Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mumbai : ફિલ્મીસ્તાન સ્ટુડિયો વેચાઈ ગયો, કમાલિસ્તાન અને RK બાદ માયાનગરીનો 3જો સ્ટુડિયો વેચાયો

કમાલિસ્તાન અને RK સ્ટુડિયો બાદ મુંબઈનો 3 જો સ્ટુડિયો ફિલ્મીસ્તાન (Filmistan) 183 કરોડ રુપિયામાં વેચાઈ ગયો છે. મુંબઈના અગ્રણી બિલ્ડર ગ્રૂપ આર્કેડ ડેવલોપર્સ (Arcade Developers) એ શશધર મુખર્જી (Shashadhar Mukherjee) દ્વારા સ્થાપિત ફિલ્મીસ્તાન સ્ટુડિયો ખરીદી લીધો છે. વાંચો વિગતવાર.
mumbai   ફિલ્મીસ્તાન સ્ટુડિયો વેચાઈ ગયો  કમાલિસ્તાન અને rk બાદ માયાનગરીનો 3જો સ્ટુડિયો વેચાયો
Advertisement
  • માયાનગરીનો Filmistan સ્ટુડિયો વેચાઈ ગયો
  • આર્કેડ ડેવલોપર્સે 183 કરોડ રુપિયામાં સોદો કર્યો
  • Kamalistan અને RK બાદ 3 જો સ્ટુડિયો વેચાયો

Mumbai : માયાનગરી મુંબઈનો વધુ એક સ્ટુડિયો વેચાઈ ગયો છે. શશધર મુખર્જી (Shashadhar Mukherjee) એ શરુ કરેલ ફિલ્મીસ્તાન સ્ટુડિયો મુંબઈના અગ્રણી બિલ્ડર ગ્રૂપ આર્કેડ ડેવલોપર્સે કુલ રુપિયા 183 કરોડમાં ખરીદી લીધો છે. મુંબઈના મોટા સ્ટુડિયો પૈકી કમાલિસ્તાન (Kamalistan) અને RK સ્ટુડિયો બાદ વધુ એક અગ્રણી સ્ટુડિયો ફિલ્મીસ્તાન વેચાઈ ગયો છે. હવે આ 5 એકરમાં ફેલાયેલ સ્ટુડિયોમાં આર્કેડ ડેવલોપર્સ વૈભવી એપાર્ટમેન્ટની સ્કીમ શરુ કરવાના છે. જો કે વર્ષ 1940ના દાયકાથી લઈને 2025 સુધી અનેક ફિલ્મોના શૂટિંગ જેમાં થયા છે તે ફિલ્મીસ્તાન વેચાતા સ્ટુડિયો સાથે સંકળાયેલા અનેક લોકોને શોક જરુર લાગ્યો છે.

ફિલ્મીસ્તાન સ્ટુડિયો વિષયક

બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ કાજોલ (Kajol) અને રાની મુખર્જી (Rani Mukharjee) ના વડવા એવા શશધર મુખર્જીએ ફિલ્મીસ્તાનની સ્થાપના 1943માં કરી હતી. જો કે શશધર મુખર્જીને તે સમયના સુપરસ્ટાર અશોક કુમારે આ સ્ટુડિયોની સ્થાપનામાં બહુ મદદ કરી હતી. અશોક કુમારનું આ સ્ટુડિયોની સ્થાપનામાં ઈનવોલમેન્ટ એટલું બધું હતું કે શશધર મુખર્જી અશોક કુમારને ઓફ ધી રેકોર્ડ આ સ્ટુડિયોના પાર્ટનર જ ગણતા હતા. અશોક કુમારે બોમ્બે ટોકીઝ છોડ્યા બાદ ફિલ્મીસ્તાન સ્ટુડિયોના નિર્માણમાં બહુ રસ લીધો હતો. શશધર મુખર્જી, અશોક કુમાર સિવાય ફિલ્મીસ્તાનને તે સમયે શરુ કરીને સફળ બનાવવામાં જ્ઞાન મુખર્જી અને બહાદુર ચુન્નીલાલનો સિંહફાળો રહ્યો હતો. એવું કહેવાય છે કે તેની સ્થાપના માટે હૈદરાબાદના તત્કાલીન નિઝામ સ્માન અલી ખાન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું. તોલારામ જાલાને 1950 ના દાયકાના અંતમાં શશધર મુખર્જી અને અશોક કુમાર પાસેથી ફિલ્મીસ્તાન સ્ટુડિયો ખરીદી લીધો હતો.

