Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સૌથી હિંસક ફિલ્મ 'માર્કો'એ દર્શકોના દિલ જીત્યા, ફેન્સની હિન્દીમાં શો વધારવાની માંગ

હિન્દી ફિલ્મ જગતમાં આ ફિલ્મે ફક્ત 'પુષ્પા 2'નો જ સામનો કરી પોતાનું સ્થાન નથી બનાવ્યું, પરંતુ બોલિવૂડની ક્રિસમસ રિલીઝ થયેલી 'બેબી જોન'ને પણ ટક્કર આપી છે.
સૌથી હિંસક ફિલ્મ  માર્કો એ દર્શકોના દિલ જીત્યા  ફેન્સની હિન્દીમાં શો વધારવાની માંગ
Advertisement
  • 'માર્કો'ને દર્શકોનો સારો પ્રતિસાદ
  • 'માર્કો' ભારતીય સિનેમાની સૌથી હિંસક ફિલ્મ
  • આ ફિલ્મ હવે 500 સ્ક્રીન પર ચાલી રહી છે
  • ફિલ્મે ભારતમાં રૂ. 43 કરોડથી વધુની કમાણી કરી

હિન્દી ફિલ્મ જગતમાં આ ફિલ્મે ફક્ત 'પુષ્પા 2'નો જ સામનો કરી પોતાનું સ્થાન નથી બનાવ્યું, પરંતુ બોલિવૂડની ક્રિસમસ રિલીઝ થયેલી 'બેબી જોન'ને પણ ટક્કર આપી છે. છેલ્લા 10 દિવસથી આવા પડકારોનો સામનો કરી રહેલી 'માર્કો'ને દર્શકોનો પ્રતિસાદ મળવા લાગ્યો છે અને હવે તે થિયેટરોમાં પોતાનો જાદુ બતાવી રહી છે.

મલયાલમ ઈન્ડસ્ટ્રીની છે આ ફિલ્મ

'પુષ્પા 2'ની સફળતા વચ્ચે જ્યારે વરુણ ધવનની બોલિવૂડ ફિલ્મ 'બેબી જોન' ખરાબ રીતે સંઘર્ષ કરી રહી છે, ત્યારે એક નવી હિન્દી ફિલ્મ થિયેટરોને આશ્ચર્યચકિત કરી રહી છે. રસપ્રદ વાત એ છે કે, આ ફિલ્મ સાઉથમાંથી તો આવી છે, પરંતુ હિન્દી બોક્સ ઓફિસ પર ધુમ મચાવી રહેલી છે તમિલ, તેલુગુ કે કન્નડ ઇન્ડસ્ટ્રીઝમાંથી નહીં. આ ફિલ્મ આવી છે કદમાં નાની ગણાતી મલયાલમ ઈન્ડસ્ટ્રીમાંથી, જેનુ નામ છે 'માર્કો'

Advertisement

ભારતીય સિનેમાની સૌથી હિંસક ફિલ્મ

મલયાલમ સ્ટાર ઉન્ની મુકુન્દન સ્ટારર 'માર્કો'ના પ્રમોશનમાં તેને ભારતીય સિનેમાની સૌથી હિંસક ફિલ્મ ગણાવવામાં આવી રહી છે. આશ્ચર્યજનક વાત એ છે કે 'માર્કો' 20મી ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે 'પુષ્પા 2'ને પડકારતા માત્ર હિન્દી ફિલ્મ માર્કેટમાં જ પોતાનું સ્થાન નથી બનાવ્યું, પરંતુ બોલિવૂડની ક્રિસમસ રિલીઝ થયેલી 'બેબી જોન' ને પણ ટક્કર આપી છે. છેલ્લા 10 દિવસથી આવા પડકારોનો સામનો કરી રહેલી 'માર્કો'ને દર્શકોનો સારો પ્રતિસાદ મળવા લાગ્યો છે અને હવે તે થિયેટરોમાં પોતાનો જાદુ બતાવી રહી છે.

Advertisement

આ પણ વાંચો : Rajamouli ની રૂ. 1000 કરોડની ફિલ્મનું શૂટિંગ થશે આ અલૌકીક ગુફામાં

'માર્કો' એ હિન્દી દર્શકોના દિલ જીત્યા

મલયાલમ ફિલ્મ જગતની ફિલ્મ 'માર્કો', જે તેના સુંદર કુદરતી દ્રશ્યો, માનવીય સંબંધો અને ઈન્ટેલિજન્ટ સિનેમા માટે લોકપ્રિય છે, તેને ભારતીય સિનેમાની સૌથી હિંસક ફિલ્મ તરીકે પ્રમોટ કરવામાં આવી રહી છે. મનોરમાના અહેવાલ મુજબ, એક દર્શકે કહ્યું, 'મારી બાજુમાં બેઠેલી મહિલાએ મારા ઉપર ઉલટી કરી દીધી. કારણ કે, તે સ્ક્રીન પર આવા હિંસક દ્રશ્યો સહન કરી શકતી ન હતી.' તમામ સમીક્ષાઓ અને અહેવાલો કહે છે કે, 'માર્કો'માં મારા મારી, ખુન ખરાબાનુ સ્તર ખુબ ઉંચુ છે.

