Prashant Rai કોણ છે? Ahmedabad Plane Crash પર મ્યૂઝિક વીડિયો બનાવતા વિવાદ
- Prashant Rai ફરી એક વખત આવ્યો વિવાદમાં
- અમદાવાદ પ્લેન ક્રેશ પર બનાવ્યો મ્યૂઝિક વીડિયો
- વિવાદાસ્પદ વીડિયોના નિર્માણ માટે ભારે ટીકા
Prashant Rai : બે મહિના પહેલા અમદાવાદમાં એર ઇન્ડિયા ફ્લાઇટ 171 સાથે થયેલી દુ:ખદ દુર્ઘટના હજુ પણ લોકોના મનમાં તાજી છે. આ દુર્ઘટના વચ્ચે, સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેણે લોકોના ઘા ફરી ખોલી દીધા છે. આ અમદાવાદ વિમાન દુર્ઘટના પર બનેલો મ્યુઝિક વીડિયો છે. તેના નિર્માતા અને અભિનેતા પ્રશાંત રાય (Prshant Rai ) હવે આ વિવાદાસ્પદ વીડિયોના નિર્માણ માટે ભારે ટીકાનો સામનો કરી રહ્યા છે.
View this post on Instagram
'પ્યાર દા રંગ' ગીતમાં AIનો ઉપયોગ
આ મ્યુઝિક વીડિયોનું નામ 'પ્યાર દા રંગ' છે, જે એક દુઃખદ ગીત છે. પ્રશાંત રાયે (Prshant Rai ) તેમના પ્રોડક્શન હાઉસ 'ન્યૂ યોર્ક પિક્ચર'ના બેનર હેઠળના આ ગીતના વીડિયોમાં વિમાન દુર્ઘટનાની ઝલક દર્શાવવા માટે 'આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ' (AI)નો ઉપયોગ કર્યો છે. પ્રશાંત રાય, અભિનેતા અને નિર્માતા હોવા ઉપરાંત, વોલ સ્ટ્રીટ AI ડેટા સાયન્સ એન્જિનિયર પણ છે જે યુએસમાં રહે છે.
View this post on Instagram
નિર્માતાનો ભારે વિરોધ
આ વીડિયો રિલીઝ થયા પછી, પ્રશાંત રાયને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલનો સામનો કરવો પડી રહ્યો છે. આ પહેલીવાર નથી જ્યારે પ્રશાંતે કોઈ દુ:ખદ ઘટના પર વિવાદાસ્પદ સામગ્રી બનાવી હોય. અગાઉ પણ તેમણે પહેલગામ હુમલા પર 'ઓપરેશન સિંદૂર' જેવો વીડિયો બનાવ્યો છે.
23 ઓગસ્ટે રિલીઝ થશે ગીત
ગીતનું ટીઝર હાલમાં રિલીઝ થઈ ગયું છે અને તેનું આખું ગીત 23 ઓગસ્ટના રોજ રિલીઝ થશે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે ગીતના સંપૂર્ણ રિલીઝ પછી લોકો તેના પર કેવી પ્રતિક્રિયા આપે છે.
આ પણ વાંચો : Bigg Boss 19 : ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો સલમાનનો શૉ, જાણો આ વખતે શું છે ખાસ?


