Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુપરસ્ટાર રજનીકાંતે સંન્યાસ લીધો? રસ્તા પર પત્તલમાં જમતા થલાઈવાના ફોટા વાયરલ

સુપરસ્ટાર રજનીકાંત ઋષિકેશમાં આધ્યાત્મિક યાત્રા પર: રસ્તા પર સાદું ભોજન લેતી તસવીર વાયરલ.
સુપરસ્ટાર રજનીકાંતે સંન્યાસ લીધો  રસ્તા પર પત્તલમાં જમતા થલાઈવાના ફોટા વાયરલ
Advertisement
  • સાઉથ સુપરસ્ટાર રજનીકાંતના ફોટા વાયરલ (Rajinikanth Spiritual Journey)
  • ઋષિકેશમાં આદ્યાત્મિક શાંતિની ખોજમાં નીકળ્યા થલાઈવા
  • વાયરલ ફોટા પરથી રજનીકાંત સંન્યાસ લઈ રહ્યા હોવાની ચર્ચા શરૂ

Rajinikanth Spiritual Journey : સાઉથના સુપરસ્ટાર રજનીકાંત હંમેશા ચર્ચામાં રહે છે, પરંતુ હાલમાં તેઓ તેમની અંગત જીવનશૈલીને કારણે હેડલાઇન્સમાં છે. તેમની એક તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ રસ્તાના કિનારે બેસીને પત્તલમાં સાદું ભોજન લેતા જોવા મળે છે. આ તસવીર જોઈને તેમના ચાહકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું તેમણે ફિલ્મોમાંથી સંન્યાસ લઈ લીધો છે. જોકે, હકીકત કંઈક અલગ જ છે.

ઋષિકેશમાં આધ્યાત્મિક શાંતિની શોધ (Rajinikanth Spiritual Journey)

રજનીકાંત હાલમાં ઉત્તરાખંડની શાંત અને આધ્યાત્મિક જગ્યાઓમાં સમય વિતાવી રહ્યા છે. શનિવારે તેઓ ઋષિકેશ પહોંચ્યા હતા. ઋષિકેશમાં તેમણે સ્વામી દયાનંદ આશ્રમની મુલાકાત લીધી અને ગંગા કિનારે ધ્યાન કર્યું. સાંજે તેઓ ગંગા આરતીમાં પણ જોડાયા, જ્યાં તેમની સાદગી જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ એક સામાન્ય વ્યક્તિની જેમ આ આરતીમાં સામેલ થયા હતા. તેમની આ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ સ્પષ્ટ કરે છે કે રજનીકાંતે ફિલ્મોમાંથી સંન્યાસ લીધો નથી, પરંતુ માત્ર કાર્યમાંથી વિરામ લીધો છે.

Advertisement

Advertisement

સાદગી ભરી તસવીરોએ જીત્યા દિલ (Rajinikanth Spiritual Journey)

રજનીકાંતની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એક તસવીરમાં તેઓ સડક કિનારે બેસીને પત્તલમાં ભોજન લઈ રહ્યા છે, જેને જોઈને ચાહકો તેમના સાદગીપૂર્ણ જીવનની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. અન્ય એક તસવીરમાં તેઓ સફેદ વસ્ત્રોમાં સ્થાનિક લોકો સાથે વાતચીત કરતા અને આશ્રમના પૂજારીને આદર આપતા જોવા મળી રહ્યા છે.રવિવારે, રજનીકાંતે દ્વારાહાટ તરફ પ્રયાણ કર્યું, જ્યાં તેઓ અન્ય આશ્રમોની મુલાકાત લેશે અને ત્યાંના લોકો સાથે સમય વિતાવશે. તેમની આ સમગ્ર યાત્રા અધ્યાત્મ, શાંતિ અને સાદગીથી ભરેલી છે, જે તેમના ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે.

ફિલ્મી પ્રોજેક્ટ્સ પર કામ ચાલુ છે

રજનીકાંતે હાલમાં ફિલ્મોના શૂટિંગમાંથી થોડો વિરામ લીધો છે, પરંતુ તેમના ફિલ્મી પ્રોજેક્ટ્સ અટક્યા નથી. તેઓ તાજેતરમાં જ ટી.જે. જ્ઞાનવેલની ફિલ્મ 'વેટ્ટાઇયાન' માં અમિતાભ બચ્ચન અને રાણા દગ્ગુબાતી જેવા સ્ટાર્સ સાથે જોવા મળ્યા હતા. આ ઉપરાંત, તેમણે લોકેશ કનાગરાજની ફિલ્મ 'કુલી' અને 'જેલર 2' નું શૂટિંગ પણ પૂર્ણ કરી લીધું છે.

આ પણ વાંચો : 'અમે રસ્તા પર આવી ગયા', સંજય કપુરની બહેને પરિવારનું દુ:ખ ઠાલવ્યું

Tags :
Advertisement

.

×