Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આજથી શરૂ: KBC 17, અમિતાભ બચ્ચનની ફી જાણીને ચોંકી જશો!

KBCની નવી સિઝન આજથી શરૂ થઈ રહી છે. અત્યાર સુધીની કુલ જીત, અમિતાભ બચ્ચનની એક એપિસોડની ફી અને શો વિશેની તમામ માહિતી અહીં જાણો.
આજથી શરૂ  kbc 17  અમિતાભ બચ્ચનની ફી જાણીને ચોંકી જશો
Advertisement
  • આજથી ટેલિવિઝનનો લોકપ્રિય શૉ KBC 17ની શરૂઆત
  • જ્યાં અકલ છે ત્યાં અકડ છેની રાખવામાં આવી થીમ
  • મેગાસ્ટાર અમિતાભ બચ્ચન કરી રહ્યા છે શૉને હોસ્ટ
  • અત્યાર સુધી 2143 સ્પર્ધકોને લીધો છે ભાગ
  • અમિતાભ બચ્ચન એક એપિસોડના 5 કરોડ કરે છે ચાર્જ

KBC 17: લોકપ્રિય ક્વિઝ શો 'કૌન બનેગા કરોડપતિ' (KBC 17)ની નવી સિઝન - 17, 'જ્યાં અકલ છે, ત્યાં અકડ છે'ની થીમ સાથે આવી રહી છે. આ થીમ દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. આ શો સામાન્ય માણસના જ્ઞાન અને તેના પર રહેલા ગર્વને ઉજવે છે, જ્યાં આત્મવિશ્વાસ મોટી જીતમાં ફેરવાય છે.

11 ઓગસ્ટથી એટલે કે આજથી KBC સીઝન 17ની શરૂઆત થઈ રહી છે. અત્યાર સુધીની 16 સિઝનમાં, કુલ 2143 સ્પર્ધકોને હોટસીટ પર બેસવાનો મોકો મળ્યો છે, જેમણે કુલ મળીને લગભગ રૂ239 કરોડની ઈનામી રકમ જીતી છે. આ શોની 1368 એપિસોડની સફર ઘણી યાદગાર રહી છે. આ નવા પ્રોમોમાં, હોસ્ટ અમિતાભ બચ્ચન ફરી એકવાર દર્શકોનું દિલ જીતી રહ્યા છે, જેમાં જોવા મળે છે કે આ સિઝન પણ ઘણી રોમાંચક અને રેકોર્ડબ્રેક જીત સાથે કદાચ સૌથી શાનદાર સિઝન બની રહેશે.

Advertisement

Advertisement

KBC 17 માટે અમિતાભ લઈ રહ્યા છે 5 કરોડ ફી

ધ ફ્રી પ્રેસ જર્નલના એક અહેવાલ મુજબ, અમિતાભ બચ્ચન આ સિઝન KBC 17ના દરેક એપિસોડ માટે રૂ5 કરોડની ફી લઈ રહ્યા છે. જોકે, આ અંગે મેકર્સ કે અમિતાભ બચ્ચન તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. જો આ વાત સાચી હોય તો તે ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી વધુ ફી હશે. આ સાથે જ, એવી પણ અફવા છે કે KBCના પ્રસારણના સમયને કારણે લોકપ્રિય શો 'CID 2' બંધ થઈ શકે છે, પરંતુ તેના પર પણ કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.

KBC 17ના બે પ્રોમો થયા છે રિલીઝ

સોની ટીવી પર સોમવારથી શુક્રવાર રાત્રે 9 વાગ્યે પ્રસારિત થશે. શોના બે પ્રોમો રિલીઝ થઈ ચૂક્યા છે, જેમાં એક પ્રોમોમાં 'બિગ બોસ' ફેમ ટીવી અભિનેત્રી સુંબુલ તૌકીર ખાન પણ જોવા મળી રહી છે.

આ પણ વાંચો: Shilpa Shetty બહેન માટે શોધી રહી છે મુરતિયો, કપિલના શૉમાં શમિતાને આપ્યા ડેટિંગ ઓપ્શન

Tags :
Advertisement

.

×