માલતી ચહર 'બિગ બોસ'ના ઘરમાં ધમાલ મચાવશે? કોણ છે આ વાઇલ્ડકાર્ડ કન્ટેસ્ટન્ટ
- માલતી ચહર ટૂંક સમયમાં જ બિગબોસમાં જોવા મળશે (Malati Chahar Bigg Boss 19)
- વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ તરીકે માલતી ચહર લઈ શકે છે એન્ટ્રી
- ભારતીય ક્રિકેટર દીપક ચહરની બહેન છે માલતી ચહર
- અભિનેત્રી , લેખિકા અને દિર્ગદર્શક છે માલતિ ચહર
Malati Chahar Bigg Boss 19 : અભિનેત્રી, લેખિકા અને દિગ્દર્શક માલતી ચહર ટૂંક સમયમાં જ રિયાલિટી શો 'બિગ બોસ 19'ના ઘરમાં પ્રવેશ કરી શકે છે. તેમના વાઇલ્ડકાર્ડ કન્ટેસ્ટન્ટ તરીકેના સમાચારે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવ્યો છે, કારણ કે માલતી કોઈ સામાન્ય સેલિબ્રિટી નથી, પરંતુ ભારતીય ક્રિકેટર દીપક ચહરની બહેન છે.
કોણ છે માલતી ચહર? (Malati Chahar Bigg Boss 19)
માલતી એક અભિનેત્રી, મોડેલ અને કન્ટેન્ટ ક્રિએટર છે, જેનું કનેક્શન ક્રિકેટર દીપક ચહર સાથે છે. તેમના પિતરાઈ ભાઈ રાહુલ ચહર પણ ભારતીય ક્રિકેટર છે.
પ્રારંભિક કારકિર્દી: માલતીએ પોતાની કારકિર્દીની શરૂઆત બ્યુટી પેજન્ટ્સથી કરી હતી. તેઓ ફેમિના મિસ ઈન્ડિયા 2014ની ફાઇનલિસ્ટ રહી ચૂક્યા છે અને ફેમિના મિસ ઈન્ડિયા દિલ્હી 2014માં મિસ ફોટોજેનિકનો ખિતાબ પણ જીત્યો હતો.
View this post on Instagram
ફિલ્મી સફર: માલતીએ 2018માં અનિલ શર્મા દ્વારા નિર્દેશિત બોલિવૂડ ફિલ્મ 'જીનિયસ'માં અભિનયની શરૂઆત કરી હતી, જેમાં તેમણે રૂબિનાનું પાત્ર ભજવ્યું હતું. આ ઉપરાંત, તેઓ 2022ની રોમેન્ટિક ડ્રામા ફિલ્મ 'ઇશ્ક પશમીના' માં પણ જોવા મળ્યા હતા.
પ્રોડક્શન: અભિનય ઉપરાંત, માલતીએ ફિલ્મ પ્રોડક્શન ક્ષેત્રે પણ પગ મૂક્યો છે અને શોર્ટ ફિલ્મોનું દિગ્દર્શન અને નિર્માણ કરી રહી છે.
સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઇંગ (Malati Chahar Bigg Boss 19)
માલતી ચહર સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને તેમના પ્રોફેશનલ પ્રોજેક્ટ્સ તેમજ વ્યક્તિગત જીવનની ઝલક નિયમિતપણે શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.
બિગ બોસમાં માલતીની એન્ટ્રીનો માહોલ
જોકે, માલતી ચહરે પોતે 'બિગ બોસ 19'માં તેમની સહભાગિતાના સમાચારો પર હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. જો તેમની એન્ટ્રી થાય છે, તો તેઓ શહનાઝ ગિલના ભાઈ શહબાઝ બાદશાહ પછીના બીજા વાઇલ્ડકાર્ડ કન્ટેસ્ટન્ટ બની શકે છે. હાલમાં, શોમાં અશ્નૂર કૌર, અભિષેક બજાજ, ગૌરવ ખન્ના, પ્રણીત મોરે, તાન્યા મિત્તલ, નીલમ ગિરી, બસીર અલી, કુનિકા સદાનંદ, ઝીશાન કાદરી, નેહલ ચુડાસમા, ફરહાના ભટ્ટ, અમાલ મલિક અને મૃદુલ તિવારી જેવા સ્પર્ધકો મોજૂદ છે. માલતી ચહરની એન્ટ્રીથી ઘરનું સમીકરણ બદલાઈ શકે છે.
આ પણ વાંચો : અક્ષય કુમારની દીકરી નિતારાને કોણે ન્યૂડ ફોટો મોકલવા કહ્યું? ચોંકાવનારો ખુલાસો


