ફાઈનલી! 'સર્કિટ'નો ખુલાસો: મુન્ના ભાઈ 3 ની સ્ક્રિપ્ટ પર રાજુ હિરાણી કરી રહ્યા છે ગંભીરતાથી કામ
- મુન્ના ભાઈ 3' પાક્કી! સર્કિટ (અરશદ વારસી) નો મોટો ખુલાસો (Munna Bhai 3 Update)
- અરશદ વારસીએ 'મુન્ના ભાઈ 3' વિશે ચાહકોને આપ્યું અપડેટ
- રાજકુમાર હિરાણી હવે સ્ક્રિપ્ટ પર ગંભીરતાથી કરી રહ્યા છે કામ
- અરશદના મતે, આ ફિલ્મ અગાઉના ભાગો કરતાં વધુ સારી બનશે
- સંજય દત્ત અને અરશદ વારસીની ફેમસ જોડી પાછી ફરશે
Munna Bhai 3 Update : રાજકુમાર હિરાણીએ દર્શકોને 'મુન્ના ભાઈ' ફ્રેન્ચાઇઝી (Munna Bhai Franchise) જેવી યાદગાર ફિલ્મો આપી છે. આ સિરીઝ આજે પણ હિન્દી સિનેમાની સૌથી યાદગાર અને પ્રિય સિરીઝમાંથી એક ગણાય છે. 'મુન્ના ભાઈ એમ.બી.બી.એસ.' અને 'લગે રહો મુન્ના ભાઈ'એ માત્ર મનોરંજન જ નથી પૂરું પાડ્યું, પરંતુ તેના સામાજિક સંદેશ અને ભાવનાત્મક વાર્તા દ્વારા લોકોના હૃદયમાં ઊંડી છાપ છોડી છે. સંજય દત્ત (Sanjay Dutt) અને અરશદ વારસી (Arshad Warsi) ની જોડી આજે પણ બોલિવૂડની સૌથી પસંદગીની ઓન-સ્ક્રીન મિત્રતા માનવામાં આવે છે. હવે આ ફિલ્મના ત્રીજા ભાગ 'મુન્ના ભાઈ 3' (Munna Bhai 3) ને લઈને એક મોટું અપડેટ આવ્યું છે.
#ArshadWarsi confirms *Munna Bhai 3* is finally in the works! 🙌
Says “it should happen now” — Rajkumar Hirani has multiple scripts ready, & both he & Sanjay Dutt are keen to return.No official date yet, but the iconic *Munna–Circuit* duo might reunite soon! 💥❤️#MunnaBhai3 pic.twitter.com/x6fdTJtd3N
— Movie_Reviews (@MovieReview_Hub) October 24, 2025
અરશદ વારસી અને સંજય દત્તનું બોન્ડિંગ – Sanjay Dutt Arshad Warsi Bonding
એક ઈન્ટરવ્યૂમાં અરશદ વારસીએ સંજય દત્ત સાથેના પોતાના અનુભવો શેર કર્યા. તેમણે કહ્યું, "સંજય એક શાનદાર અભિનેતા છે, તેની કળા અદ્ભુત છે. તેની સાથે કામ કરવાની હંમેશા મજા આવે છે." હસતાં હસતાં અરશદે આગળ જણાવ્યું, "હું સ્ક્રિપ્ટ યાદ રાખવામાં થોડો નબળો છું, પણ સંજૂ ભાઈ માટે મારે આખી વાર્તા યાદ રાખવી પડતી હતી. તેઓ રોજ પૂછતા હતા, 'ભાઈ આજે શું કરી રહ્યા છીએ?' અને હું તેમને જણાવતો - આજે આ સીન કરીશું, ગઈકાલે આ કર્યો હતો અને તેના પહેલાંનો સીન આ હતો. પછી તેઓ કહેતા, 'શું યાર!' પણ સાચું કહું તો આ પળો ખૂબ જ ખાસ હતી. સ્ક્રીન પર જે જાદુ દેખાયો, તે અમારા બોન્ડિંગ (Munna Bhai Circuit Bonding) નું પરિણામ હતું."
રાજકુમાર હિરાણી સ્ક્રિપ્ટ પર ગંભીર – Rajkumar Hirani New Script
લાંબા સમયથી 'મુન્ના ભાઈ 3' ને લઈને ચાહકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. આ અંગે અરશદ વારસીએ સ્પષ્ટ કર્યું કે, "પહેલા તો આ ફિલ્મ નહોતી બની રહી, પરંતુ હવે રાજુ (Rajkumar Hirani) આના પર ગંભીરતાથી કામ કરી રહ્યા છે. તેઓ ખૂબ મહેનત કરી રહ્યા છે, અને લાગે છે કે હવે ફિલ્મ ચોક્કસપણે બનશે. ચાહકોએ આ ફિલ્મની આતુરતાથી રાહ જોવી જોઈએ, કારણ કે તે અગાઉની ફિલ્મો કરતાં પણ વધારે સારી (Munna Bhai 3 Better Script) બનવા જઈ રહી છે."
મુન્ના ભાઈ ફ્રેન્ચાઇઝીનું મહત્ત્વ – Munna Bhai Franchise Magic
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે મુંબઈમાં 'સ્ક્રીન'ના લૉન્ચ દરમિયાન રાજકુમાર હિરાણીએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી કે તેઓ 'મુન્ના ભાઈ 3'ની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું, "સૌથી મહત્ત્વની વાત એ છે કે નવો ભાગ અગાઉની ફિલ્મો કરતાં સારો હોવો જોઈએ. હવે મારી પાસે એક ખાસ આઇડિયા (Rajkumar Hirani New Idea) છે જેના પર હું કામ કરી રહ્યો છું." અરશદનો છેલ્લો પ્રોજેક્ટ 'ભગવત ચેપ્ટર વન: રાક્ષસ' હતો, જેમાં તેમની સાથે જિતેન્દ્ર કુમાર જોવા મળ્યા હતા. હવે દર્શકો તે દિવસની રાહ જોઈ રહ્યા છે, જ્યારે મુન્ના અને સર્કિટ ફરી એકવાર મોટા પડદા પર તેમની જાદુઈ કેમેસ્ટ્રી બતાવશે.
આ પણ વાંચો : 'વ્હાલમ આવો ને' ફેમ મ્યુઝિક કમ્પોઝર સચિન સંઘવીની ધરપકડ, લગ્નની લાલચે જાતીય સતામણીનો આરોપ


