World Earth Day 2025 : જાણો એવા બોલીવૂડ સ્ટાર વિશે જેમનો પ્રકૃતિ પ્રેમ છે પ્રેરણાદાયી
- World Earth Day 2025 પર જાણો એવા બોલીવૂડ સ્ટાર જેઓ કરી રહ્યા છે પર્યાવરણનું જતન
- Dharmendra પ્રકૃતિ પ્રેમને કારણે દાયકાઓથી મુંબઈની ચમક દમકથી દૂર લોનાવાલાના ફાર્મ હાઉસમાં રહે છે
- Nana Patekar પણ ધર્મેન્દ્રની જેમ પ્રકૃતિના ખોળામાં રહે છે
- Jakckie Shroff નેશનલ પ્લેટફોર્મ પરથી અવાર નવાર છોડ વાવવાની અપીલ કરી ચૂક્યો છે
- Juhi Chavla યુગાન્ડામાં મોટા પાયે વૃક્ષારોપણ અને પર્યાવરણ સંવર્ધન કરી રહી છે
Mumbai : વર્લ્ડ અર્થ ડે 2025 પર અનેક પર્યાવરણ અને પ્રકૃતિના સંરક્ષણના અભિયાનો હાથ ધરાયા છે. પૃથ્વીને માત્ર ગ્રહ માનવાને બદલે આપણું ઘર માનીને તેનું જતન કરવાથી આપણને તો ઠીક પણ આપણી આવનારી પેઢીને ખૂબ લાભ થશે. આવનારી પેઢી માટે અત્યારથી જ પ્રકૃતિ અને પર્યાવરણનું જતન કરતા કેટલાક બોલીવૂડ સ્ટાર વિશે અમે આપને જણાવીશું. જેમાં જેકી શ્રોફ, નાના પાટેકર, ધર્મેન્દ્ર, પંકજ ત્રિપાઠી અને જૂહી ચાવલા વગેરેનો સમાવેશ થાય છે.
ધર્મેન્દ્ર
બોલીવૂડ હોય કે હોલીવૂડ દર્શકો પર તેમના લોકપ્રિય સ્ટારની ખૂબજ ઊંડી છાપ પડતી હોય છે. બોલીવૂડના હીમેન ગણાતા Dharmendra વર્ષો નહિ પરંતુ દાયકાઓથી મુંબઈની ચમક દમકથી દૂર લોનાવાલાના ફાર્મ હાઉસમાં રહે છે. તેઓ રેર કેસમાં મુંબઈ આવે છે બાકી તે દાયકાઓથી લોનાવાલા ફાર્મ હાઉસમાં પ્રકૃતિના ખોળે જીવન જીવે છે. તેમની આ પ્રકૃતિના ખોળે રહેવાની જે છાપ છે તેનું અનુકરણ તેમના અનેક ફેન્સ કરે છે. તેમની આ લાઈફ સ્ટાઈલને લીધે પંજાબમાં ફાર્મ હાઉસની સંખ્યા કુદકેને ભુસકે વધી રહી છે. Dharmendra ખેડૂત પુત્ર છે. તેઓ ખેતી અને પશુપાલન સાથે સક્રિયતાથી સંકળાયેલા છે. તેમની આ લાઈફ સ્ટાઈલને માત્ર તેમના ફેન્સ જ નહિ પરંતુ દેશના અનેક સેલીબ્રીટી પણ ફોલો કરે છે. સલમાન ખાન (Salman Khan) અને સુનિલ શેટ્ટી (Suniel Shetty) એ પણ ધર્મેન્દ્રથી પ્રભાવિત થઈને ફાર્મ હાઉસ વસાવ્યા છે.
જેકી શ્રોફ
બોલીવૂડનો સૌથી પહેલો ટોમબોય એટલે જેકી શ્રોફ (Jakckie Shroff). ગલીના નાકે ઊભા રહેતા છોકરડા જેવી તેની ઈમેજ છે. તેને આવી જિંદગી જીવી પણ છે. તે દરેક બાબત પ્રત્યે બહુ બેફિકરાઈથી વર્તે છે. જો કે પ્રકૃતિની જાળવણી માટે Jakckie Shroff ના પ્રયત્નો કાબિલે દાદ છે. પર્યવારણની જાળવણી અને છોડનું વાવેતર કરવા માટે તે બીલકુલ બેફિકર નથી. Jakckie Shroff અવારનવાર દર્શકોને છોડ વાવવા માટે અપીલ કરતો જોવા મળે છે. દર્શકો જ નહિ પરંતુ Jakckie Shroff મહાનુભાવોને પણ છોડ વાવવાની રીક્વેસ્ટ કરતો જોવા મળે છે. નેશનલ પ્લેટફોર્મ જેવા કે ધી કપિલ શર્મા શો (the Kapil Sharma Show) અને મુકેશ ખન્ના (Mukesh Khanna) ના પોડકાસ્ટમાં પણ જેકી શ્રોફ છોડ વાવીને પર્યાવરણ બચાવવાની અપીલ કરી ચૂક્યો છે.
