Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kishore Kumar's Birth Anniversary : રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચની સફળતા કિશોર કુમાર વિના અધૂરી છે

આજે બોલિવૂડના સંગીતને નવી ઊંચાઈ પર પહોંચાડનાર એવા મહાન ગાયક કિશોર કુમાર (Kishore Kumar) ની 96 મી જન્મ જયંતિ છે. તેમનો જન્મ 4 ઓગસ્ટ 1929 ના રોજ મધ્ય પ્રદેશ ખંડવામાં થયો હતો. વાંચો વિગતવાર.
kishore kumar s birth anniversary   રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચની સફળતા કિશોર કુમાર વિના અધૂરી છે
Advertisement
  • બોલિવૂડ સંગીતને નવી ઓળખ અપાવનાર ગાયક એટલે કિશોર કુમાર
  • રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનની સફળતા કિશોર કુમાર વિના અધૂરી છે
  • કિશોર કુમાર જેવા યોડલિંગની કક્ષાએ હજૂ સુધી કોઈ ગાયક પહોંચ્યું નથી

Kishore Kumar's Birth Anniversary : આજે બોલિવૂડના મહાન ગાયક કિશોર કુમાર (Kishore Kumar) ની 96 મી જન્મ જયંતિ છે. વર્ષ 1929 માં 4 ઓગસ્ટના રોજ મધ્ય પ્રદેશના ખંડવામાં કિશોર કુમારનો જન્મ થયો હતો. તેમના પિતા કુંજલાલ ગાંગુલી અને માતાનું નામ ગૌરી દેવી હતી. બોલિવૂડના માંધાતા અભિનેતા અશોક કુમાર (Ashok Kumar) કિશોર કુમારના મોટાભાઈ હતા. કિશોર કુમારનું સાચું નામ આભાસ કુમાર ગાંગુલી હતું. કિશોર કુમાર વિશેની પ્રાથમિક અને પ્રચલિત માહિતીના પીરસણને બદલે તેમના જીવનના રોમાંચક, આશ્ચર્યજનક અને અતરંગી કિસ્સાઓનો સમાવેશ આ લેખમાં કરવામાં આવ્યો છે.

રુપ તેરા મસ્તાના....ગીતની ધૂન જ બદલી કાઢી

રાજેશ ખન્ના (Rajesh Khanna) ને સુપર સ્ટાર બનાવનાર ફિલ્મ આરાધના. આ ફિલ્મનું મશહૂર ગીત એટલે રુપ તેરા મસ્તાના..... આ ગીતનું રેકોર્ડિંગ કરવાનું હતું ત્યારે આરાધનાના સંગીતકાર એસ. ડી. બર્મને જે ધૂન રજૂ કરી તે કંઈક જુદી જ હતી. ફિલ્મના દિગ્દર્શક શક્તિ સામંત, અભિનેતા રાજેશ ખન્ના, આર. ડી. બર્મન(પંચમ) ને આ ધૂન પસંદ ન આવી. જો કે એસ. ડી. બર્મન જેવા સંગીતકાર પોતાની ધૂનને લઈને બહુ પઝેસિવ રહેતા હતા. હવે સવાલ એ થયો કે એસ. ડી. બર્મનને ધૂન બદલવાનું કહે કોણ ? તે સમયે હાજર સૌ કોઈએ કિશોર કુમારને આ જવાબદારી સોંપી. કિશોર કુમારે એસ. ડી. બર્મનની તે સમય કરતા 25-30 વર્ષ પહેલા બનાવેલ ધૂન સંભળાવી અને તે પ્રમાણે ગીત ગાઈને બતાવ્યું. એસ. ડી. ખુશ થઈ ગયા. આ રીતે બન્યું હતું અમર, અજર અને અવિનાશી ગીત રૂપ તેરા મસ્તાના......

