ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kiara Advani Pregnant : કિયારા-સિદ્ધાર્થના ઘરે કિલકારી ગુંજશે, આ રીતે આપી માહિતી

જાણીતી અભિનેત્રી કિયારા અડવાણી તેના પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે પહેલા બાળકનું સ્વાગત કરવા જઈ રહી છે.
03:25 PM Feb 28, 2025 IST | Vipul Sen
જાણીતી અભિનેત્રી કિયારા અડવાણી તેના પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે પહેલા બાળકનું સ્વાગત કરવા જઈ રહી છે.
kiyaraA_Gujarat_first
  1. અભિનેત્રી કિયારા અડવાણીએ સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ
  2. અભિનેત્રીએ પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેનો ફોટો પોસ્ટ કરી પ્રેગ્નેંસીની આપી માહિતી
  3. કિરાયા અડવાણીની પોસ્ટ બાદ ફેન્સે આપ્યા અભિનંદન

અભિનેત્રી કિયારા અડવાણી અને અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા બોલિવૂડનાં લોકપ્રિય કપલમાંથી એક છે. જો કે, હવે બંનેનાં જીવનમાં ટૂંક સમયમાં બાળકની કિલકારી ગુંજશે. જાણીતી અભિનેત્રી કિયારા અડવાણી તેના પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે તેના પહેલા બાળકનું સ્વાગત કરવા જઈ રહી છે. તેમણે એક સુંદર પોસ્ટ સાથે આ અંગે જાહેરાત કરી છે.

આ પણ વાંચો - Sikandar Teaser:'સિકંદર'નું ટીઝર રિલીઝ! ACTION માં ખાન

બે વર્ષ પહેલા કપલે રાજસ્થાનમાં શાહી અંદાજમાં કર્યા હતા લગ્ન

અભિનેત્રી કિયારા અડવાણી અને અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ વર્ષ 2023 માં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા. લગભગ 2-3 વર્ષ સુધી ગુપ્ત રીતે એકબીજાને ડેટ કર્યા પછી, શેરશાહ સ્ટાર્સે બે વર્ષ પહેલા 7 ફેબ્રુઆરીએ રાજસ્થાનમાં શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા. હવે લગ્નનાં બે વર્ષ પછી, આ કપલ માતા-પિતા બનવા જઈ રહ્યું છે.

આ પણ વાંચો - viral video:માહિરા શર્માએ Mohammed Siraj ને લઈને જાહેરમાં આપ્યો આ જવાબ!

કિયારા-સિદ્ધાર્થે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ માહિતી

28 ફેબ્રુઆરીએ કિયારા અડવાણીએ પોતાની પ્રેગ્નેંસીનાં સમાચારથી પોતાનાં ચાહકોને માહિતગાર કર્યા છે. કપલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમનાં ફેન્સ સાથે આ ખુશખબર શેર કરી છે. શુક્રવારે ઇન્સ્ટાગ્રામ પરની એક પોસ્ટમાં, કિયારાએ કેપ્શન આપ્યું, "આપણા જીવનની સૌથી સુંદર ભેટ. ટૂંક સમયમાં આવી રહી છે." ફોટામાં, કિયારા અને સિદ્ધાર્થ બાળકનાં મોજાં બતાવતા જોવા મળે છે. આ પોસ્ટ શેર થતાંની સાથે જ કોમેન્ટ્સનો વરસાદ જોવા મળ્યો. ફેન્સે કપલને અભિનંદન પાઠવ્યા છે.

આ પણ વાંચો - અભિનેત્રી Edin Rose પર તૂટી પડ્યો દુઃખનો પહાડ!

Tags :
bollywood-newsEntertainment NewsGUJARAT FIRST NEWSKiara AdvaniKiara-Siddharthsidharth malhotraTop Gujarati News
Next Article