બનવા છતાં તબિયત સ્થિર છે. દંપતીએ સોશિયલ મીડિયા પર આ ખુશખબરી શેર કરી છે, જેનાથી ચાહકોમાં આનંદ છવાઈ ગયો છે.
પુત્રને જન્મ આપ્યા બાદ કેટરીના ફૈકની કેવી છે તબિયત  હોસ્પિટલમાંથી સામે આવી હેલ્થ અપડેટ
Advertisement
  • કેટરિના કૈફે આપ્યો બેબી બોયને જન્મ, વિકી કૌશલ બન્યો પિતા  (katrina kaif Health Update)
  • પાવર કપલ કેટરિના કૈફ અને વિકી કૌશલના ઘરે પુત્રનો જન્મ
  • 7 નવેમ્બર, 2025ની સવારે ડિલિવરી થઈ રિલાયન્સ હોસ્પિટલમાં
  • હોસ્પિટલના નિવેદન મુજબ, માતા અને બાળક બંને સંપૂર્ણપણે સ્વસ્થ છે
  • 42 વર્ષની ઉંમરે માતા બનવાને કારણે ચાહકો ચિંતિત
  • સોશિયલ મીડિયા પર #KatrinaVickyBabyBoy થઈ રહ્યો છે ટ્રેન્ડ

katrina kaif Health Update : બોલિવૂડના પાવર કપલ કેટરિના કૈફ અને વિકી કૌશલના ઘરે ખુશીઓએ દસ્તક આપી છે. 7 નવેમ્બર, 2025 (શુક્રવાર)ના રોજ સવારે આ સ્ટાર જોડીએ તેમના પહેલા બાળકનું સ્વાગત કર્યું છે. કેટરિના કૈફે મુંબઈની એચ એન રિલાયન્સ હોસ્પિટલમાં એક બેબી બોયને જન્મ આપ્યો છે.

હોસ્પિટલના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, 7 નવેમ્બર 2025ની સવારે આશરે 8 વાગ્યેને 23 મિનિટે કેટરિનાએ પુત્રને જન્મ આપ્યો છે. આ અંગે હોસ્પિટલ પ્રશાસન દ્વારા સત્તાવાર હેલ્થ અપડેટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

Advertisement

42 વર્ષની ઉંમરે માતા બન્યા કેટરિના – Katrina Kaif Age Baby

હોસ્પિટલના હેલ્થ અપડેટમાં જણાવવામાં આવ્યું છે કે કેટરિના કૈફ અને વિકી કૌશલના ઘરે પુત્રનો જન્મ થયો છે. માતા અને બાળક બંને સંપૂર્ણપણે સ્વસ્થ છે. જોકે, કેટરિના કૈફ અને બાળકને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવાની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી.

Advertisement

કેટરિનાની તબિયત અંગે ચાહકો ચિંતિત – Katrina Kaif Health Update

ચાહકોમાં સૌથી મોટો સવાલ એ હતો કે કેટરિના કૈફ અને તેમના પુત્રની તબિયત કેવી છે. કેટરિના કૈફે 42 વર્ષની ઉંમરે બાળકને જન્મ આપ્યો છે, જેના કારણે તેમને ઘણીવાર વિવિધ કોમ્પ્લિકેશન્સનો સામનો કરવો પડી શકે છે. ડૉક્ટરોના મતે, વધુ ઉંમરે બાળકનો જન્મ થવાથી માતા અને બાળક બંને માટે કેટલીક પરેશાનીઓ ઊભી થઈ શકે છે.

એવામાં, જ્યારે હોસ્પિટલ તરફથી એવું કહેવામાં આવ્યું કે કેટરિના કૈફને ડિસ્ચાર્જ થવામાં હજુ થોડા દિવસો લાગશે, ત્યારથી ચાહકોની ચિંતા વધુ વધી છે.

માતા અને બાળક બંને સ્વસ્થ – Vicky Kaushal Baby Boy News

હોસ્પિટલે પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે કેટરિના કૈફ અને તેમના બેબી બોયની હાલત સંપૂર્ણપણે સ્થિર છે અને ડૉક્ટરોની ટીમ સતત તેમની દેખરેખ કરી રહી છે. જોકે, કેટરિના કૈફને હાલ તરત ડિસ્ચાર્જ કરવામાં આવશે નહીં.

આ પહેલાં, કેટરિના કૈફ અને વિકી કૌશલે સોશિયલ મીડિયા પર સંયુક્ત નિવેદન બહાર પાડીને ચાહકો સાથે બેબી બોયના જન્મના શુભ સમાચાર શેર કર્યા હતા. તેમણે લખ્યું હતું કે, "અમારી ખુશીની ભેટ આવી ગઈ છે. અપાર પ્રેમ અને કૃતજ્ઞતા સાથે અમે અમારા પુત્રનું સ્વાગત કરીએ છીએ." આ પોસ્ટ સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓનો ધોધ વહી ગયો હતો.

પ્રેમથી પેરેન્ટહુડ સુધીની સફર – Katrina Vicky Love Story

કેટરિના કૈફ અને વિકી કૌશલની જોડી બોલિવૂડના સૌથી ચર્ચિત કપલ્સમાંથી એક રહી છે. 2020ની આસપાસ બંનેની નિકટતા વધવાની શરૂઆત થઈ હતી. લગભગ એક વર્ષની ડેટિંગ બાદ ડિસેમ્બર 2021માં રાજસ્થાનમાં બંનેએ શાહી લગ્ન કર્યા હતા. આ લગ્ન ખૂબ જ અંગત રાખવામાં આવ્યા હતા. લગ્ન પછી આ જોડીને બોલિવૂડનું રોયલ કપલ કહેવામાં આવ્યું હતું. હવે લગ્નના લગભગ ચાર વર્ષ બાદ 2025માં તેમના જીવનમાં આ નવી ખુશખબરી આવી છે, જેનાથી તેમના લાખો ચાહકો પણ ખૂબ ખુશ છે. સોશિયલ મીડિયા પર હાલમાં #KatrinaVickyBabyBoy અને #CongratulationsKatrinaVicky ટ્રેન્ડ કરી રહ્યા છે.

આ પણ વાંચો : મોનાલિસાના નવા સફરની શરૂઆત: મહાકુંભની વાયરલ ગર્લે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં કરી ધમાકેદાર એન્ટ્રી

Tags :
Advertisement

.

×