ગુરુદ્વારા પહોંચેલા નીતા અંબાણીનો નો મેકઅપ લુક ચર્ચામાં, યૂઝર્સે કહ્યું, પૈસાથી સુંદરતા ન મળે!
- નીતા અંબાણીનો નો-મેકઅપ ચર્ચામાં (Nita Ambani no makeup look)
- નીતા અંબાણી કેઝ્યુલ લૂકમાં જોવા મળ્યા
- માથા પર ગુલાબી દુપટ્ટો ઓઢ્યો હતો
- નો-મેકઅપ લૂકમાં જોવા મળતા થઈ ટ્રોલ
- નીતા અંબાણીએ દિલ્હીમાં આવેલ ગુરુદ્વારા પહોચ્યા હતા
Nita Ambani no makeup look : ભારતના સૌથી ધનિક પરિવારના સભ્ય, નીતા અંબાણી તેમના ભવ્ય અને મોંઘા ફેશન સેન્સ માટે જાણીતા છે. કોઈપણ બિઝનેસ મીટિંગ, વિદેશી ઇવેન્ટ, કે પછી ઘરના કોઈ ફંક્શનમાં પણ તેમનો લુક હંમેશા ચર્ચાનો વિષય બનતો હોય છે. પરંતુ હાલમાં તેમના જે ફોટા વાયરલ થઈ રહ્યા છે, તેણે બધાને ચોંકાવી દીધા છે.
આ પણ વાંચો : વૃદાંવન પહોંચેલા બાદશાહે પ્રેમાનંદ મહારાજને શું પ્રશ્ન કર્યો? જૂઓ VIDEOમાં
નીતા અંબાણી દિલ્હીના બાંગ્લા સાહેબ ગુરુદ્વારાની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન તેઓ જીન્સ અને ટીશર્ટ જેવા સાવ કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યા હતા. ધાર્મિક સ્થળના નિયમો અનુસાર, તેમણે માથા પર ગુલાબી દુપટ્ટો પણ ઓઢ્યો હતો. ખાસ વાત એ છે કે તેમણે બિલકુલ મેકઅપ કર્યો ન હતો.
View this post on Instagram
સાદા લુક માટે થયા ટ્રોલ (Nita Ambani no makeup look)
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોમાં નીતા અંબાણી મેકઅપ વિના થોડા વૃદ્ધ દેખાઈ રહ્યા છે. આ જોઈને યુઝર્સ તેમને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સે કટાક્ષ કરતા કહ્યું કે, "નીતા અંબાણી પૈસાથી બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદી શકે છે, સુંદરતા નહીં." જ્યારે બીજા કેટલાક લોકોએ તેમના ફેશન સેન્સ પર સવાલ ઉઠાવતા કહ્યું, "તે લાખોની સાડીઓ ક્યાં ગઈ જ્યારે સાચો આરામ તો આ જ કપડાંમાં મળે છે."
સાડી અને ઘરેણાંના શોખીન
નીતા અંબાણી સાડીઓ અને ઘરેણાંના ખૂબ જ શોખીન છે. તેમના કલેક્શનમાં દેશ-વિદેશના અનોખા હીરા અને રત્નોનો સમાવેશ થાય છે. તાજેતરમાં જ તેમણે પોતાના ઘર 'એન્ટિલિયા'માં ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરી હતી, જે ખૂબ જ ચર્ચામાં રહી હતી. તેમનો કેઝ્યુઅલ લુક ભલે લોકોને પસંદ ન આવ્યો હોય, પરંતુ ગુરુદ્વારામાં તેમની સાદગીભરી મુલાકાતને ઘણા લોકોએ સકારાત્મક રીતે પણ જોઈ છે. જેની લોકો કમેન્ટ કરી રહ્યા છે.
આ પણ વાંચો : Priya Marathe death : પ્રખ્યાત ટીવી અભિનેત્રી પ્રિયા મરાઠેનું નિધન, 38 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ


