Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pushpa 2 Collection: બોક્સ ઓફિસ પર 'પુષ્પા' નું 'રાજ'! આંકડો જાણી દંગ રહી જશો!

500 કરોડનાં બજેટમાં બનેલી પુષ્પા 2 એ એડવાન્સ બુકિંગની દ્રષ્ટિએ પણ નવા રેકોર્ડ સર્જયા હતા.
pushpa 2 collection  બોક્સ ઓફિસ પર  પુષ્પા  નું  રાજ   આંકડો જાણી દંગ રહી જશો
Advertisement

સાઉથ સુપર સ્ટાર અલ્લુ અર્જુન અને અભિનેત્રી રશ્મિકા મંદાનાની (Rashmika Mandanna) ફિલ્મ 'Pushpa 2' હાલ પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. 5 ડિસેમ્બર 2024 એ રિલીઝ થયેલી આ ફિલ્મે કમાણીનાં તમામ રેકોર્ડ તોડી નવો ઇતિહાસ રચ્યો છે. આ ફિલ્મે પહેલા અઠવાડિયામાં ₹725.8 કરોડની કમાણી કરી હતી. બીજા અઠવાડિયામાં કલેક્શન રૂ.264.8 કરોડ પર પહોંચી ગયું હતું. જો કે, કમાણીનો સિલસિલો હાલ પણ યથાવત છે. ફિલ્મની કમાણીનાં તાજેતરનાં આંકડા સામે આવ્યા છે, જે ચોંકાવનારા છે.

આ પણ વાંચો - ફિલ્મ નિર્માતા પ્રિતેશ નંદીનું નિધન, અભિનેતા અનુપમ ખેર શોર વ્યક્ત કર્યો

Advertisement

એડવાન્સ બુકિંગમાં પણ નવા રેકોર્ડ સર્જાયા હતા

5 ડિસેમ્બર 2024 ના રોજ રિલીઝ થયેલ 'Pushpa 2: The Rule' માં પુષ્પરાજનાં કેરેક્ટરમાં અલ્લુ અર્જુનને (Allu Arjun) જોઈને ચાહકો ઘેલા થઈ ગયા હતા. ફિલ્મને લઈને ગમે એટલો વિવાદ થયો હોય, પણ તેના કલેક્શન પર તેની કોઈ અસર જોવા મળી નથી. આંકડાઓ પર નજર કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર, આ ફિલ્મે મંગળવાર સુધીમાં વિશ્વભરમાં લગભગ 1831 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 500 કરોડનાં બજેટમાં બનેલી પુષ્પા 2 એ એડવાન્સ બુકિંગની દ્રષ્ટિએ પણ નવા રેકોર્ડ સર્જયા હતા. ફિલ્મે રિલીઝ પહેલા જ વિશ્વભરમાં 100 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી.

Advertisement

આ પણ વાંચો - Animal ના કારણે તૃપ્તિ ડિમરીને Aashiqui 3 માંથી હાંકી કાઢવામાં આવી

34 મા દિવસે Pushpa 2 નું કલેક્શન કેટલું રહ્યું ?

આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 4 અઠવાડિયા પૂર્ણ કરી લીધા છે. પરંતુ, તેનો રંગ હજું પણ ફિક્કોપડ્યો નથી. મીડિયા રિપોર્ટ અનુસાર, આ ફિલ્મે પહેલા અઠવાડિયામાં ₹725.8 કરોડની કમાણી કરી હતી. બીજા અઠવાડિયામાં કલેક્શન ₹264.8 કરોડ પર પહોંચી ગયું હતું. 3 અઠવાડિયામાં, ફિલ્મે બોક્સ ઓફિસ પર ₹129.5 કરોડની કમાણી કરી. 4 અઠવાડિયામાં, તેની કુલ કમાણી રૂ. 69.95 કરોડ હતી. આ ફિલ્મ હજું પણ કરોડોમાં કમાણી કરી રહી છે. 35 માં દિવસના કલેક્શનની વાત કરીએ તો, ફિલ્મ 1.38 કરોડ રૂપિયા કલેક્શન કરી શકે છે. સેકનિલ્કનાં અહેવાલ મુજબ, આ શરૂઆતનાં વલણો છે, જેમાં વધારો થવાની શક્યતાઓ છે. આ મુજબ, ફિલ્મનું નેટ કલેક્શન 1212.23 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. પુષ્પા 2 એ બોક્સ ઓફિસ (Pushpa 2 Collection) પર વરુણ ધવનની 'બેબી જોન' અને નાના પાટેકરની 'વનવાસ'ને જોરદાર ટક્કર આપી છે. હવે, આગામી 10 મી તારીખે આ ફિલ્મ રામ ચરણની 'ગેમ ચેન્જર' સાથે સ્પર્ધા કરશે.

આ પણ વાંચો - ધનશ્રી સાથે અફેરની અફવા વચ્ચે રૂમર્ડ બોયફ્રેન્ડે કરી મોટી જાહેરાત, વાયરલ ફોટા અંગે કરી સ્પષ્ટતા

Tags :
Advertisement

.

×