ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Operation Sindoor : કાશ્મીરની સ્થિતિ પર ફિલ્મો બનાવવા બોલિવૂડમાં હરિફાઈ, થોકબંધ ટાઈટલ્સ રજિસ્ટર્ડ થયા

Bollywood હોય કે Hollywood વર્તમાન પરિસ્થિતિઓને કચકડે કંડારીને ફિલ્મો બનાવવા માટે પ્રખ્યાત છે. અત્યારે કાશ્મીર (Kashmir) માં જે સ્થિતિ છે તેના પર ફિલ્મો બનાવવા માટે બોલિવૂડમાં રીતસરની હરિફાઈ જામી છે. વાંચો વિગતવાર.
06:00 PM May 07, 2025 IST | Hardik Prajapati
Bollywood હોય કે Hollywood વર્તમાન પરિસ્થિતિઓને કચકડે કંડારીને ફિલ્મો બનાવવા માટે પ્રખ્યાત છે. અત્યારે કાશ્મીર (Kashmir) માં જે સ્થિતિ છે તેના પર ફિલ્મો બનાવવા માટે બોલિવૂડમાં રીતસરની હરિફાઈ જામી છે. વાંચો વિગતવાર.
Bollywood war films Gujarat First

Operation Sindoor : કાશ્મીરમાં વકરેલા આતંકવાદ અને તેને નાથવા માટે કરવામાં આવતા વળતા હુમલા પર બોલિવૂડને ફિલ્મો બનાવવી છે. બોલિવૂડમાં Pahalgam Terror Attack અને Operation Sindoor પર અનેક ફિલ્મો બનશે. જેમાંથી કેટલીક ફિલ્મોનું મેકિંગ પણ શરુ થઈ ગયું છે. અત્યારે બોલિવૂડના ખ્યાતનામ પ્રોડ્યુસર્સ અને મેકર્સ આતંકવાદ સબ્જેક્ટ ધરાવતી ફિલ્મોના ટાઈટલ રજિસ્ટર કરાવવા માટે દોડધામ કરી રહ્યા છે.

અડધો ડઝન ટાઈટલ રજિસ્ટર્ડ

ભારતીય સિનેમામાં હંમેશા ઈમોશનલ વોર ફિલ્મોએ કાઠું કાઢ્યું છે. જેમાં બોર્ડર, ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક, શેરશાહ, લક્ષ્ય વગેરે ફિલ્મો જાણીતી છે. હવે, કાશ્મીરમાં તાજેતરમાં થયેલા Pahalgam Terror Attack અને Operation Sindoor પર ફિલ્મ બનાવવાની હરિફાઈ જોવા મળી રહી છે. છેલ્લા 15 દિવસમાં આ અંગે ઓછામાં ઓછા અડધો ડઝન ટાઈટલ રજિસ્ટર્ડ થયા છે. ભારતીય સેનાએ બુધવારે પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ પર Operation Sindoor થી બદલો લીધો છે ત્યારે ફિલ્મ નિર્માતાઓ આ વિષય આધારિત ફિલ્મ બનાવવા આતૂર થયા છે. તેથી જ બોલિવૂડ એક્સપર્ટના મતે આગામી દિવસોમાં Pahalgam Terror Attack અને Operation Sindoor ની પૃષ્ઠભૂમિ ધરાવતી ફિલ્મોના ટાઈટલ રજિસ્ટર કરાવવા માટે હોડ જામશે.

Pahalgam Attack ટાઈટલ છે રજિસ્ટર્ડ

Pahalgam Terror Attack પર ફિલ્મ બનાવવા માંગતા નિર્માતાએ Pahalgam Attack ટાઈટલ રજિસ્ટર કર્યુ છે. આ ટાઈટલ ટી-સિરીઝ (T-Series) અને ઝી સ્ટુડિયો (Zee Studios) દ્વારા રજિસ્ટર કરવામાં આવ્યું છે. જો કે આમાંથી કોઈપણ શીર્ષક પર ફિલ્મો બનાવવાનું કામ હજુ શરૂ થયું નથી. આતંકવાદી હુમલા પછી, કાશ્મીરમાં ફિલ્મોનું શૂટિંગ પણ સ્થગિત કરી દેવામાં આવ્યું છે. સરકાર અને ફિલ્મ ઉદ્યોગ બંને દ્વારા ફરીથી શૂટિંગ શરુ કરવામાં આવે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે..

આ પણ વાંચોઃ  Operation Sindoor : પેન ઈન્ડિયા સેલેબ્સે આપી પ્રતિક્રિયા, ભારતીય સેનાની કરી પ્રશંસા

પુલવામા બાદ 23 ટાઈટલ નોંધાયા હતા

ઈન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ એસોસિએશન (IMPA)માં પુલવામા એટેક અને ગલવાન ખીણમાં ઘટેલ ઘટના બાદ આતંકવાદી પૃષ્ઠભૂમિ ધરાવતા અંદાજિત 23 ટાઈટલ નોંધાયા હતા. સફળ ફિલ્મ 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક' ના મેકર્સે જે તે સમયે 'એર સ્ટ્રાઈક' અને 'હાઉઝ ધ જોશ' જેવા અનેક ટાઈટલ પણ નોંધાવ્યા હતા. જ્યારે T-Series એ 'પુલવામા' જેવા લગભગ 7 ટાઈટલ નોંધાવ્યા હતા. જો કે બોલિવૂડના ઈતિહાસ પર નજર કરવામાં આવે તો જેટલા ટાઈટલનું IMPA માં રજિસ્ટ્રેશન થાય છે તેના કરતા બહુ ઓછી સંખ્યામાં ફિલ્મો રિલીઝ સુધી પહોંચે છે.

સલમાન ખાન અને અજય દેવગન બંને બનાવશે વોર ફિલ્મ

'સિકંદર'ની ઘોર નિષ્ફળતા બાદ સલમાન ખાન એક હિટ સ્ક્રિપ્ટને શોધી રહ્યો છે. સલમાન ખાનની આગામી ફિલ્મ ગલવાન વેલી પર આધારિત હોઈ શકે છે. વર્ષ 2020માં અજય દેવગને લદ્દાખના ગલવાનમાં ચીની સૈનિકો દ્વારા ભારતીય સૈનિકો પર થયેલા હુમલા પર ફિલ્મ બનાવવાની પ્રક્રિયા પણ શરૂ કરી હતી પરંતુ હાલમાં એ સ્પષ્ટ નથી કે અજય દેવગન તેમાં અભિનેતા તરીકે કામ કરશે કે નહીં. હવે જ્યારે સલમાન ખાન પણ ગલવાન વિવાદ પર એક ફિલ્મ તૈયાર કરી રહ્યો છે, ત્યારે બંને દિગ્ગજો તરફથી સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચોઃ  Pahalgam Terror Attack : પાકિસ્તાન એક્ટ્રેસ બુશરા અંસારીએ જાવેદ અખ્તરની જાહેરમાં કરી ટીકા

Tags :
#Galwan ValleyAJAY DEVGANBollywood films on terrorismBollywood war filmsGujarat FirstGUJARAT FIRST NEWSKashmir terrorismKashmir-based moviesOperation Sindoorpahalgam attackpahalgam terror attacksalman khanT-SeriesTitles registrationZee Studios
Next Article