KBC 17: દિવાળી સ્પેશિયલ એપિસોડમાં ધમાલ; કૃષ્ણા અભિષેકે અમિતાભ બચ્ચનને પૂછી તેમની ફીસ!
- KBC 17 ના દિવાળી સ્પેશિયલ એપિસોડનો મજેદાર પ્રોમો (KBC 17 Diwali Special)
- કૃષ્ણા અને સુનીલ ગ્રોવર મહેમાન તરીકે હોટ સીટ પર બેસશે.
- સુનીલ ગ્રોવરે અમિતાભ બચ્ચનના ગેટઅપમાં એન્ટ્રી લીધી
- કૃષ્ણા અભિષેકે સીધો સવાલ કર્યો: 'તમે આ માટે કેટલો ચાર્જ કરો છો?'
KBC 17 Diwali Special : બૉલિવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) હાલમાં તેમનો લોકપ્રિય ક્વિઝ શો 'કૌન બનેગા કરોડપતિ'ની સિઝન 17 (Kaun Banega Crorepati Season 17) હોસ્ટ કરી રહ્યા છે. આ શો અવારનવાર રસપ્રદ કિસ્સાઓ અને મહેમાનોને કારણે લાઈમલાઈટમાં રહે છે. હવે 'KBC 17' નો આવનારો દિવાળી સ્પેશિયલ એપિસોડ (Diwali Special Episode) અત્યંત ખાસ બનવા જઈ રહ્યો છે, જેનો પ્રોમો વીડિયો પણ રિલીઝ કરવામાં આવ્યો છે.
આ સ્પેશિયલ એપિસોડમાં જાણીતા કૉમેડિયન કૃષ્ણા અભિષેક (Krushna Abhishek) અને સુનીલ ગ્રોવર (Sunil Grover) મહેમાન તરીકે હોટ સીટ પર બેસશે. જોકે, અહીં સવાલોના જવાબ આપવાને બદલે, આ કૉમેડિયનર્સ અમિતાભ બચ્ચનને જ સવાલ પૂછતા જોવા મળશે.
View this post on Instagram
સુનીલ ગ્રોવર બન્યા 'બિગ બી', કૃષ્ણાએ પૂછી ફીસ (Krushna Abhishek Sunil Grover KBC)
'KBC 17' ના દિવાળી એપિસોડમાં સુનીલ ગ્રોવર, ખુદ અમિતાભ બચ્ચનના ગેટઅપમાં એન્ટ્રી લે છે. તેને જોઈને અમિતાભ બચ્ચન પણ હસવાનું રોકી શકતા નથી અને કહે છે કે, "એવું લાગે છે કે જાણે હું મારી જાત સાથે જ વાત કરી રહ્યો છું." બીજી તરફ, કૃષ્ણા અભિષેક ધર્મેન્દ્રના લુકમાં એન્ટ્રી કરે છે અને તે બંને બિગ બી સાથે જોરદાર મજાક-મસ્તી કરતા જોવા મળશે.
ધર્મેન્દ્રના ગેટઅપમાં કૃષ્ણા – (Sunil Grover Amitabh Bachchan Look)
એન્ટ્રી પછી કૃષ્ણા, ધર્મેન્દ્રના ગેટઅપમાં અમિતાભ બચ્ચન પર મજાકમાં નકલી હોવાની શંકા વ્યક્ત કરે છે અને કહે છે કે, 'તમે આ ગેટઅપમાં સારા લાગો છો.' આટલેથી ન અટકતાં કૃષ્ણા અભિષેક સીધો જ સવાલ કરી બેસે છે, 'તમે આ માટે કેટલો ચાર્જ કરો છો?' કૃષ્ણાનો આ સવાલ સાંભળીને ખુદ અમિતાભ બચ્ચન હસી-હસીને લોટપોટ થઈ જાય છે. સુનીલ ગ્રોવર પણ બિગ બીના ગેટઅપમાં હોસ્ટને મજેદાર સવાલો પૂછતા જોવા મળે છે. દિવાળીનો આ એપિસોડ હાસ્ય અને મસ્તીથી ભરપૂર રહેવાનો છે.
અમિતાભ બચ્ચનની અંદાજિત નેટવર્થ (Amitabh Bachchan Net Worth)
કૃષ્ણા અભિષેકે અમિતાભ બચ્ચનની ફીસ વિશે સવાલ પૂછ્યો, ત્યારે જો તેમની નેટવર્થની વાત કરીએ તો તે અબજોમાં છે. હુરુન ઇન્ડિયા દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલી વિશ્વભરના સૌથી ધનિક સેલેબ્સની યાદી અનુસાર, 2025ના અંત સુધીમાં અમિતાભ બચ્ચનની નેટવર્થ લગભગ 1630 કરોડ રૂપિયા થવાનો અંદાજ છે.
આ પણ વાંચો : Bollywood News: જીભ લપસી કે પછી બીજુ કઇ, બલુચિસ્તાન-પાકિસ્તાન પર સલમાન ખાનનો વીડિયો વાયરલ


