Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બોલિવૂડના વિલન પ્રેમ ચોપરાને હોસ્પિટલમાંથી રજા: 90 વર્ષની ઉંમરે શ્વાસની હતી તકલીફ

બોલિવૂડના જાણીતા અભિનેતા પ્રેમ ચોપરાને ૧૫ નવેમ્બરના રોજ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાંથી રજા મળી છે. ૯૦ વર્ષીય અભિનેતાને ૮ નવેમ્બરે શ્વાસ લેવામાં તકલીફ, હૃદયની સમસ્યા અને ફેફસામાં વાયરલ ઇન્ફેક્શનના કારણે દાખલ કરવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ પુષ્ટિ કરી છે કે તેમની હાલત ક્યારેય ગંભીર નહોતી અને સારવાર બાદ તેઓ સંપૂર્ણપણે સ્થિર છે. હવે તેઓ ઘરે આરામ કરી રહ્યા છે.
બોલિવૂડના વિલન પ્રેમ ચોપરાને હોસ્પિટલમાંથી રજા  90 વર્ષની ઉંમરે શ્વાસની હતી તકલીફ
Advertisement
  • બોલિવૂડના દિગ્ગજ વિલન પ્રેમ ચોપરાને મળી હોસ્પિટલમાંથી રજા (Prem Chopra Hospital Discharge)
  • 90 વર્ષીય અભિનેતા પ્રેમ ચોપરાને ૧૫ નવેમ્બરે કરાયા ડિસ્ચાર્જ
  • મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં હતા સારવાર હેઠળ
  • તેમને શ્વાસ લેવામાં તકલીફ અને વાયરલ ઇન્ફેક્શનની હતી ફરિયાદ
  • ડૉક્ટરોએ કહ્યું કે તેમની હાલત હવે છે સ્થિર અને નિયંત્રણમાં

Prem Chopra Hospital Discharge : બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને પ્રખ્યાત વિલન પ્રેમ ચોપરાને (Prem Chopra) મુંબઈની લીલાવતી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળી ગયો છે. 90 વર્ષીય અભિનેતાને શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં જકડનની ફરિયાદ બાદ 8 નવેમ્બરના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અભિનેતાને 15 નવેમ્બરના રોજ હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે, જેનાથી તેમના ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે.

દિગ્ગજ અભિનેતાને મળી હોસ્પિટલમાંથી રજા – Prem Chopra Discharge

પ્રાપ્ત મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હોસ્પિટલના ડોક્ટરોએ પુષ્ટિ કરી છે કે પ્રેમ ચોપરાને હૃદય સંબંધિત સમસ્યા પહેલેથી જ હતી અને તેમને ફેફસામાં વાયરલ ઇન્ફેક્શન પણ લાગી ગયું હતું. આ કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં જકડન થઈ હતી, જેના કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Advertisement

હવે કેવી છે તબિયત? શું હતી બીમારી? – Prem Chopra Health Update

ડોક્ટરોએ સ્પષ્ટ કર્યું કે તેમની હાલત ક્યારેય ગંભીર નહોતી. જોકે, તેમની ઉંમર વધુ હોવાથી તેમને ડૉક્ટરોની સઘન દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. અભિનેતાના પરિવારે જણાવ્યું કે સારવારની તેમના પર સારી અસર થઈ છે અને તેમની તબિયત સ્થિર બની ગઈ છે, ત્યારબાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપીને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. ચાહકો હવે તેમના સંપૂર્ણ સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

380થી વધુ ફિલ્મોમાં કારકિર્દી – Bollywood Famous Villain

પ્રેમ ચોપરાની કારકિર્દીની વાત કરીએ તો, તેમણે પોતાના શાનદાર અભિનયથી બોલિવૂડને એકથી એક ચડિયાતી ફિલ્મો આપી છે. પ્રેમ ચોપરાએ 380થી પણ વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને આજે પણ તેઓ બોલિવૂડના સૌથી જાણીતા વિલન તરીકે ઓળખાય છે. તેમની ફિલ્મો હંમેશા દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી છે.

ધર્મેન્દ્ર પણ થયા હતા હોસ્પિટલમાં દાખલ – Dharmendra Health News

નોંધનીય છે કે, પ્રેમ ચોપરાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તે પહેલાં જ દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર પણ હોસ્પિટલમાં એડમિટ થયા હોવાના સમાચાર આવ્યા હતા. તે સમયે તેમના પરિવારે બંને કલાકારોના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપીને ચાહકોને રાહત આપી હતી. હાલમાં બંને સ્ટાર્સ ઘરે પરત ફર્યા છે અને તેમની તબિયત પહેલાં કરતાં સારી છે. ધર્મેન્દ્રની સારવાર હાલમાં તેમના ઘરે જ ચાલી રહી છે.

આ પણ વાંચો : SS Rajamouli Trolling : Varanasi ફિલ્મના નિર્માતાનું બેજવાબદાર નિવેદન

Tags :
Advertisement

.

×