Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કેટી પેરી-જસ્ટિન ટ્રુડો રોમાન્સ: યાટ પર Kiss કરતી તસવીરો વાયરલ

પૉપ સિંગર કેટી પેરી અને કેનેડાના પૂર્વ PM જસ્ટિન ટ્રુડોના રોમાન્સની તસવીરોથી તેમના કથિત સંબંધોની પુષ્ટિ થઈ છે. 6 ઓક્ટોબર, 2025ના રોજ, સાન્ટા બાર્બરા બીચ પર કેટીની યાટ પર બંનેને કિસ કરતા અને ગળે મળતા કેમેરામાં કેદ કરાયા હતા. જુલાઈથી શરૂ થયેલી અફવાઓને આ તસવીરોએ મજબૂત બનાવી છે. 2023માં ટ્રુડોના છૂટાછેડા પછી આ નવો સંબંધ શરૂ થયો છે, જોકે બંનેએ આ મામલે કોઈ ટિપ્પણી કરી નથી
કેટી પેરી જસ્ટિન ટ્રુડો રોમાન્સ  યાટ પર kiss કરતી તસવીરો વાયરલ
Advertisement
  • કેનેડાના પૂર્વ વડાપ્રધાનની રોમાન્સની તસ્વીરો થઈ વાયરલ (Katy Perry Justin Trudeau)
  • જસ્ટિન ટ્રુડો પોપ સિંગર કેટી પેરી સાથે રોમાન્સ કરતા નજરે પડ્યા
  • સાન્ટા બાર્બરા બીચ પર પોટ પર બંને કિસ કરતા નજરે પડ્યા
  • સોશિયલ મીડિયા પર બંનેની કિસ કરતી તસ્વીરો થઈ વાયરલ

Katy Perry Justin Trudeau : હોલીવુડની પૉપ સિંગર કેટી પેરી (40) અને કેનેડાના પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (53) વચ્ચેના કથિત રોમાન્સને હવે વાયરલ થઈ રહેલી તસવીરોથી પુષ્ટિ મળી છે. ધ મેઇલ ઓન સન્ડે (6 ઓક્ટોબર, 2025) એ કેલિફોર્નિયાના સાન્ટા બાર્બરા બીચ પર કેટીની યાટ 'કેરવેલ' પર બંનેને કિસ કરતા અને ગળે મળતા હોય તેવી તસવીરો પ્રકાશિત કરી છે.

આ તસવીરો વ્હેલ જોવા આવેલ પ્રવાસીઓની બોટમાંથી ક્લિક કરવામાં આવી હતી. આ મામલે કેટી કે જસ્ટિન, કોઈએ ટિપ્પણી કરી નથી, પરંતુ આ તસવીરોથી જુલાઈથી ચાલી રહેલી અફવાઓને વધુ હવા મળી છે.

Advertisement

જસ્ટિન ટ્રુડો અને કેટી પેરીનો કથિત સંબંધ (Katy Perry Justin Trudeau)

સપ્ટેમ્બર 2025માં, સાન્ટા બાર્બરાના દરિયાકિનારે કેટીની 24 મીટર લાંબી યાટ 'કેરવેલ' પર આ જોડીને એકસાથે જોવામાં આવી હતી. પ્રવાસીઓએ જસ્ટિન અને કેટીને એકબીજાને કિસ કરતા અને ગળે મળતા કેમેરામાં કેદ કર્યા. કેટીએ બ્લેક સ્વિમસૂટ પહેર્યો હતો, જ્યારે જસ્ટિન શર્ટલેસ હતા અને જીન્સમાં જોવા મળ્યા હતા.

Advertisement

એક પ્રત્યક્ષદર્શીએ 'ધ મેઇલ'ને જણાવ્યું કે તેમની યાટ વ્હેલ વોચિંગ બોટની નજીક આવીને થોભી, અને પછી તેઓ કિસ કરવા લાગ્યા. પ્રત્યક્ષદર્શીએ જસ્ટિનના શરીર પરનું ટેટૂ જોઈને તેમને ઓળખી લીધા હતા.

અફવાઓની શરૂઆત અને ટ્રુડોનું અંગત જીવન

કેટી પેરી અને જસ્ટિન ટ્રુડોના રોમાન્સની અફવાઓ જુલાઈ 2025થી શરૂ થઈ હતી, જ્યારે તેમને મોન્ટ્રિયલની 'લે વાયલોન' રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ પર જોવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, "કેટી જસ્ટિનને પસંદ કરે છે. તેઓ ટેક્સ્ટિંગ કરતા હતા. રોમાન્સ નવો છે, પણ ઊંડો છે." જોકે, ઓગસ્ટમાં બ્રેકઅપની અફવાઓ પણ હતી, પરંતુ સપ્ટેમ્બરની આ તસવીરોએ તે અફવાઓને ખોટી સાબિત કરી દીધી છે.

જસ્ટિન ટ્રુડો (જન્મ: 25 ડિસેમ્બર 1971) એ 2005માં સોફી ગ્રેવર સાથે લગ્ન કર્યા હતા. 18 વર્ષના લગ્ન જીવન બાદ, 2023માં બંનેએ છૂટાછેડા લીધા. તેમને ત્રણ બાળકો છે. છૂટાછેડા સમયે જસ્ટિને કહ્યું હતું કે તેમનો નિર્ણય ઘણી મુશ્કેલ વાતચીત પછી લેવાયો હતો અને તેમના બાળકો તેમની પ્રાથમિકતા છે.

કેટી પેરી: પૉપ ક્વીનનો પરિચય

કેથરીન એલિઝાબેથ હડસન (વ્યવસાયિક નામ: કેટી પેરી) એક અમેરિકન સુપરસ્ટાર સિંગર, ગીતકાર અને ટીવી વ્યક્તિત્વ છે. 2008માં 'વન ઓફ ધ બોયઝ' અને ખાસ કરીને 'આઇ કિસ્ડ અ ગર્લ' ગીતથી તેમને મોટી સફળતા મળી. તેમના નામે 151 મિલિયનથી વધુ રેકોર્ડ્સ વેચાયા છે અને 5 બિલિયનથી વધુ સ્ટ્રીમ્સ છે. કેટી હાલમાં જ 2024માં પોતાનું '143' આલ્બમ રિલીઝ કર્યું છે. જસ્ટિન ટ્રુડોથી અલગ થતા પહેલા, કેટી પેરીનું ઓર્લાન્ડો બ્લૂમ સાથે બ્રેકઅપ થયું હતું (2025).

આ પણ વાંચો : બિગ બોસ 19: 'વીકએન્ડ કા વાર'માં ડ્રામા; સલમાનની ફટકાર બાદ તાન્યા-નીલમની મિત્રતા તૂટી?

Tags :
Advertisement

.

×