Orry birthday post પર આશ્ચર્યજનક ખુલાસો: Gay હોવું મજેદાર હતું, પણ હવે....
- ઓરીનો સોશિયલ મીડિયા પર આશ્ચર્યજનક ખુલાસો (Orry Birthday Post)
- 30માં બર્થ ડે પર ઈન્સ્ટાગ્રામ પર કર્યો ખુલાસો
- ગે હોવુ મજેદાર હતુ, હવે લગ્નનો સમય!
- ઈન્સ્ટાગ્રામ પરની પોસ્ટ પર લોકો મજેદાર કમેન્ટ કરી
Orry birthday post: સોશિયલ મીડિયા પર તેની અનોખી શૈલી અને સેલિબ્રિટીઝ સાથેના 'સિગ્નેચર પોઝ' માટે જાણીતો ઓરહાન અવત્રામણિ, જે ઓરી તરીકે પ્રખ્યાત છે, ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. તાજેતરમાં જ, તેણે પોતાનો 30મો જન્મદિવસ ઉજવ્યો અને આ અવસર પર એક પોસ્ટ શેર કરીને આખા ઇન્ટરનેટને ચોંકાવી દીધું. આ પોસ્ટમાં તેણે પોતાના જીવનનો એક મોટો ખુલાસો કર્યો છે, જેના પછી તેના ચાહકો અને મિત્રો તરફથી અનેક પ્રકારના પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે.
વાયરલ પોસ્ટમાં કયો ખુલાસો થયો?
ઓરીએ તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વિડિયો ક્લિપ શેર કરતા એક મજેદાર કેપ્શન લખ્યું છે. તેણે કહ્યું, "બધાનો આભાર. ગે હોવું ખૂબ મજેદાર રહ્યું, પણ હવે હું 30 વર્ષનો થઈ ગયો છું અને હવે પત્ની અને બાળકોનો સમય આવી ગયો છે." આ ઉપરાંત, તેણે એક અન્ય કેપ્શનમાં લોકોને વિનંતી કરતા લખ્યું, "કોઈ સારો સંબંધ મોકલો." આ પોસ્ટના બેકગ્રાઉન્ડમાં શાહરૂખ ખાનની ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ'નું રોમેન્ટિક ગીત વાગી રહ્યું હતું, જે તેની વાતને વધુ રમુજી બનાવે છે. આ પહેલીવાર છે જ્યારે ઓરીએ જાહેરમાં પોતાના સમલૈંગિક (ગે) હોવાની વાત સ્વીકારી છે, કારણ કે તેના અગાઉના ઘણા ઇન્ટરવ્યૂમાં તે પોતાને 'સ્ટ્રેટ' ગણાવતો હતો. તેના આ ખુલાસાને કારણે લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે અને પોસ્ટ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ ગઈ છે.
View this post on Instagram
સેલિબ્રિટીઝ અને ફોલોઅર્સના મજેદાર રિએક્શન્સ (Orry Birthday Post)
ઓરીની આ પોસ્ટ પછી તેના ફોલોઅર્સ અને મિત્રોએ પણ મજેદાર કમેન્ટ્સનો વરસાદ વરસાવ્યો છે. એક યુઝરે રમૂજમાં પૂછ્યું, "આનો શું અર્થ છે, શું તારા લગ્ન ઉર્વશી રૌતેલા સાથે નથી થયા?" જેના જવાબમાં ઓરીએ ઉર્વશીને ટેગ કરીને લખ્યું, "Let's Go." આ કમેન્ટ્સને જોઈને લાગે છે કે ઓરીની રમૂજી પોસ્ટને લોકોએ પણ તે જ અંદાજમાં લીધી છે. બીજી તરફ, અભિનેત્રી ભૂમિ પેડનેકરે પણ આ પોસ્ટ પર કમેન્ટ કરતા લખ્યું કે, "મારી પાસે એક પરફેક્ટ મેચ છે." અન્ય ઘણા યુઝર્સે ઓરીને સ્વયંવર યોજવાની સલાહ પણ આપી. ઓરીના મિત્રો અને ચાહકો તેને જુદા જુદા પ્રકારની સલાહ અને શુભેચ્છા આપી રહ્યા છે, જે દર્શાવે છે કે સોશિયલ મીડિયા પર તેની લોકપ્રિયતા કેટલી વધારે છે.
બિગબોસ 17માં વાઈલ્ડ કાર્ડ તરીકે લીધો હતો ભાગ
ઉલ્લેખનીય છે કે, ઓરીએ 'બિગ બોસ 17'માં વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે પણ ભાગ લીધો હતો, જ્યાં તેણે સલમાન ખાન સાથે સ્ટેજ શેર કરીને ઘણી મજાક-મસ્તી કરી હતી. તેની અનોખી ઓળખ અને સેલિબ્રિટીઓ સાથેની મિત્રતાને કારણે તે હંમેશા ચર્ચામાં રહે છે. આ નવો ખુલાસો તેના વ્યક્તિત્વમાં વધુ એક રસપ્રદ પાસું ઉમેરે છે, અને દર્શાવે છે કે તે પોતાની વાતને કયા અનોખા અંદાજમાં રજૂ કરી શકે છે.
આ પણ વાંચો: Haseen Jahan Video: ગળામાં 'અલ્લાહ'નું લોકેટ અને 'હનુમાન ચાલીસા'નો પાઠ, હસીન જ્હાં પર ભડક્યા લોકો


