Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pahalgam Terrorist Attack : શાહરૂખ, સલમાન અને આમિર ખાન ત્રણેયે આતંકવાદી હુમલા પર આપી પ્રતિક્રિયા...વાંચો વિગતવાર

Pahalgam Terrorist Attack પર રાજકીય દિગ્ગજો, મહાનુભાવો અને બોલિવૂડ સેલેબ્સની પ્રતિક્રિયા સામે આવી છે. આ પ્રતિક્રિયામાં બોલિવૂડના ટોપ 3 ખાન સ્ટાર શું કહે છે ? વાંચો વિગતવાર.
pahalgam terrorist attack   શાહરૂખ  સલમાન અને આમિર ખાન ત્રણેયે આતંકવાદી હુમલા પર આપી પ્રતિક્રિયા   વાંચો વિગતવાર
Advertisement
  • Pahalgam Terrorist Attack બોલિવૂડના 3 ખાને આપી પ્રતિક્રિયા
  • Shah Rukh Khan એ અસરગ્રસ્ત પરિવારો માટે પ્રાર્થના કરી
  • Salman Khan એ કહ્યું કે ધરતીનું સ્વર્ગ હવે નર્કમાં ફેરવાઈ રહ્યું છે
  • આમિર ખાને કહ્યું કે આતંકવાદી હુમલાથી ખૂબ આઘાત અને દુઃખ થયું છે

Pahalgam Terrorist Attack : કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને 24 કલાકથી ઉપર થઈ ચૂક્યા છે. જો કે સમગ્ર દેશ આ હુમલાની ભયાવહતામાંથી બહાર આવી શક્યો નથી. આ હુમલાને માત્ર ભારતીયો જ નહિ પરંતુ વિદેશમાં વસતા અનેક લોકોએ નીંદનીય ગણાવ્યો છે. બોલિવૂડ સેલેબ્સે પણ આ હુમલા પર તીખી પ્રતિક્રિયા આપી છે. આ હીચકારા હુમલા પર બોલિવૂડના ટોપ 3 ખાને પોતાની પ્રતિક્રિયા આપી છે. શાહરુખ ખાન (Shah Rukh Khan), સલમાન ખાન (Salman Khan) અને આમિર ખાને આ સમગ્ર હુમલાને અત્યંત કઠોર શબ્દોમાં વખોડી નાંખ્યો છે.

શાહરુખ ખાનની પ્રતિક્રિયા

આજે બુધવારે Shah Rukh Khan એ તેના X (અગાઉનું ટ્વિટર) હેન્ડલ પર પહેલગામ આતંકવાદી હુમલા પર શોક વ્યક્ત કર્યો છે. Shah Rukh Khan એ લખ્યું કે, પહલગામમાં થયેલા વિશ્વાસઘાત અને અમાનવીય હિંસાના કૃત્યથી હું ખૂબ જ દુઃખી છું. મારા ગુસ્સાને શબ્દોમાં વ્યક્ત કરવો મુશ્કેલ છે. આવા સમયે, આપણે ફક્ત ભગવાનનો આશરો લઈ શકીએ છીએ અને અસરગ્રસ્ત પરિવારો માટે પ્રાર્થના કરી શકીએ છીએ. તેમજ આપણી ઊંડી સંવેદના વ્યક્ત કરી શકીએ છીએ. ચાલો આપણે એક રાષ્ટ્ર તરીકે એક થઈએ અને આ મુશ્કેલ પરિસ્થિતિમાં મજબૂત રહીએ અને આ ઘૃણાસ્પદ કૃત્ય સામે ન્યાયની માંગ કરીએ.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ  Pahalgam terrorist attack :અબીર ગુલાલને લઈને વિવાદ, ફવાદ ખાનની ફિલ્મનો બહિષ્કાર વકર્યો

સલમાન ખાનની પ્રતિક્રિયા

શાહરૂખ ખાન બાદ Salman Khan એ પણ પહેલગામ આતંકવાદી હુમલા વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અવાજ ઉઠાવ્યો છે. Salman Khan એ પોતાના X હેન્ડલ પર આ હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું અને લખ્યું, 'કાશ્મીર, જેને ધરતી પર સ્વર્ગ કહેવામાં આવે છે, તે હવે નર્કમાં ફેરવાઈ રહ્યું છે. નિર્દોષ લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, મારી સંવેદના તેમના પરિવારો સાથે છે. એક પણ નિર્દોષને મારવો એ આખા બ્રહ્માંડને મારવા બરાબર છે.

આમિર ખાનની પ્રતિક્રિયા

બોલિવૂડના પરફેક્ટનિસ્ટ ગણાતા Aamir Khan વતી આમિર ખાન પ્રોડક્શન હાઉસે એક નિવેદન બહાર પાડીને પહેલગામ આતંકવાદી હુમલા પર શોક વ્યક્ત કર્યો છે. પ્રોડક્શન હાઉસે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર હુમલા વિશે એક પોસ્ટ શેર કરી અને લખ્યું કે, પહલગામમાં થયેલા તાજેતરના આતંકવાદી હુમલાથી અમને ખૂબ જ આઘાત અને દુઃખ થયું છે. આ હુમલામાં ઘણા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઘણા લોકો આ પીડા અને વેદનામાંથી પસાર થઈ રહ્યા છે. અમારી સંવેદના પીડિતો અને તેમના પરિવારો સાથે છે.

આ પણ વાંચોઃ Pahalgam Terrorist Attack : કવિનો ક્રોધ, આ હત્યારાનો મારવા જ પડશે-જાવેદ અખ્તર

Tags :
Advertisement

.

×