Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Nandita Das-ફિલ્મ માટે માથું મુંડાવીને આવી ચર્ચામાં

Nandita Das –બૉલીવુડ ઈન્ડસ્ટ્રીના શ્રેષ્ઠ કલાકારોમાંની એક.નંદિતાના નામે ઘણી શાનદાર ફિલ્મો છે. કલાકાર હોવાની સાથે નંદિતા ઊત્તમ દિગ્દર્શક પણ છે. નંદિતા ખાસ કરીને 'ફાયર', 'અર્થ' અને 'બવન્ડર' જેવી ફિલ્મો માટે જાણીતી છે. દિગ્દર્શક તરીકે નંદિતાએ 'ફિરાક' જેવી ઉત્તમ ફિલ્મ આપી...
nandita das ફિલ્મ માટે માથું મુંડાવીને આવી ચર્ચામાં
Advertisement

Nandita Das –બૉલીવુડ ઈન્ડસ્ટ્રીના શ્રેષ્ઠ કલાકારોમાંની એક.નંદિતાના નામે ઘણી શાનદાર ફિલ્મો છે. કલાકાર હોવાની સાથે નંદિતા ઊત્તમ દિગ્દર્શક પણ છે. નંદિતા ખાસ કરીને 'ફાયર', 'અર્થ' અને 'બવન્ડર' જેવી ફિલ્મો માટે જાણીતી છે.

દિગ્દર્શક તરીકે નંદિતાએ 'ફિરાક' જેવી ઉત્તમ ફિલ્મ આપી છે. નંદિતાની આ ફિલ્મે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ જીત્યા હતા. ઇન્ટરનેશનલ વુમન્સ ફોરમના હોલ ઓફ ફેમમાં સામેલ થનારી નંદિતા પ્રથમ ભારતીય છે.

Advertisement

આ પહેલા નંદિતા દાસને આમિર ખાનની ફિલ્મ 'લગાન' માટે લીડ રોલમાં લેવામાં આવી રહી હતી. પણ પછી કંઈક એવું થયું કે ગ્રેસી સિંહને આ રોલ મળ્યો. રાકેશ ઓમપ્રકાશ મહેરાએ પણ પોતાની ફિલ્મ 'અક્સ'માં નંદિતાને કાસ્ટ કરી હતી. પરંતુ બાદમાં નંદિતાએ પોતે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી.

Advertisement

ફિલ્મ માટે મુંડન પણ કરાવ્યું 

આ અંગે નંદિતાએ કહ્યું હતું કે નિર્માતાઓએ તેના રોલને અગાઉ કહ્યું હતું એમ ન રાખ્યો. શરતો અનુસાર તેને ફિલ્મમાં રોલ નાનો કરી દેવામાં આવેલ. Nandita Das-ફિલ્મ બહુચર્ચિત ફિલ્મ 'વોટર' માટે માથું મુંડાવીને ચર્ચામાં આવેલી. અક્ષય કુમાર, નંદિતા અને શબાના આઝમીને પહેલા કાસ્ટ કરવામાં આવ્યા હતા. ફિલ્મની સ્ક્રિપ્ટ મુજબ ત્રણેયએ પોતાના વાળ પણ મુંડાવ્યા હતા.પરંતુ પાછળથી કંઈક એવું બન્યું કે ફિલ્મની આખી સ્ટારકાસ્ટ બદલાઈ ગઈ.

લિપ-લોક સીન આપી વિવાદમાં 

1998માં દીપા મહેતાએ નંદિતા દાસ અને શબાના આઝમી સાથે ફિલ્મ 'ફાયર' બનાવી હતી. આ ફિલ્મમાં નંદિતાએ શબાના આઝમી સાથે લિપ-લોક સીન આપ્યો હતો. જે બાદ દર્શકોએ નંદિતાની ખૂબ ટીકા કરી હતી.

આ સિવાય નંદિતા આમિર ખાનની ફિલ્મ 'અર્થ 1947'માં હતી. એક સીનમાં તે આમીરની સામે રાહુલ ખન્ના સાથે ઈન્ટીમેટ સીન આપે છે. નંદિતા દાસે બે વાર લગ્ન કર્યા છે. તેમના પ્રથમ લગ્ન 2002માં સૌમ્યા સેન સાથે થયા હતા. પરંતુ પરસ્પર ઝઘડાને કારણે નંદિતાએ સૌમ્યાને 2009માં છૂટાછેડા આપી દીધા હતા.

આ પછી નંદિતાએ 2010માં સુબોધ મસ્કરા સાથે લગ્ન કર્યા. હવે બંનેને એક પુત્ર વિહાન પણ છે.

આ પણ વાંચો- REEL ની ઘેલછાએ INSTAGRAM ની આ TRAVEL VLOGGER નો લીધો જીવ 

Tags :
Advertisement

.

×