સંગીતકાર પલાશ મુચ્છલ એરપોર્ટ પર દેખાયા; શું હવે સ્મૃતિ મંધાના સાથે લગ્ન શક્ય ?
- લગ્ન રદ થયા બાદ પલાશ મુચ્છલ પ્રથમવાર મુંબઈ એરપોર્ટ પર દેખાયા (Palash Muchhal Airport)
- તેઓ માતા સાથે હતા, પરંતુ કેમેરા સામે શાંત રહ્યા અને વાતચીત ટાળી
- એરપોર્ટ પર પલાશના ચહેરા પર સ્પષ્ટ માયૂસી જોવા મળી
- મંધાનાના પિતાની તબિયતનું કારણ આપીને લગ્ન રદ કરાયા હતા
- બંને હજી પણ સોશિયલ મીડિયા પર કરે છે ફોલો
Palash Muchhal Airport : મુંબઈ એરપોર્ટ પર સોમવારે સંગીતકાર પલાશ મુચ્છલ જોવા મળ્યા હતા. ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાના સાથે તેમના લગ્ન અચાનક ટળી ગયા બાદ તેમની આ પ્રથમ સાર્વજનિક હાજરી માનવામાં આવે છે. આ દરમિયાન પલાશ તેમની માતા અને પરિવારના અન્ય સભ્યો સાથે દેખાયા હતા. તેમણે ભલે લો-પ્રોફાઇલ રહેવાનો પ્રયાસ કર્યો હોય, પરંતુ કેમેરા અને ફોટોગ્રાફરોથી તેઓ બચી શક્યા નહોતા.
મુંબઈ એરપોર્ટ પર માયુસ ચહેરો (Palash Muchhal Airport)
સોશિયલ મીડિયા પર લગ્ન ટળી જવા અંગે ચાલી રહેલી અટકળો અને ચર્ચાઓ વચ્ચે પલાશનું આ રીતે જાહેર થવું લોકોમાં નવો સવાલ ઊભો કરી રહ્યું છે. વીડિયોમાં પલાશ કાળા રંગના કપડાંમાં જોવા મળ્યા હતા અને તેમના હાથમાં એક પુસ્તક પણ દેખાયું હતું. તેમની માતા પણ સાથે હતાં અને એરપોર્ટ પર તે કોઈની સાથે વાતચીત કરતાં પણ નજરે પડ્યાં હતાં. પિંકવિલાએ આ વીડિયો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે.
કેમેરા સામે શાંત પણ વાતચીતથી દૂર (Palash Muchhal Airport)
કેમેરાની હાજરી હોવા છતાં, પલાશે તેમની આખી વોક દરમિયાન શાંત અને લો-પ્રોફાઇલ અંદાજ જાળવી રાખ્યો હતો. તેમણે ફોટોગ્રાફરોની હાજરીનો માત્ર હળવાશથી માથું હલાવીને સ્વીકાર કર્યો, પરંતુ કોઈ પણ પ્રકારની વાતચીતથી દૂર રહ્યા અને પોતાની આ હાજરીને શક્ય તેટલી ખાનગી રાખવાનો પ્રયાસ કર્યો. જોકે, તેમના ચહેરા પર માયૂસી સાફ જોવા મળી હતી. લગ્ન તૂટવાથી તેમને ચોક્કસ ફરક પડ્યો છે, અને તેમના ચહેરાની ચમક ગુમ થયેલી દેખાતી હતી.
View this post on Instagram
સોશિયલ મીડિયાની ચર્ચાઓ
ઉલ્લેખનીય છે કે, પલાશ મુચ્છલ અને ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાનાના લગ્ન મહારાષ્ટ્રના સાંગલીમાં યોજાવાના હતા. પરંતુ, લગ્નના દિવસે મંધાનાના પિતાની તબિયત ખરાબ હોવાનું કારણ આપીને લગ્ન રદ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ પલાશની અન્ય કોઈ મહિલા સાથેની કથિત ચેટ વાયરલ થઈ હતી, જેના કારણે સોશિયલ મીડિયા પર અનેક સમાચારો વહેતા થયા હતા.
ભવિષ્યમાં લગ્નની શક્યતા?
કેટલાક અહેવાલો મુજબ, આ ઘટનાઓ બાદ પલાશને હોસ્પિટલમાં દાખલ કરવાની ખબર પણ સામે આવી હતી. જોકે, પલાશ અને સ્મૃતિ બંને હજી પણ એકબીજાને સોશિયલ મીડિયા પર ફોલો કરી રહ્યા છે. આ કારણોસર, અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ભવિષ્યમાં તેમના લગ્ન થઈ શકે છે, પરંતુ હાલમાં આ લગ્ન અનિશ્ચિતકાળ માટે ટાળી દેવામાં આવ્યા છે અને તેની કોઈ નવી અપડેટ નથી.
આ પણ વાંચો : અભિનેત્રી સામંથાએ ડાયરેક્ટર રાજ સાથે કર્યા ગુપ્ત લગ્ન: 8 વર્ષે નવી શરૂઆત!