Advertisement

મેરે નેના સાવન ભાદો.... ગીતનો અજીબો ગરીબ કિસ્સો

રાજેશ ખન્નાની અન્ય એક સુપર હિટ ફિલ્મ એટલે હેમા માલીની સાથેની મહેબૂબા ફિલ્મ. આ વખતે ફિલ્મના મહત્વના ગીત મેરે નેના સાવન ભાદો...નો અતરંગી કિસ્સાની વાત કરીએ. જ્યારે આ ગીતનું રેકોર્ડિંગ થવાનું હતું ત્યારે ડાયરેક્ટર શક્તિ સામંત, રાજેશ ખન્ના, ગીતકાર આનંદ બક્ષી, સંગીતકાર આર. ડી. બર્મન અને કિશોર કુમાર ઉપસ્થિત હતા. કિશોર કુમારે જાણી જોઈને આ મહત્વના ગીતને બોગસ રીતે ગાયું. શક્તિ સામંત સહિત દરેક જણ ચોંકી ગયા કે આ શુ થઈ ગયું છે કિશોર કુમારને ? કિશોર કુમારની આ હરકતથી શક્તિ સામંત ગુસ્સે થઈ ગયા અને ધુંઆ પુંઆ થઈને રેકોર્ડિંગ સ્ટુડિયો છોડીને ચાલ્યા ગયા. શક્તિ સામંત જતા રહ્યા ત્યારબાદ સંગીત કાર પંચમે ફરીથી રેકોર્ડિંગ ટેક કરવા કહ્યું. આ ટેકમાં કિશોર કુમારે જબરદસ્ત પર્ફોર્મન્સ આપ્યું. એક જ ટેકમાં ગીત ઓકે થઈ ગયું.

Advertisement

આ પણ વાંચોઃ  ફરહાન અખ્તરની '120 બહાદુર' ફિલ્મમાં આ અભિનેત્રીની થઇ એન્ટ્રી

સાગર ફિલ્મના યું હીં ગાતે રહો.... ગીતમાં આપ્યું જબરદસ્ત પર્ફોર્મન્સ

9 ઓગસ્ટ 1985 માં રિલીઝ થયેલ ફિલ્મ સાગર ભારતીય સંગીત જગતની એક ન ભૂલી શકાય તેવી ફિલ્મ છે. આ ફિલ્મના દિગ્દર્શક હતા શોલે વાળા રમેશ સીપ્પી, સંગીતકાર હતા ફરીથી આર. ડી. બર્મન (પંચમ) અને ગીતકાર હતા જાવેદ અખ્તર (Javed Akhtar). હવે જાવેદ અખ્તર પોતે કિશોર કુમારના બહુ મોટા પ્રશંસક છે. તેમણે જ આ ગીતના રેકોર્ડિંગનો કિસ્સો અનેક વાર જાહેરમાં કહ્યો છે. આ ગીતના રેકોર્ડિંગના થોડા સમય અગાઉ કિશોર કુમારને જબરદસ્ત હાર્ટ એટેક આવેલો હતો. જાવેદ અખ્તર ચિંતિત હતા કે કિશોર કુમાર આ ગીતમાં તેમના ભાગે આવેલ લાઈન્સ સારી રીતે નહીં ગાઈ શકે. સદનસીબે જાવેદ અખ્તરનો ભય ખોટો પડ્યો. કિશોર કુમારે બીમારીની હાલતમાં પણ આ ગીતમાં તેમના ભાગે આવેલ હિસ્સો એવો ગાયો કે જાવેદ અખ્તર સહિત સૌ કોઈ ખુશ થઈ ગયા હતા. આવા ગાયન કલાના કસબી એવા કુદરતી ગાયક હતા કિશોર કુમાર.

આ પણ વાંચોઃ શું તમન્ના ભાટિયાએ વિરાટ કોહલીને કર્યો હતો ડેટ? અફવા અંગે આપી જોરદાર પ્રતિક્રિયા

Tags :
Advertisement

.

×