મૃણાલ ઠાકુર અને ધનુષનું ચાલી રહ્યું છે ચક્કર? બહેનોને ફોલો કરતાં અફવાઓ તેજ
- અભિનેત્રી મૃણાલ ઠાકર હાલ લવ લાઈફને ચર્ચામાં
- સુપરસ્ટાર ધનુષ સાથે ડેટિંગની ચર્ચાઓ તેજ
- મૃણાલે ધનુષની બહેનોને ઈન્સ્ટાગ્રામ પર કર્યા ફોલો
- બહેનોને ફોલો કરતા બંનેના સબંધોની ચર્ચા તેજ
મુંબઈ: બોલિવૂડ અને સાઉથની જાણીતી અભિનેત્રી મૃણાલ ઠાકુર આ દિવસોમાં તેની લવ લાઈફને કારણે ચર્ચામાં છે. સાઉથના સુપરસ્ટાર ધનુષ સાથેના તેના ડેટિંગની અફવાઓ જોરશોરથી ચાલી રહી છે.
તાજેતરમાં, મૃણાલ અને ધનુષને ઘણી વાર એકસાથે જોવામાં આવ્યા છે. મૃણાલની લેટેસ્ટ ફિલ્મ 'સન ઑફ સરદાર 2'ના ઇવેન્ટ્સ હોય કે તેની બર્થડે પાર્ટી, ધનુષ દરેક જગ્યાએ મૃણાલ સાથે જોવા મળ્યો હતો. ત્યારથી જ તેમના ડેટિંગની અફવાઓએ જોર પકડ્યું છે. હવે આ અફવાઓને વધુ હવા મળી છે કારણ કે મૃણાલે ધનુષની બહેનોને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું શરૂ કર્યું છે.
Dhanush and Mrunal Thakur are dating? pic.twitter.com/ItWYJdsm8a
— Aryan (@Pokeamole_) August 3, 2025
મૃણાલે ધનુષની બહેનોને ફોલો કરી:
બોલિવુડના એક સૂત્રએ ખુલાસો કર્યો છે કે બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. મૃણાલે તાજેતરમાં જ ધનુષની બંને મોટી બહેનો, ડૉ. કાર્તિકા કાર્તિક અને વિમલા ગીતાને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું શરૂ કર્યું છે. ધનુષની બહેનો પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને ધનુષ સાથે ફોટા શેર કરતી રહે છે. આ વાત સામે આવ્યા બાદ બંનેના સંબંધોની અફવાઓ વધુ ફેલાઈ છે.
સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ:
જ્યારથી આ અફવાઓ સામે આવી છે, ત્યારથી સોશિયલ મીડિયા પર મૃણાલ અને ધનુષના ફોટા પણ વાયરલ થઈ રહ્યા છે. જોકે, બંનેના સંબંધો અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે ધનુષ તેની બંને બહેનોની ખૂબ નજીક છે અને તે મહિનામાં બે-ત્રણ વાર તેમને મળવા પણ જાય છે.


