Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મનોરંજનની દુનિયામાંથી આવ્યા એક ખરાબ સમાચાર, ગુજરાતી કલાકારનું 65 વર્ષની વયે નિધન

મનોરંજનની દુનિયામાંથી એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. લોકપ્રિય ટીવી અભિનેત્રી કેતકી દવેના પતિ રસિક દવેનું થયું છે. તેઓ 65 વર્ષના હતા. તેમણે શુક્રવારે મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. મળી રહેલી માહિતી અનુસાર, કિડની ફેલ થવાના કારણે તેમનું મૃત્યુ થયું છે. રસિક દવે લગભગ 2 વર્ષથી ડાયાલિસિસ પર હતા અને અઠવાડિયામાં લગભગ 3 વખત તેમને હોસ્પિટલમાં જવું પડતું હતું. કહેવામાં આવી ર
મનોરંજનની દુનિયામાંથી આવ્યા એક ખરાબ સમાચાર  ગુજરાતી કલાકારનું 65 વર્ષની વયે નિધન
Advertisement
મનોરંજનની દુનિયામાંથી એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. લોકપ્રિય ટીવી અભિનેત્રી કેતકી દવેના પતિ રસિક દવેનું થયું છે. તેઓ 65 વર્ષના હતા. તેમણે શુક્રવારે મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. મળી રહેલી માહિતી અનુસાર, કિડની ફેલ થવાના કારણે તેમનું મૃત્યુ થયું છે. 
રસિક દવે લગભગ 2 વર્ષથી ડાયાલિસિસ પર હતા અને અઠવાડિયામાં લગભગ 3 વખત તેમને હોસ્પિટલમાં જવું પડતું હતું. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ છેલ્લા 15 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. તેમની કિડનીની બીમારીમાં સતત વધારો થઇ રહ્યો હતો અને છેલ્લા એક મહિનાથી તેમને ખૂબ જ પીડા થઈ રહી હતી. રસિકે અનેક ગુજરાતી નાટકો-ફિલ્મો અને ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. વળી, તેમની પત્ની કેતકીએ ક્યૂંકી સાસ ભી કભી બહુ થી સહિત ઘણી ટીવી સિરિયલો સાથે ફિલ્મોમાં કામ કર્યું છે. કેતકી-રસિકને 2 બાળકો છે. મહત્વનું છે કે, રસિકે તેમની કારકિર્દીની શરૂઆત 1982માં ગુજરાતી ફિલ્મ પુત્રવધુથી કરી હતી. આ પછી તેમણે ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં કામ કર્યું. રસિક અને કેતકીએ પોતાની ગુજરાતી થિયેટર કંપની શરૂ કરી અને 2006માં નચ બલિયેમાં પણ ભાગ લીધો હતો.
આ સિવાય તેમણે CID, સંસ્કાર ધરોહર અપનો કી, મહાભારત, એક મહેલ હો સપનો કા જેવી ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું. એ જ રીતે, જો આપણે તેમની પત્ની કેતકી દવે વિશે વાત કરીએ, તો તે એક જાણીતી ટીવી અને ફિલ્મ અભિનેત્રી છે. તેણે અદાલત, ક્યૂંકી સાસ ભી કભી બહુ થી, સંજીવની, કોમેડી સર્કસ, આહટ, પવિત્ર રિશ્તા, તમન્નાહ, ટીવી બીવીબ જેવી સિરિયલોમાં કામ કર્યું છે. વળી, તે ઘણી બોલિવૂડ ફિલ્મોમાં પણ જોવા મળી છે. તેણે ફલક, કસમ, દિલ, હોગી પ્યાર કી જીત, મન, આમદની અઠ્ઠની ખરચા રૂપિયા, કિતને દૂર કિતને પાસ, કલ હો ના હો, પરવાના, આઈ હેટ લવ સ્ટોરીઝ, સનમ રે જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
Tags :
Advertisement

.

×