Shilpa Shetty-Raj Kundra સામે Lookout Notice જાહેર, મુંબઈ પોલીસની કાર્યવાહી
Shilpa Shetty-Raj Kundra : મુંબઈ પોલીસ 60 કરોડ રૂપિયાના છેતરપિંડી ( Shilpa Shetty, Raj Kundra Fraud Case)કેસમાં બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેમના પતિ રાજ કુન્દ્રા સામે લુકઆઉટ સર્ક્યુલર (LoC) નોસિટ જાહેર કરાઈ છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યાનુસાર, આ કાર્યવાહી એટલા માટે કરવામાં આવી છે કારણ કે, બંને વારંવાર વિદેશ પ્રવાસ કરે છે. આ લુકઆઉટ નોટિસનો હેતુ છેરપિંડી કેસની તપાસ સરળતાથી અને કોઈપણ અવરોધ વિના થઈ શકે.
દીપક કોઠારીએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી
અહેવાલો અનુસાર, મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ 14મી ઓગસ્ટના રોજ શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા સામે 60.48 કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ નોંધ્યો હતો. શિલ્પા શેટ્ટી, રાજ કુન્દ્રા અને એક અજાણ્યા વ્યક્તિ પર 60 વર્ષીય ઉદ્યોગપતિ દીપક કોઠારી સાથે છેતરપિંડી કર્યાનો આરોપ છે. શિલ્પા શેટ્ટી, તેમના પતિ રાજ કુન્દ્રા અને તેની કંપની બેસ્ટ ડીલ ટીવી પ્રાઈવેટ લિમિટેડ (હવે બંધ થઈ ગઈ છે) આ છેતરપિંડીના કેસમાં સંડોવાયેલા છે.
STORY | Lookout circular issued against actor Shilpa Shetty, husband Raj Kundra in Rs 60 crore cheating case
The Mumbai police have issued a Lookout Circular (LOC) against Bollywood actor Shilpa Shetty and her businessman husband Raj Kundra in connection with a Rs 60 crore… pic.twitter.com/7SGDvl6dX8
— Press Trust of India (@PTI_News) September 5, 2025
આ પણ વાંચો -SunnyDeol એ રામાયણ ફિલ્મનું શૂટિંગ કર્યું પૂર્ણ, હનુમાનના રોલમાં જોવા મળશે
જાણો શું છે મામલો
મુંબઈના ઉદ્યોગપતિ દીપક કોઠારીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, 'રાજેશ આર્ય નામના વ્યક્તિએ મારો રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી સાથે પરિચય કરાવ્યો હતો, જે હોમ શોપિંગ અને ઓનલાઈન રિટેલ પ્લેટફોર્મ બેસ્ટ ડીલ ટીવી પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર હતા. તે સમયે શિલ્પા અને રાજ કુન્દ્રા કંપનીના 87.6% શેર ધરાવતા હતા. ત્યારબાદ લોન-કમ-ઈન્વેસ્ટમેન્ટ ડીલમાં મેં 60.48 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની કંપનીએ મને આ રકમ રોકાણ તરીકે ટ્રાન્સફર કરવા કહ્યું હતું અને માસિક વળતર અને મૂળ રકમ પરત આપવાનું વચન આપ્યું હતું.'
આ પણ વાંચો -Giorgio Armani passes away : ફેશન ડિઝાઇનર અરમાનીનું 91 વર્ષની વયે નિધન
NCLT કાનૂની લડાઈમાં ફસાઈ
ઉલ્લેખનીય છે કે, શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના વકીલ પ્રશાંત પાટીલે એક પ્રેસ સ્ટેટમેન્ટ બહાર પાડીને આ તમામ આરોપોને ફગાવી દીધા. કંપની પાછળથી નાણાકીય મુશ્કેલીમાં મુકાઈ ગઈ અને પછી નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)માં લાંબી કાનૂની લડાઈમાં ફસાઈ ગઈ છે.