ફેન્સની હિન્દીમાં શો વધારવાની માંગ

નિર્દેશક હનીફ અદેનીની આ ફિલ્મ 11 દિવસ પહેલા મલયાલમ અને હિન્દી વર્ઝનમાં રીલિઝ થઈ હતી. જ્યારે 'માર્કો' હિન્દીમાં થિયેટરોમાં રીલિઝ થઈ ત્યારે અલ્લુ અર્જુનની 'પુષ્પા 2' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી હતી. આવી સ્થિતિમાં, આ ફિલ્મને માત્ર 89 સ્ક્રીન્સની પસંદગીની સંખ્યામાં જ રિલીઝ કરવાની તક મળી. પહેલા દિવસે 'માર્કો'ના હિન્દી વર્ઝનનું નેટ હિન્દી કલેક્શન 1 લાખ રૂપિયા હતું. પરંતુ લોકો આ ફિલ્મથી એટલા પ્રભાવિત થઈ રહ્યા છે કે, ફેન્સ સોશિયલ મીડિયા પર તેના હિન્દીમાં શો વધારવાની સતત માંગ કરી રહ્યા છે.

2.4 કરોડથી વધુનું નેટ કલેક્શન

આ માંગની અસર એ છે કે, પહેલા દિવસે 89 સ્ક્રીન પર રિલીઝ થયેલી આ ફિલ્મ હવે 500 સ્ક્રીન પર ચાલી રહી છે. આ ફિલ્મ, જેણે પ્રથમ દિવસે રૂ. 1 લાખનું કલેક્શન કર્યું હતું, તેણે ગયા સપ્તાહના અંતે રૂ. 1.49 કરોડનું કુલ નેટ કલેક્શન કર્યું હતું, એટલે કે બોક્સ ઓફિસ પર તેના 8મા, 9મા અને 10મા દિવસ સહિત. મર્યાદિત સંખ્યામાં સ્ક્રીન પર રિલીઝ થયેલી અને પહેલા દિવસે 1 લાખ રૂપિયાની કમાણી કરનાર 'માર્કો'એ અત્યાર સુધીમાં હિન્દીમાં 2.4 કરોડ રૂપિયાથી વધુનું નેટ કલેક્શન કર્યું છે.

આ પણ વાંચો : 49 વર્ષની અભિનેત્રીએ 3 લગ્ન કર્યા છતાં એકલી રહેવાનો વારો આવ્યો

'પુષ્પા 2'ને પણ પાછળ છોડી દીધી

અલ્લુ અર્જુનની ફેન ફોલોઈંગ કેરળમાં ખૂબ જ મજબૂત છે. ચાહકો તેને ચેટ્ટા એટલે કે મોટો ભાઈ કહે છે. અર્જુનની ફિલ્મોનો રેકોર્ડ કેરળમાં એટલો જ મજબૂત છે જેટલો મલયાલમ સિનેમાના સ્ટાર્સનો છે, તેથી જ તેને 'મલ્લુ અર્જુન'નું હુલામણું નામ પણ આપવામાં આવ્યું છે. પરંતુ મલયાલમ સિનેમાના શ્રેષ્ઠ કન્ટેન્ટ જોનારા મલયાલી પ્રેક્ષકોને પ્રભાવિત કરવા એ અન્ય ઉદ્યોગોની ફિલ્મો માટે એક મોટો પડકાર છે.

કેરળમાં 25 કરોડથી વધુનું ગ્રોસ કલેક્શન

'પુષ્પા 2'ને પણ મલયાલી દર્શકો તરફથી બહુ પ્રતિસાદ ન મળ્યો. અલ્લુ અર્જુનની ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર ફિલ્મ 26 દિવસ પછી કેરળમાં માત્ર 18 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કરવામાં સફળ રહી છે. જ્યારે આટલી મોટી ફિલ્મ પહેલા રિલીઝ થયેલી 'માર્કો'એ કેરળમાં 25 કરોડ રૂપિયાથી વધુનું ગ્રોસ કલેક્શન કર્યું છે. રૂ. 30 કરોડના બજેટ સાથે બનેલી આ ફિલ્મે ભારતમાં રૂ. 43 કરોડથી વધુની કમાણી કરી છે અને ટૂંક સમયમાં જ તેલુગુ અને તમિલમાં રિલીઝ થવા જઈ રહી છે.

ગયા વર્ષે, રણબીર કપૂરની બ્લોકબસ્ટર ફિલ્મ 'એનિમલ' એ સૌથી હિંસક ફિલ્મનો ટેગ મેળવવાનો દાવો કર્યો હતો. પરંતુ આ વર્ષની લક્ષ્ય સ્ટારર ફિલ્મ 'કિલ' એ તેને પાછળ છોડી દીધી છે અને હવે 'માર્કો' આ ટેગને પાત્ર છે. હવે જોવાનુ રહ્યુ કે, આગામી દિવસોમાં 'માર્કો' કેટલી સફળ રહે છે.

આ પણ વાંચો : Allu Arjun ની પુષ્પા 2 એ Dangal નો રેકોર્ડ તોડવા માટે છે તૈયાર...

Tags :
Advertisement

.

×