સલમાન ખાનને ધમકી આપનાર શખ્સની મુંબઈ પોલીસે કરી ધરપકડ, વાંચો આ અહેવાલ
- સલમાન ખાનને ધમકી મોકલવાના કેસમાં આરોપીની ધરપકડ
- મુંબઈ ટ્રાફિક પોલીસને Whatsapp હેલ્પલાઈન પર આવ્યો હતો મેસેજ
- મુંબઈ ટ્રાફિક પોલીસને તે જ મોબાઈલ ફોન નંબર પરથી "ક્ષમાયાચના" સંદેશ મળ્યો
Salman Khan : મુંબઈ પોલીસે બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા સલમાન ખાનને ધમકીભર્યો મેસેજ મોકલવાના કેસમાં મહત્વની કાર્યવાહી કરતાં જમશેદપુર (Jamshedpur) માંથી એક શખ્સની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ શેખ હુસૈન શેખ મૌસીન (24) તરીકે થઈ છે, જે શાકભાજી વિક્રેતા (Vegetable seller) હતો.
સલમાન પાસે માંગી 5 કરોડ રૂપિયાની ખંડણી
ગયા અઠવાડિયે, મુંબઈ ટ્રાફિક પોલીસને Whatsapp હેલ્પલાઈન પર એક મેસેજ મળ્યો હતો, જેમાં 5 કરોડ રૂપિયાની ખંડણીની માંગણી સાથે સલમાન ખાનને ધમકી આપવામાં આવી હતી. આ ઘટનાની ગંભીરતા જોઈ, મુંબઈ પોલીસે તરત જ આ મામલે તપાસ શરૂ કરી અને આરોપી સુધી પહોંચી ગઇ. હવે, વર્લી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીને ઝારખંડની કોર્ટમાં રજૂ કરીને ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવાશે. રિમાન્ડ પછી તેને વધુ તપાસ માટે મુંબઈ લાવવામાં આવશે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે પોલીસે ઝારખંડનો નંબર ટ્રેસ કર્યો અને આરોપીઓને પકડવા માટે ટીમો મોકલવામાં આવી. તેમણે કહ્યું કે બીજી ટીમને પણ ગુવાહાટી મોકલવામાં આવી છે. અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે, પોલીસે મેસેજ મોકલનારને શોધવા માટે તપાસ શરૂ કરી હતી, પરંતુ મુંબઈ ટ્રાફિક પોલીસને તે જ મોબાઈલ ફોન નંબર પરથી "ક્ષમાયાચના" સંદેશ મળ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે આ ભૂલથી થયું હતું.
Mumbai's Worli Police arrested a man from Jamshedpur who had threatened actor Salman Khan in the name of Lawrence Bishnoi and demanded a ransom of Rs 5 crore. After Mumbai Traffic Police received a threatening message, Police registered a case against an unknown person and…
— ANI (@ANI) October 23, 2024
મુંબઈ પોલીસે કરી ધરપકડ
મુંબઈ પોલીસે કહ્યું, "જમશેદપુરમાં સ્થાનિક પોલીસની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી અને ધમકીભર્યો સંદેશ મોકલનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. હવે તેને મુંબઈ લાવવામાં આવશે." નોંધનીય છે કે અભિનેતા સલમાન ખાનને અગાઉ લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ગેંગના શંકાસ્પદ સભ્યોએ આ વર્ષે એપ્રિલમાં સલમાન ખાનના બાંદ્રા સ્થિત ઘરની બહાર ગોળીબાર કર્યો હતો. થોડા મહિના પહેલા નવી મુંબઈ પોલીસે બિશ્નોઈ ગેંગ દ્વારા ખાનની હત્યાના કાવતરાનો પર્દાફાશ કર્યો હતો, ત્યારબાદ અભિનેતાની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
આ પણ વાંચો: Salman khan: ધમકીઓ વચ્ચે સલમાન ખાને કેમ શરૂ કર્યું ફિલ્મનું શૂટિંગ


