Mumbai : અભિષેક બચ્ચને જણાવી ઐશ્વર્યા રાયની સલાહ, નકારાત્મક બાબતો પર ધ્યાન કેન્દ્રિત ન કરો...
- બોલિવૂડનું અત્યંત ચર્ચાસ્પદ કપલ છે અભિષેક અને ઐશ્વર્યા રાય બચ્ચનનું
- તાજેતરમાં આ કપલ ફરીથી ચર્ચામાં આવ્યું છે
- અભિષેક બચ્ચને પત્ની Aishwarya Rai કેવી સલાહ આપે છે તેના વિશે જણાવ્યું છે
Mumbai : વર્ષ 2007માં અભિષેક બચ્ચન (Abhishek Bachchan) ના લગ્ન ઐશ્વર્યા રાય (Aishwarya Rai) સાથે થયા હતા. આ લગ્ન થયા ત્યારથી આ કપલ ચર્ચામાં રહ્યું છે. હવે ફરીથી આ કપલ વિશે ચર્ચાઓ થઈ રહી છે. તેનું કારણ અભિષેકે તાજેતરમાં આપેલો ઈન્ટરવ્યૂ છે. જેમાં તેણે જણાવ્યું છે કે તેની પત્ની ઐશ્વર્યા રાય તેને કેવી સલાહો આપે છે. અભિષેકે જણાવ્યું છે કે, ઐશ્વર્યા રાય તેને નકારાત્મક બાબતો પર ધ્યાન કેન્દ્રિત ન કરવાની સલાહ આપે છે. ઐશ્વર્યા રાયે અભિષેક બચ્ચનને સલાહ આપી છે કે, નકારાત્મકને બદલે સકારાત્મક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ મહત્વપૂર્ણ છે.
અભિષેક પત્નીની સલાહ જાહેર કરી
તાજેતરમાં અભિષેક બચ્ચને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. જેમાં તેણે પોતાના પિતા અમિતાભ બચ્ચન (Abhishek Bachchan) સાથેની સરખામણી, પત્ની ઐશ્વર્યા રાય સાથેના સંબંધો વિશે મોકળા મને વાત કરી હતી. પોતાની પત્ની વિશે વાત કરતા અભિષેકે ઐશ્વર્યા કેવી સલાહ આપે છે તે પણ જણાવ્યું હતું. નકારાત્મકતાનો સામનો કરવા અંગે પત્ની ઐશ્વર્યા રાય તરફથી મળેલી સલાહને યાદ કરતાં અભિષેક બચ્ચને જણાવ્યું કે, હું હજી પણ બધાને ખુશ કરવા માંગુ છું. હું હજી પણ બધી નકારાત્મક સમીક્ષાઓ અને નકારાત્મક બાબતો કહેનારા દરેક પર ધ્યાન આપું છું. દુઃખની વાત છે કે માનવ સ્વભાવ એવો છે કે આપણે સકારાત્મક કરતાં નકારાત્મક તરફ વધુ ધ્યાન આપીએ છીએ અને ઐશ્વર્યા હંમેશા કહેતી રહી છે - તમે નકારાત્મક તરફ કેમ ધ્યાન આપી રહ્યા છો? સકારાત્મક તરફ ધ્યાન આપો, તે વધુ મહત્વપૂર્ણ છે.'
આ પણ વાંચોઃ Movie Review : મચ અવેટેડ Jurassic World Rebirth માં છે જબરદસ્ત એક્શન અને ધાંસુ VFX
પિતા મહાનાયક સાથે સરખામણી
ફેન્સ બોલિવૂડ સ્ટાર્સના માત્ર ખૂબ વખાણ કરે છે તેવું નથી ફેન્સ તેમના ફેવરિટ સ્ટાર્સની ટીકા કરવામાં શરમાતા પણ નથી. આ હકીકતનો ભોગ અભિષેક બચ્ચનને અવારનવાર બનવું પડે છે. તેને ઘણીવાર અમિતાભ બચ્ચનના પુત્ર હોવાનો ગેરલાભ સહન કરવો પડે છે. ફેન્સ અને અભિષેકની આસપાસના કેટલાક લોકો ફિલ્મો સિવાય પણ દરેક તબક્કે તેના પિતા અમિતાભ બચ્ચન સાથે તેની સરખામણી કરે છે. અભિષેકને ફિલ્મો બાબતે થતી સરખામણીથી કોઈ પરેશાની નથી પરંતુ તેના અંગત જીવનમાં આ સરખામણી થતા તે દુઃખી થઈ જાય છે. આ નકારાત્મકતાને દૂર કરવા ઐશ્વર્યા તેને હકારાત્મક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપે છે.
આ પણ વાંચોઃ Samantha Ruth Prabhu છૂટાછેડા બાદ ફરીથી કરશે લગ્ન?આ ફેમસ ડિરેક્ટર સાથે અફેર


