Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajinikanthની મચ અવેટેડ ફિલ્મ કુલીની રિલીઝ ડેટ જાહેર....જાણો શું છે Aamir Khan સાથે કનેકશન ?

Rajinikanthની મચ અવેટેડ એકશન ફિલ્મ કુલી આ વર્ષે 14 ઓગસ્ટના રોજ વર્લ્ડવાઈડ રિલીઝ થશે. ઉલ્લેખનીય છે કે Rajinikanth અને Sathyaraj 38 વર્ષ પછી આ ફિલ્મમાં સાથે જોવા મળશે.
rajinikanthની મચ અવેટેડ ફિલ્મ કુલીની રિલીઝ ડેટ જાહેર    જાણો શું છે aamir khan સાથે કનેકશન
Advertisement
  • કુલી આ વર્ષે 14 ઓગસ્ટના રોજ વર્લ્ડવાઈડ રિલીઝ થશે
  • Rajinikanth અને Sathyaraj 38 વર્ષ પછી આ ફિલ્મમાં સાથે જોવા મળશે
  • બોલીવૂડના પરફેક્ટનિસ્ટ આમિર ખાનનો પણ કેમિયો હશે

Coolie Release Date: થલાઈવા રજનીકાંત અને ડાયરેક્ટર લોકેશ કનાગરાજની મચ અવેટેડ એક્શન ફિલ્મ કુલીની રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ફિલ્મના પ્રોડક્શન હાઉસ સન પિક્ચર્સે આ માહિતી આપી છે. જે અનુસાર આ વર્ષે 14 ઓગસ્ટના રોજ વર્લ્ડવાઈડ રિલીઝ થશે.

ગોલ્ડ સ્મગલિંગનો સબ્જેક્ટ

કુલી એક એક્શન થ્રિલર ફિલ્મ છે. તેલુગુ સ્ટાર નાગાર્જુન, કન્નડ સ્ટાર ઉપેન્દ્ર, સૌબીન શાહીર અને સત્યરાજ જેવા મોટા કલાકારો તેમાં જોવા મળશે. Sun Pictures દ્વારા આ ફિલ્મનું નિર્માણ કરાયું છે. કુલીનું સંગીત અનિરુદ્ધ રવિચંદરે આપ્યું છે. કુલી રજનીકાંતની 171મી ફિલ્મ છે. જેમાં સ્ક્રીનપ્લે ગોલ્ડ સ્મગલિંગની આસપાસ ગુંથાયેલ છે.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ Manoj Kumarનો પાર્થિવ દેહ પંચ મહાભૂતમાં વિલીન, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય

Rajinikanth અને Sathyaraj પડદા પર સાથે જોવા મળશે

સત્યરાજ અને Rajinikanth છેલ્લે સુપરહિટ તમિલ ફિલ્મ 'મિસ્ટર ભારત' માં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મ 1986માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં સત્યરાજે રજનીકાંતના પિતાની ભૂમિકા ભજવી હતી. રસપ્રદ વાત એ છે કે સત્યરાજે Rajinikanthની છેલ્લી કેટલીક ફિલ્મો જેમ કે 'એન્થિરન' અને 'શિવાજી' ને નકારી કાઢી હતી. આમ, Rajinikanth અને સત્યરાજ 38 વર્ષ પછી આ ફિલ્મમાં સાથે જોવા મળશે. આ ફિલ્મમાં બોલીવૂડના પરફેક્ટનિસ્ટ Aamir Khanનો પણ કેમિયો હોવાનું બઝિંગ છે. આ બંને બાબતોને લીધે ફેન્સનું એક્સાઈટમેન્ટ આ ફિલ્મ માટે સાતમા આસમાને પહોંચી ગયું છે.

આ પણ વાંચોઃ TV ની અભિનેત્રી અશિતા ધવનનું ચોકવનારું નિવેદન,કહ્યું -કાર ખરીદવાના...!

Tags :
Advertisement

.

×