Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પૂનમ પાંડેને મજાક પડયું ભારે, હવે તેની સામે થશે કાયદેસરની કાર્યવાહી

POONAM PANDEY FIR : ગઇ કાલે શુક્રવારના રોજ પૂનમ પાંડેના મૃત્યુના સમાચાર સામે આવ્યા હતા. જે સાંભળીને સૌ કોઇ ચોંકી ગયા હતા. તાજતેરમાં મળી રહેલી માહિતી અનુસાર, પૂનમ પાંડેના મોતના સમાચાર ખોટા છે. તેની મોતના સમાચાર સર્વાઇકલ કેન્સર જાગૃતિ અભિયાનનો...
પૂનમ પાંડેને મજાક પડયું ભારે  હવે તેની સામે થશે કાયદેસરની કાર્યવાહી
Advertisement

POONAM PANDEY FIR : ગઇ કાલે શુક્રવારના રોજ પૂનમ પાંડેના મૃત્યુના સમાચાર સામે આવ્યા હતા. જે સાંભળીને સૌ કોઇ ચોંકી ગયા હતા. તાજતેરમાં મળી રહેલી માહિતી અનુસાર, પૂનમ પાંડેના મોતના સમાચાર ખોટા છે. તેની મોતના સમાચાર સર્વાઇકલ કેન્સર જાગૃતિ અભિયાનનો એક ભાગ હતો. અભિનેત્રી પૂનમ પાંડેએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું છે કે તે જીવિત છે. પૂનમ પાંડેએ ખુદ ઈન્સ્ટાગ્રામ પર એક લાઈવ વીડિયોમાં જણાવ્યું છે કે તેના મૃત્યુના સમાચાર ખોટા છે. તેણે કહ્યું છે કે તેનું મૃત્યુ સર્વાઇકલ કેન્સરને કારણે થયું નથી. પૂનમ પાંડે કહે છે કે તેણે સર્વાઇકલ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા માટે આવું કર્યું હતું.

પૂનમ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ 

Advertisement

પૂનમ પાંડેનું સત્ય બહાર આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો હતો. ત્યાર બાદ હવે વધુ એક માહિતી સામે આવી છે જેમાં AICWA પ્રમુખ સુરેશ ગુપ્તાએ મુંબઈના વિક્રોલી પાર્ક સાઈટ પોલીસ સ્ટેશનમાં પૂનમ પાંડેના નકલી ડેથ સ્ટંટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Advertisement

એકતા કપૂર પણ થઈ નારાજ 

પૂનમના આ સ્ટંટ બાદ તેના ઘણા ખરા મિત્રો નારાજ થયા હતા. તેમઅલી ગોની પણ પૂનમ પાંડે  પર ગુસ્સે થયો અને તેણે તેનો અને તેની ટીમનો બહિષ્કાર કરવાની વાત કરી. આ સાથે પૂનમના મિત્રો રાખી સાવંત, શાર્દુલ પંડિત, સાયેશા શિંદેએ પણ વીડિયો શેર કરીને તેને ઠપકો આપ્યો છે. રાખી સાવંત કહે છે કે આવો મજાક ફરી ક્યારેય ના કરો.

POONAM PANDEY

POONAM PANDEY

વધુમાં એકતા કપૂરે તેની સામે એફઆઈઆર નોંધવાની પણ માંગ કરી હતી. ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટીવી ડાયરેક્ટર્સ એસોસિયેશનના પ્રમુખ અશોક પંડિતે આ બાબતે ગુસ્સો વ્યક્ત કર્યો હતો. પૂનમ પાંડે અને તેની ટીમ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.

આ પણ વાંચો -- Hollywood ના 2 દિગ્ગજ અભિનેતા કાર્લ વેદર્સ અને ડોન મુરેનું નિધન

Tags :
Advertisement

.

×