Advertisement

5 એકરમાં 7 શૂટિંગ ફ્લોર

મુંબઈના ફિલ્મીસ્તાનને કોઈ ઓળખાણની જરુર નથી. આ અનેક ફિલ્મોની જન્મભૂમિ અને અનેક માંધાતા કલાકાર-કસ્બીઓની કર્મભૂમિ રહી છે. 1940ના દાયકામાં સૌથી અદ્યતન અને વિશાળ ગણાતા સ્ટુડિયો તરીકે ફિલ્મીસ્તાન છવાઈ ગયો હતો. 5 એકરમાં ફેલાયેલ આ સ્ટુડિયોમાં ફિલ્મ નિર્માણ માટે જરુરી દરેક લોકેશન, દરેક સર્વિસીઝ અવાઈલેબલ હોવાથી ફિલ્મ નિર્માતા માટેનો મનપસંદ સ્ટુડિયો બન્યો હતો. ફિલ્મીસ્તાનમાં અનેક મંદિર, તળાવ, પહાડ, સ્મશાન, જેલ, બગીચો, ઈમારતો, રેલવે સ્ટેશન, પુલ, હાઈવે, નાના રસ્તા, જંગલ........જેવા યાદી પૂરી જ ન થાય તેવા સ્થળો છે. મોટાભાગની ફિલ્મોમાં જોવા મળતું મંદિર પણ અહીંનું એક બેસ્ટ ટૂરિસ્ટ એટ્રેકશન છે. 1940ના દાયકામાં આ સ્ટુડિયોમાં ફિલ્મોનું શૂટિંગ શરુ થયું હતું જે સીલસીલો વર્ષ 2025 સુધી ચાલ્યો હતો. આ કારણે જ ફિલ્મીસ્તાન સ્ટુડિયો ભારતીય સિનેમાનો એક મહત્વનો હિસ્સો બની ગયો હતો.

Advertisement

આ પણ વાંચોઃ KBC : 'કોન બનેગા કરોડપતિ ?' એ 25 વર્ષ પૂર્ણ કર્યા, અમિતાભ બચ્ચને લખી ભાવૂક પોસ્ટ

મહત્વની ફિલ્મો

બોલિવૂડની મોટાભાગની અગ્રણી ફિલ્મોના નિર્માણમાં ફિલ્મીસ્તાનની મુખ્ય અને મહત્વની ભૂમિકા રહી છે. જેની યાદી અહીં સમય અને વિસ્તારની મર્યાદાને લીધે રજૂ કરવી શક્ય નથી. જો કે કેટલીક ફિલ્મોના ઉલ્લેખ વિના ફિલ્મીસ્તાન વિષયક લેખ અધૂરો ગણાય. તેથી જ ફિલ્મીસ્તાનના માનમાં અહીં કેટલીક ફિલ્મોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સ્ટુડિયોમાં ફિલ્મ 'તુમસા નહીં દેખા' અને 'જાગૃતિ'નું શૂટિંગ થયું હતું, જેને શ્રેષ્ઠ ફિલ્મનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. 'શહીદ' (1948), 'શબનમ' (1949), 'સરગમ' (1950), 'અનારકલી' (1953) અને 'નાગિન' (1954), 'મુનિમજી' (1955), અને 'પેઈંગ ગેસ્ટ' (1957) જેવી હિટ ફિલ્મો અહીં બની હતી. 1964 માં નીતિન બોઝ દ્વારા દિગ્દર્શિત 'દૂજ કા ચાંદ' ફિલ્મીસ્તાન સ્ટુડિયોએ બનાવેલ છેલ્લી ફિલ્મોમાંની એક મહત્વની ફિલ્મ હતી. જોકે ત્યારબાદ તેના પરિસરમાં શૂટિંગ ચાલુ રહ્યું હતું. વર્ષ 2010-2011 તો ફિલ્મીસ્તાન માટે ખાસ રહ્યા હતા. 2011માં રિલીઝ થયેલ શાહરૂખ ખાન (SRK) ની 'રા...વન' અને સલમાન ખાન (Salman Khan) ની 'બોડીગાર્ડ' જેવી 2 અગ્રણી ફિલ્મોના શૂટિંગ અહીં ધમધોકાર ચાલી રહ્યા હતા. તે વર્ષે ફિલ્મીસ્તાન બોલિવૂડનું ધડકતું હૃદય બની ચૂક્યો હતો. ફિલ્મો સિવાય 'ઝલક દિખલા જા' જેવા ફેમસ શોના શૂટિંગ પણ અહીં થયા છે.

આ પણ વાંચોઃ Ramayana Movie : રણબીર કપૂરની ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ થાય તે પહેલા ફોટોઝ થયા લીક

Tags :
Advertisement

.

×