Javed Akhtar એ સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા મુદ્દે ટ્રોલરને શા માટે તતડાવ્યો ? જાણો સમગ્ર મામલો
- સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા મુદ્દે Javed Akhtar એ ટ્રોલરને તતડાવ્યો
- Javed Akhtar ની પોસ્ટ પર અયોગ્ય કોમેન્ટ કરી હતી
- જાવેદ અખ્તરે આ ટ્રોલરની હરકતનો જડબાતોડ જવાબ આપ્યો હતો
- તારી ઓકાતમાં રહે, તારા દાદા અને પિતા અંગ્રેજોના જૂતા ચાટતા હતા - Javed Akhtar
Mumbai : સ્વાતંત્ર્ય દિવસ (Independence Day) ની શુભેચ્છા પાઠવવી અને દેશના શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવી તે દરેક ભારતીયોનો હક અને અધિકાર છે. બોલિવૂડના મશહૂર શાયર, લેખક, વિચારક એવા (Javed Akhtar) એ સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવી હતી. જાવેદ અખ્તરે X પર એક પોસ્ટ કરીને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી જેના પર એક યુઝરે અયોગ્ય કોમેન્ટ કરી દીધી હતી. આ કોમેન્ટના રિપ્લાયમાં જાવેદ અખ્તરે ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો હતો.
શું છે સમગ્ર મામલો ?
ભારતના 79મા સ્વતંત્રતા દિવસ પર જાવેદ અખ્તરે X પર એક પોસ્ટ શેર કરી. તેમણે લખ્યું કે, 'મારા બધા ભારતીય બહેનો અને ભાઈઓને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ. ભૂલશો નહીં કે આ સ્વતંત્રતા આપણને થાળીમાં પીરસવામાં આવી ન હતી. આજે આપણે તેમને યાદ કરીને સલામ કરવી જોઈએ જેઓ જેલમાં ગયા અને આપણને સ્વતંત્રતા આપવા માટે ફાંસી પર ચઢ્યા. ચાલો આપણે આ કિંમતી ભેટ ક્યારેય ગુમાવીએ નહીં.' એક ટ્રોલરે જાવેદ અખ્તરની આ પોસ્ટ પર કોમેન્ટ કરી કે, જાવેદ અખ્તરે 14 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ ઉજવવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, ભારત 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ ઉજવે છે, જ્યારે પાકિસ્તાન 14 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ ઉજવે છે. જાવેદ અખ્તરે આ ટ્રોલરની હરકતનો જડબાતોડ જવાબ આપ્યો હતો.
જાવેદ અખ્તરનો જડબાતોડ જવાબ
ટ્રોલરની આ અયોગ્ય કોમેન્ટ પર કોઈપણ ડર વિના જાવેદ અખ્તરે તેને રીતસરનો તતડાવ્યો હતો. તેમણે ટ્રોલરને જવાબ આપતા લખ્યું કે, બેટા જ્યારે તારા દાદા અને પિતા અંગ્રેજોના જૂતા ચાટી રહ્યા હતા, ત્યારે મારા વડીલો દેશની સ્વતંત્રતા માટે કાલાપાનીની જેલમાં મરી રહ્યા હતા. તારી ઓકાતમાં રહે.
Javed Akhtar Gujarat First-16-08-2025-
આ પણ વાંચોઃ Heavy Rain in Mumbai : મુશળધાર વરસાદથી મુંબઈના અનેક વિસ્તારો પાણી-પાણી, Red Alert જાહેર
સ્વાતંત્ર્ય સેનાની હતા જાવેદ અખ્તરના પરદાદા
જાવેદ અખ્તરના પરદાદા, ફઝલ-એ-હક ખૈરાબાદી (1797-1861) એક પ્રખ્યાત ભારતીય ઈસ્લામિક વિદ્વાન, કવિ અને સ્વાતંત્ર્ય સેનાની હતા. જેમણે બ્રિટિશ શાસનનો વિરોધ કર્યો હતો અને 1857ના વિપ્લવને ટેકો આપ્યો હતો. જેથી અંગ્રેજોએ તેમને આંદામાન ટાપુઓમાં કાલાપાનીની સજા આપી દેશનિકાલ કર્યા હતા. જ્યાં તેમનું અવસાન થયું હતું. તેમના દાદા મુઝ્તાર ખૈરાબાદી અને પિતા જાન નિસાર અખ્તર પણ પ્રખ્યાત કવિ હતા.
આ પણ વાંચોઃ Border 2 નો પહેલો લુક! જાણો ક્યારે રિલીઝ થશે Sunny Deol ની ફિલ્મ