પવન કલ્યાણની રશિયન પત્નીએ કરાવ્યું મુંડન , તિરુમાલામાં વાળ કર્યા અર્પણ
- પવન કલ્યાણની રશિયન પત્નીએ કરાવ્યું મુંડન
- તિરુમાલામાં અન્ના લેઝનેવાએ વાળ કર્યા અર્પણ
- પુત્રની સલામતિ માટે ભગવાનનો આભાર માન્યો
Hyderabad: દક્ષિણના મશહૂર અભિનેતા અને આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણનો પુત્ર તાજેતરમાં સિંગાપોરની એક શાળામાં લાગેલ આગમાં ઘાયલ થયો હતો. જો કે થોડી સારવાર બાદ પવન કલ્યાણનો પુત્ર માર્ક સ્વસ્થ થયો હતો. આ ઘટના બાદ પવન કલ્યાણની પત્નીએ પોતાના માથાના વાળ તિરુમાલા ખાતે અર્પણ કરી દીધા છે. પવન કલ્યાણની પત્ની રશિયન છે અને તેનું નામ અન્ના લેઝનેવા છે.
જનસેના પાર્ટીના X હેન્ડલ પર તસવીરો પોસ્ટ કરાઈ
તિરુમાલામાં પવન કલ્યાણના રશિયન પત્ની અન્ના લેઝનેવા માથું મુંડાવતી હોય તેવી ઘણી તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. પવન કલ્યાણની જનસેના પાર્ટીના સત્તાવાર X (અગાઉ ટ્વિટર) હેન્ડલ પર પણ ફોટા શેર કરવામાં આવ્યા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે અન્નાએ મંદિરની મુલાકાત લીધા પછી પોતાના વાળનું દાન કર્યુ હતું.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్న శ్రీమతి అన్నా కొణిదల గారు.
శ్రీ వరాహ స్వామివారి దర్శనం చేసుకుని అనంతరం పద్మావతి కళ్యాణ కట్టలో భక్తులందరితోపాటు తలనీలాలు సమర్పించిన శ్రీమతి అన్నా కొణిదల గారు. pic.twitter.com/ELBA9IN1EC
— JanaSena Party (@JanaSenaParty) April 13, 2025
આ પણ વાંચોઃ Jaat ફિલ્મમાં સની દેઓલ બાદ સૌથી વધુ ચર્ચામાં છે ખલનાયિકા રેજીના....
પુત્રની સલામતિ માટે વાળનું અર્પણ
સિંગાપોરની શાળામાં આગ લાગવાથી પવન કલ્યાણનો પુત્ર માર્ક ઘાયલ થયો હતો. તેથી માર્કની માતા અન્ના લેઝનેવા જે રશિયન છે તેને
તિરુમાલામાં માથાનું મુંડન કરાવીને વાળ અર્પણ કર્યા છે. તેણીએ પોતાના 8 વર્ષના પુત્રની સલામતી માટે આ પગલું ભર્યુ છે. તાજેતરમાં પવન કલ્યાણ સિંગાપોરથી હૈદરાબાદ પરત ફરતી વખતે તેના પુત્રને હાથમાં તેડેલો જોવા મળ્યો હતો.
વાળના દાનની ખાસ પરંપરા
તિરુમાલાના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં માથું મુંડન કરાવીને વાળ દાન કરવાની ખાસ પરંપરા છે. ઘણા ભક્તો ભગવાનની માનતા પૂરી કરવા માટે વાળ અર્પણ કરે છે. ભગવાનના મળેલા આશીર્વાદ બદલ આભાર માનવાની આ તેમની રીત છે. કેટલાક લોકો પ્રાર્થના કરતા પહેલા પણ આવું કરે છે, જેથી તેઓ અંદર અને બહાર બંને રીતે સ્વચ્છતા અને પવિત્રતા અનુભવે છે.
આ પણ વાંચોઃ બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને ફરી મળી ધમકી


