Entertainment: TV સિરિયલની માતા પાર્વતીના ઘરે ગૂંજી કિલકારી, બતાવી દીકરીની ઝલક
- Entertainment:પાર્વતી તરીકે જાણતી સોનારીકા બની માતા
- લગ્નના એક વર્ષ પછી સોનારીકાએ આપ્યો દીકરીને જન્મ
- સોનારીકાએ સોશિયલ મીડિયામાં દીકરીની તસવીર શેર કરી
- ફેન્સે સોનારીકા અને વિકાસને પાઠવી શુભેચ્છાઓ
Entertainment સિરિયલ ‘દેવો કે દેવ મહાદેવ’માં માતા પાર્વતી બનેલી સોનારીકા ભદોરિયા માતા બની ગઈ છે. લગ્નના એક વર્ષ પછી સોનારીકાએ દીકરીને જન્મ આપ્યો છે. સોનારીકાએ સોશિયલ મીડિયામાં પોતાની દીકરીની એક તસવીર પોસ્ટ કરી છે. જેમાં માતા બનેલી સોનારીકાએ પોતાની પ્રિન્સેસ (Princess) ના પગની ઝલક બતાવી છે. સોનારીકાએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘5.12.2025. અમારી સૌથી પ્યારી અને સૌથી સારી બ્લેસિંગ, આ પહેલાથી જ અહીંયા છે. અને તે પહેલાથી જ અમારી દુનિયા છે.’ જો કે આ સોનારીકાએ પોતાની નાનકડી પરીનું નામ જાહેર નથી કર્યું. આ પોસ્ટ પછી સેલેબ્સ અને ફેન્સ કપલને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
Entertainment કોણ છે સોનારીકા ભદોરિયાનો પતિ?
સોનારીકાના પતિનું નામ વિકાસ પરાશર છે. સોનારીકા અને વિકાસ પરાશરે 7 વર્ષના લોંગ રિલેશન પછી ગત વર્ષે લગ્ન કર્યા હતા. દેવો કે દેવ મહાદેવ સિરિયલ છોડ્યા પછી સોનારીકાએ વિકાસ સાથે ઘર વસાવી લીધું હતું.
વિકાસ પરાશર રિયલ એસ્ટેટમાં સક્રિય બિઝનેસમેન છે. વિકાસ પરાશરને ગ્લેમર વર્લ્ડ (Glamour World) સાથે દૂર દૂર સુધી કોઈ લેવા-દેવા નથી.
‘પાર્વતી’થી જાણીતી સોનારીકા ભદોરિયા
આપને જણાવી દઈએ સુપ્રસિદ્ધ સિરિયલ ‘દેવો કે દેવ મહાદેવ’માં સોનારીકા ભદોરિયાએ માતા પાર્વતીનું પાત્ર ભજવ્યું હતું. માતા પાર્વતીનું પાત્ર ભજવીને તેણે ઘરોઘર લોકપ્રિયતા મેળવી હતી. સોનારીકાએ વર્ષ 2011 ‘તુમ દેના સાથ મેરા’ સિરિયલથી કરિયરની શરુઆત કરી હતી. આ સિવાય તે ‘ પૃથ્વી વલ્લભ-ઈતિહાસ ભી રહસ્ય ભી, દાસ્તાન-એ-મોહબ્બત સલીમ અનારકલી’ જેવા ટેલીવિઝન શોમાં પણ જોવા મળી હતી. છેલ્લે વર્ષ 2019માં ‘ઈશ્ક મે મરજાવા’માં દેખાઈ હતી. તો ટીવી સિરિયલ ઉપરાંત તે સાઉથ અને બોલિવૂડ ફિલ્મોમાં પણ રોલ પ્લે કરી ચૂકી છે. હાલ તે પોતાની પર્સનલ લાઈન (Personal Line) માં વ્યસ્ત છે.
આ પણ વાંચો- Kinjal Dave Engagement: ગુજરાતી સિંગર કિંજલ દવેએ છાનામાના કરી લીધી સગાઈ, જાણો કોણ છે ધ્રુવીન શાહ?