આ પણ વાંચોઃ Phule film controversy : અનુરાગ કશ્યપે નમતું જોખ્યું, બ્રાહ્મણોની માંગી માફી
નાના પાટેકર
મુંબઈની ચમક દમકથી દૂર Nana Patekar પૂણના ખડક વાસલા પાસે એક ફાર્મ હાઉસમાં પોતાનું જીવન વીતાવે છે. પ્રકૃતિના ખોળે જીવતા Nana Patekar ખૂબજ ખુશખુશાલ જણાય છે. તેમણે પ્રકૃતિની વચ્ચે રહેવું બહુ પસંદ છે. તેઓ અનિલ કપૂર (Anil Kapoor), અમિતાભ બચ્ચન (Aitabh Bachchan) જેવા સ્ટાર્સને પોતાના ફાર્મ હાઉસનું આમંત્રણ આપતા કહે છે કે, તમારા ઘરને દિવાલો છે મારા ઘરને દિવાલોને બદલે પર્વતો છે. Nana Patekar ધરતીને બચાવવા માટે નામ ફાઉન્ડેશન (NAAM Foundation) પણ ચલાવે છે. આ ફાઉન્ડેશન દ્વારા નહેર અને તળાવોની રચના કરવામાં આવે છે. આ ઉપરાંત જરૂરિયાતમંદોને આર્થિક રીતે પગભર પણ બનાવવામાં આવે છે. મહારાષ્ટ્રના ખેડૂતો માટે આ ફાઉન્ડેશન રાત દિવસ મહેનત કરી રહ્યું છે. Nana Patekar પણ ધરતની બચાવવા માટે દર્શકોને વારંવાર અપીલ કરતા જોવા મળે છે.
જુહી ચાવલા
વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે બોલીવૂડની વિખ્યાત અભિનેત્રી Juhi Chavla ને યાદ કરવી જ પડે. તેણી મોટાપાયે વૃક્ષારોપણ કરી રહી છે. માત્ર ભારત જ નહિ પરંતુ યુગાન્ડામાં પણ તેણી ખૂબ મોટાપાયે વૃક્ષારોપણ કરી રહી છે. યુગાન્ડામાં Juhi Chavla પ્રકૃતિનું સંરક્ષણ કરે છે તેનું મુખ્ય કારણ એ છે કે તેના પતિનો બિઝનેસ યુગાન્ડામાં વ્યાપેલો છે. Juhi Chavla નું માનવું છે કે, હું પ્રકૃતિ અને પર્યવારણનું જતન મારા અને મારા બાળકો માટે કરી રહી છું. જો આપણી આવનારી પેઢીઓ જીવવા માંગતી હોય, તો આપણે અત્યારથી આ કામ કરવું પડશે. જ્યારે મારી પુત્રી જ્હાન્વી (Jhanvi Chavala) ની વર્ષગાંઠ પર મેં 1000 છોડ વાવ્યા હતા. અમારી કંપનીએ વાંસના બ્રશ અને સ્પીકર્સ જેવા ઉત્પાદનો લોન્ચ કર્યા છે. જે 100 % ઓર્ગેનિક છે. Karan Johar ના જન્મદિવસ પર મેં તેને 500 છોડ ભેટમાં આપ્યા હતા. મેં મુંબઈમાં મારા ઘરમાં એરેકા પામ, તુલસી, એલોવેરા જેવા છોડ વાવ્યા છે. મેં મારા ઘરમાંથી પર્યાવરણને હાનિકારક એવા પ્લાસ્ટિકને હંમેશા માટે અલવિદા કહી દીધું છે.
આ પણ વાંચોઃ સુપરસ્ટાર મહેશ બાબુને EDનું તેડું! મની લોન્ડરિંગ કેસમાં થશે પૂછપરછ


