Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અલ્લુ અર્જુનના ઘરની બહાર ઓસ્માનિયા યુનિવર્સિટીના લોકોએ કરી તોડફોડ, 8ની અટકાયત

JAC નેતાઓની માંગ છે કે, અલ્લુ અર્જુન મહિલાના પરિવારને 1 કરોડ રૂપિયાની સહાય કરે અને પરિવારને શક્ય તમામ મદદ કરે.
અલ્લુ અર્જુનના ઘરની બહાર ઓસ્માનિયા યુનિવર્સિટીના લોકોએ કરી તોડફોડ  8ની અટકાયત
Advertisement
  • અલ્લુ અર્જુનના ઘરની બહાર ઓસ્માનિયા યુનિવર્સિટીના લોકોએ કરી તોડફોડ
  • મહિલાના પરિવારને 1 કરોડ રૂપિયાની સહાયની માંગ
  • પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને જેએસીના નેતાઓને કસ્ટડીમાં લીધા
  • અભિનેતાએ ચાહકોને કરી હતી અપીલ

JAC નેતાઓની માંગ છે કે, અલ્લુ અર્જુન મહિલાના પરિવારને 1 કરોડ રૂપિયાની સહાય કરે અને પરિવારને શક્ય તમામ મદદ કરે. પ્રદર્શનકારીઓએ અભિનેતાના ઘરની બહાર સૂત્રોચ્ચાર કર્યા અને તેમની માંગણીઓ પુરી કરવા દબાણ કરવાનો પ્રયાસ કર્યો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને જેએસી (JAC)ના નેતાઓને કસ્ટડીમાં લીધા હતા.

મહિલાના પરિવારને 1 કરોડ રૂપિયાની સહાયની માંગ

ઓસ્માનિયા યુનિવર્સિટી જોઈન્ટ એક્શન કમિટી (JAC)ના સભ્યોએ રવિવારે સાંજે ફિલ્મ અભિનેતા અલ્લુ અર્જુનના ઘરે વિરોધ કર્યો હતો. વિરોધકર્તાઓએ JAC પાસે માંગ કરી છે કે, અલ્લુ અર્જુન મહિલાના પરિવારને 1 કરોડ રૂપિયાની સહાય રકમ આપે અને પરિવારને શક્ય તમામ મદદ કરે.

Advertisement

ઘટના સમયે અભિનેતા ઘરે હાજર ન હતો

પ્રદર્શનકારીઓએ અભિનેતાના ઘરની બહાર સૂત્રોચ્ચાર કર્યા અને તેમની માંગણીઓ પુરી કરવા માટે દબાણ કરવાનો પ્રયાસ કર્યો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને જેએસીના નેતાઓને કસ્ટડીમાં લીધા હતા. આ કેસમાં 8 લોકોની અટકાયત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના સમયે અલ્લુ અર્જુન તેના ઘરે હાજર ન હતો. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સુરક્ષા વધારી દીધી છે અને દેખાવકારોને શાંત કરવાનો પ્રયાસ કર્યો છે.

Advertisement

આ પણ વાંચો : Ambani પરિવારનાં ઇવેન્ટમાં બોલિવૂડ સેલેબ્સનો જમાવડો, કિંગ ખાન, કેટરિના, માધુરી સહિતનાં સ્ટાર પહોંચ્યા, જુઓ Photos

પ્રદર્શનનો વીડિયો સામે આવ્યો

આ પ્રદર્શનનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં પ્રદર્શનકારીઓ અભિનેતાના ઘરની સામે પ્રદર્શન કરી રહ્યા છે. તેઓએ અહીં ભારે હોબાળો મચાવ્યો હતો અને આ દરમિયાન તેઓએ અલ્લુ અર્જુનના ઘરની બહારના ફૂલના કુંડા પણ તોડી નાખ્યા હતા.

અભિનેતાએ ચાહકોને કરી હતી આ અપીલ

તમને જણાવી દઈએ કે, આ પહેલા અભિનેતા અલ્લુ અર્જુને એક પોસ્ટ શેર કરી હતી જેમાં લોકોને કોઈપણ રીતે ગેરવર્તન ન કરવા વિનંતી કરવામાં આવી હતી. વધતા વિવાદ વચ્ચે, અલ્લુ અર્જુને દરેકને અપીલ કરી હતી કે, તેઓ ઓનલાઈન અને ઓફલાઈન કોઈપણ પ્રકારનુ અભદ્ર વર્તન અથવા ભાષાનો ઉપયોગ ન કરે. અલ્લુએ તેના ચાહકોને આદર અને સકારાત્મકતા જાળવવા માટે પણ વિનંતી કરી હતી.

શું લખ્યુ અલ્લુ અર્જુને પોસ્ટમાં ?

અલ્લુએ લખ્યું- હું મારા બધા ચાહકોને અપીલ કરું છું કે, તેઓ હંમેશાની જેમ જવાબદારીપૂર્વક પોતાની લાગણી વ્યક્ત કરે. ઑનલાઇન અથવા ઑફલાઇન કોઈપણ પ્રકારનુ અપમાનજનક વર્તન કે ભાષાનો ઉપયોગ ન કરે. નકલી ID અને નકલી પ્રોફાઇલ વડે પોતાને મારા ચાહકો તરીકે ખોટી રીતે રજૂ કરનારાઓમાંથી જો કોઈ અપમાનજનક પોસ્ટ કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હું ચાહકોને વિનંતી કરું છું કે, તે આવી પોસ્ટ સાથે જોડાય નહીં. આ સાથે અલ્લુએ કેપ્શનમાં લખ્યું - હું મારા તમામ ચાહકોને અપીલ કરું છું કે, તેઓ હંમેશાની જેમ જવાબદારીપૂર્વક તેમની લાગણીઓ વ્યક્ત કરે અને ઓનલાઈન અને ઓફલાઈન કોઈપણ પ્રકારનુ અપમાનજનક વર્તન કે અભદ્ર ભાષાનો ઉપયોગ ન કરે.

આ પણ વાંચો : નાના પાટેકરની ક્લાસ ફિલ્મ Vanvaas ને બોક્સ ઓફીસ પર મળ્યો વનવાસ, શરૂઆત રહી ખુબ જ ખરાબ

Tags :
Advertisement

.

×