MS Dhoni new film: કેપ્ટન કૂલ હવે એક્શન સ્ટાર, આર. માધવન સાથે 'ધ ચેઝ' ફિલ્મમાં દેખાશે
- કેપ્ટન કૂલ હવે દેખાશે એક્શન ફિલ્મમાં (MS Dhoni new film)
- માધવન સાથે ફિલ્મમાં જોવા મળશે ધોની
- ચેઝ નામની ફિલ્મનું ટ્રીઝર કરાયુ રિલીઝ
- ટ્રીઝરમાં એક્શન મોડમાં જોવા મળી રહ્યો છે ધોની
- ફિલ્મમાં જોવા મળતા ધોની ફેન્સમાં ઉત્સાહનો માહોલ
MS Dhoni new film : મેદાન પર પોતાની શાંતિ અને અપ્રતિમ સમજણ માટે જાણીતા મહેન્દ્ર સિંહ ધોની હવે એક નવા જ અવતારમાં જોવા મળ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ધોનીએ પહેલીવાર એક્શનની દુનિયામાં પગ મૂક્યો છે. તેમનો આ નવો ફિલ્મી લુક જોઈને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગઈ છે, કારણ કે તેમની નવી ફિલ્મ 'ધ ચેઝ'નો ધમાકેદાર ટીઝર રિલીઝ થઈ ગયો છે. આ ફિલ્મને હાઈ-એનર્જી થ્રિલર બનાવવા માટે જાણીતા વાસન બાલાએ દિગ્દર્શન કર્યું છે, અને તેમાં અનુભવી અભિનેતા આર. માધવન પણ મુખ્ય ભૂમિકામાં છે.
જેમ જ આ ફિલ્મી પ્રોજેક્ટનો ટીઝર રિલીઝ થયો, ચાહકોમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. ક્રિકેટની દુનિયાના આ દિગ્ગજ ખેલાડી અને અનુભવી અભિનેતાની આ અનોખી જોડીએ સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી છે. ચાહકો આ કોલાબોરેશનથી ખૂબ જ ઉત્સાહિત છે અને ફિલ્મની વાર્તા વિશે વધુ જાણવા માટે આતુર છે.
View this post on Instagram
માધવન અને ધોની યુનિફોર્મમાં જોવા મળ્યા
ટીઝરમાં આ પ્રોજેક્ટની પહેલી ઝલક અત્યંત દમદાર રીતે રજૂ કરવામાં આવી છે. ટીઝરમાં ધોની અને માધવન બંને કોમ્બેટ-રેડી યુનિફોર્મમાં નજર આવે છે. તેમના ખભા પર સનગ્લાસ અને હથિયારો છે, જાણે બે ઓપરેટિવ્સ કોઈ હાઈ-સ્ટેક્સ મિશન પર નીકળ્યા હોય. સિનેમેટિક બેકડ્રોપની વચ્ચે શૂટ થયેલો આ ક્લિપ એક્શન, સસ્પેન્સ અને ટીમ સ્પિરિટનો અહેસાસ કરાવે છે, જોકે વાર્તા વિશે હજુ સુધી સંપૂર્ણ રીતે ખુલાસો થયો નથી.
ધોની ફેંસમાં ઉત્સાહનો માહોલ
આ પ્રોજેક્ટ ભલે ફીચર ફિલ્મ હોય, શોર્ટ ફિલ્મ હોય કે કોઈ ડિજિટલ ફિલ્મ, પરંતુ તેનું મુખ્ય કામ દર્શકોનું ધ્યાન ખેંચવાનું હતું, જેમાં તેને સંપૂર્ણ સફળતા મળી છે. અત્યાર સુધી એ પણ સ્પષ્ટ નથી કે આ કોઈ ફિલ્મ છે કે વેબ સિરીઝ, પરંતુ ટીઝર જોઈને લાગે છે કે ધોની IPL પછી આ જ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હશે. જોકે, તેમણે આ વિશે કોઈ માહિતી આપી ન હતી. હવે ટીઝર આવ્યા બાદ ચાહકોને ફિલ્મ ક્યારે રિલીઝ થશે તેની પણ ઉત્સુકતા છે, પરંતુ અત્યારે તેની કોઈ જાણકારી સામે આવી નથી. આ પ્રોજેક્ટથી સ્પષ્ટ થાય છે કે ધોની માત્ર ક્રિકેટના મેદાનમાં જ નહીં, પરંતુ એક્શનની દુનિયામાં પણ 'કેપ્ટન કૂલ' સાબિત થશે


