Instagram પર શરૂ થઈ લવ સ્ટોરી: નાગા ચૈતન્યએ શોભિતાની મુલાકાતનું રહસ્ય ખોલ્યું
- નાગા ચૈતન્ય ફરી એકવાર અંગત જીવનને લઈને ચર્ચામાં (Naga Chaitanya Sobhita Dhulipala)
- શોભિતા સાથે કેવી રીતે થઈ મુલાકાત તે અંગે રહસ્ય ખોલ્યુ
- ઈન્સ્ટાગ્રામની એક પોસ્ટને કારણે બંને વચ્ચે થઈ મુલાકાત
Naga Chaitanya Sobhita Dhulipala : સાઉથના લોકપ્રિય અભિનેતા નાગા ચૈતન્ય ફરી એકવાર તેમની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. પૂર્વ પત્ની સામંથા રૂથ પ્રભુથી છૂટાછેડા લીધા બાદ, નાગા ચૈતન્યએ અભિનેત્રી શોભિતા ધુલિપાલા સાથે લગ્ન કર્યા હતા. ચાહકોમાં આ કપલની પહેલી મુલાકાત ક્યાં થઈ હતી, તે જાણવાની ઉત્સુકતા હતી. હવે ખુદ નાગા ચૈતન્યએ આ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો છે.
હાલમાં જ નાગા ચૈતન્યએ જગપતિ બાબુના ZEE5 ટૉક શો 'જયમ્મુ નિશ્ચયમુ રા'માં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે શોભિતા સાથેની તેમની લવ સ્ટોરી વિશે વાત કરી.
નાગા ચૈતન્યએ જણાવ્યું કે, "અમે ઇન્સ્ટાગ્રામ પર મળ્યા હતા. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું મારા જીવનસાથીને ત્યાં મળીશ." તેમણે વધુમાં કહ્યું કે, એક દિવસ મેં 'શોયુ' (Shoyu) વિશે એક પોસ્ટ શેર કરી હતી. શોભિતાએ તે પોસ્ટ પર માત્ર એક ઇમોજી સાથે રિએક્શન આપ્યું. આ પછી અમે ચેટિંગ શરૂ કર્યું, અને જલ્દી જ અમે મળ્યા."
View this post on Instagram
ગુસ્સે થઈ હતી શોભિતા? (Naga Chaitanya Sobhita Dhulipala)
નાગા ચૈતન્યએ એક રસપ્રદ કિસ્સો પણ શેર કર્યો. તેમણે જણાવ્યું કે શોભિતા એકવાર તેના પર 'બુઝી થલ્લી' ગીતને કારણે નારાજ થઈ ગઈ હતી. નાગાએ શોભિતાને આ નિક નેમ આપ્યું હતું. શોભિતાને લાગ્યું કે નાગાએ ફિલ્મના ડાયરેક્ટરને કહીને આ નિક નેમનો ઉપયોગ ફિલ્મમાં કરાવ્યો છે. આ ગેરસમજને કારણે શોભિતાએ થોડા દિવસો સુધી નાગા સાથે વાત પણ કરી નહોતી.
લગ્ન અને અંગત જીવન (Naga Chaitanya Sobhita Dhulipala)
નાગા ચૈતન્ય અને શોભિતા ધુલિપાલાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટુડિયોમાં લગ્ન કર્યા હતા. નોંધનીય છે કે નાગા ચૈતન્ય અગાઉ 2017માં અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ સાથે લગ્નબદ્ધ હતા, પરંતુ 2021માં બંનેએ પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈને પોતપોતાના રસ્તા અલગ કર્યા હતા.
વર્કફ્રન્ટ
નાગા ચૈતન્યના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તેમને છેલ્લે ફિલ્મ 'થંડેલ'માં જોવામાં આવ્યા હતા, જે ક્રિટિક્સ દ્વારા સારો આવકાર મેળવ્યો હતો. બીજી તરફ, શોભિતા ધુલિપાલા છેલ્લે ફિલ્મ 'લવ સિતારા'માં જોવા મળી હતી. બંને હવે તેમના લગ્નજીવન અને કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. નાગા ચૈતન્યએ પોતાની લવ સ્ટોરી જાહેર કરીને ચાહકોની લાંબા સમયની ઉત્સુકતાનો અંત લાવી દીધો છે.
આ પણ વાંચો : Bharti Singh: કોમેડી ક્વીન ફરી બનશે માતા! ગોલાએ આ રીતે આપી Good News


