Operation Sindoor : પેન ઈન્ડિયા સેલેબ્સે આપી પ્રતિક્રિયા, ભારતીય સેનાની કરી પ્રશંસા
- Operation Sindoor ને સેલેબ્સે વધાવી લીધું છે
- Operation Sindoor પર વિવિધ સેલેબ્સે આપી પ્રતિક્રિયા
- બોલિવૂડ ઉપરાંત સાઉથ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સે ભારતીય સેનાની કરી પ્રશંસા
Operation Sindoor : ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. જેમાં 26 આતંકવાદીઓનો સફાયો થઈ ગયો છે. ભારતે આ સમગ્ર કાર્યવાહીને Operation Sindoor નામ આપ્યું છે. Operation Sindoor પર બોલિવૂડ સેલેબ્સની પ્રતિક્રિયા સામે આવી છે. અનેક સ્ટાર્સે ભારતીય સેનાની બહાદૂરી અને પરાક્રમની પ્રશંસા કરી છે. અનેક સ્ટાર્સે જય હિંદ લખીને ભારતીય સરકાર અને સેનાના આ Operation Sindoor ને વધાવી લીધું છે.
રજનીકાંત (Rajinikanth)
માત્ર ભારત જ નહિ પરંતુ સમગ્ર એશિયાના સુપર ડુપર Rajinikanth એ X પર એક પોસ્ટ કરીને લખ્યું કે, લડવૈયાઓની લડાઈ શરૂ થઈ ગઈ છે. મિશન પૂર્ણ ન થાય ત્યાં સુધી રોકાશો નહીં. આખો દેશ તમારી સાથે છે. Rajinikanth એ પીએમઓ ઈન્ડિયાને પણ ટેગ કરી છે. છેલ્લે રજનીકાંતે જય હિંદ લખીને પોતાની દેશભક્તિ રજૂ કરી છે.
અલ્લુ અર્જુન (Allu Arjun)
સાઉથ ઈન્ડિયા જ નહિ પરંતુ પેન ઈન્ડિયા સ્ટાર બનેલા સુપરસ્ટાર Allu Arjun એ X પર પોસ્ટ કરીને લખ્યું કે, 'ન્યાય થયો, જય હિંદ'. પુષ્પારાજે પોતાની પોસ્ટમાં ઓપરેશન સિંદૂરનું પોસ્ટર પણ શેર કર્યુ છે.
કંગના રણૌત (Kangana Ranaut)
બોલિવૂડ ખ્યાતનામ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડીની સાંસદ Kangana Ranaut એ પણ સોશિયલ મીડિયા પર ઓપરેશન સિંદૂર વિષયક પોસ્ટ શેર કરી છે. કંગનાએ લખ્યું કે, ભગવાન તેમની રક્ષા કરે છે જેઓ આપણું રક્ષણ કરે છે. હું આપણી સેનાની સલામતી અને સફળતાની કામના કરું છું.
આ પણ વાંચોઃ Pahalgam Terror Attack : પાકિસ્તાન એક્ટ્રેસ બુશરા અંસારીએ જાવેદ અખ્તરની જાહેરમાં કરી ટીકા
અદનાન સામી (Adnan Sami)
મૂળ પાકિસ્તાની પણ ભારતમાં વસી ગયેલા જાણીતા ગાયક Adnan Sami એ પણ 'જય હિંદ' લખીને ટ્વિટ કર્યું છે. સાઉથ ઈન્ડિયા સ્ટાર જુનિયર એનટીઆરે એક ટ્વિટમાં લખ્યું છે કે, હું 'Operation Sindoor' માટે આપણી ભારતીય સેનાની સલામતી અને શક્તિ માટે પ્રાર્થના કરું છું. જય હિંદ.
મેગા સ્ટારકાસ્ટ
દક્ષિણના સુપરસ્ટાર ચિરંજીવી (Chiranjeevi) એ સેનાના Operation Sindoor ની સફળતા પર સોશિયલ મીડિયા પર 'જય હિંદ' લખ્યું છે. રિતેશ દેશમુખે લખ્યું છે, 'જય હિંદ આર્મી, ભારત માતા કી જય'. દક્ષિણ અભિનેત્રી કાજલ અગ્રવાલે લખ્યું છે, 'ભારત માતા કી જય'. અનુપમ ખેર પણ લખે છે, 'ભારત માતા કી જય'. Paresh Raval, મધુર ભંડારકર, તાપસી પન્નુ (Tapasi Pannu), એમટીવી રોડીઝ ફેમ રણવિજય સિંહા, નિમ્રત કૌર, વિનીત કુમાર સિંહ, અક્ષય કુમાર, વિવેક રંજન અગ્નિહોત્રી, સોનુ સૂદ સહિત ઘણા સ્ટાર્સે સેનાના Operation Sindoor ને સલામી આપી છે.
આ પણ વાંચોઃ Operation Sindoor : ભારતીય ક્રિકેટર્સે સેનાને કર્યું સલામ! જાણો શું આપી પ્રતિક્રિયા