ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ram Charan : મેડમ તુસાડ મ્યુઝિયમમાં મગધીરા સ્ટારના વેક્સ સ્ટેચ્યૂનું અનાવરણ, વીડિયો થયો વાયરલ

સાઉથના સુપર સ્ટાર ચિરંજીવીના પુત્ર અને યુવા દિલોની ધડકન બની ગયેલા રામ ચરણ (Ram Charan) ના વેક્સ સ્ટેચ્યૂનું મેડમ તુસાડના મ્યુઝિયમમાં અનાવરણ કરવામાં આવ્યું છે. આ ઘટનાથી ફેન્સ ખૂબ ખુશ થયા છે અને અનાવરણનો વીડિયો પણ ખૂબ Viral થયો છે.
08:56 AM May 11, 2025 IST | Hardik Prajapati
સાઉથના સુપર સ્ટાર ચિરંજીવીના પુત્ર અને યુવા દિલોની ધડકન બની ગયેલા રામ ચરણ (Ram Charan) ના વેક્સ સ્ટેચ્યૂનું મેડમ તુસાડના મ્યુઝિયમમાં અનાવરણ કરવામાં આવ્યું છે. આ ઘટનાથી ફેન્સ ખૂબ ખુશ થયા છે અને અનાવરણનો વીડિયો પણ ખૂબ Viral થયો છે.
Ram Charan wax statue Gujarat First

Ram Charan : આજે રામ ચરણ (Ram Charan) કોઈ પરિચયનો મોહતાજ નથી. રામ ચરણ સાઉથના સુપર સ્ટાર ચિરંજીવી (Chiranjeevi) નો પુત્ર છે. રામ ચરણનું ફેન ફોલોઈંગ તેના પિતા જેવું જ છે. તેની લોકપ્રિયતાની સાબિતી એ છે કે તેનું વેક્સ સ્ટેચ્યૂ મેડમ તુસાડ મ્યુઝિયમ (Madame Tussauds Museum) માં મુકવામાં આવ્યું છે. આ વેક્સ સ્ટેચ્યૂનું અનાવરણ ખુદ રામ ચરણે જ કર્યુ છે. આ ઘટનાથી ફેન્સ ખૂબ ખુશ થઈ ગયા છે. રામ ચરણે પોતાના વેક્સ સ્ટેચ્યૂના કરેલા અનાવરણનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

શું છે પેટ ડોગ સાથે કનેક્શન ?

રામ ચરણે લંડનના મેડમ તુસાડ મ્યુઝિયમ (Madame Tussauds Museum) માં તેના વેક્સ સ્ટેચ્યૂનું અનાવરણ કર્યુ. આ દરમિયાન, તેનો સૌથી વ્હાલો પેટ ડોગ રાયમ (pet dog Rayam) પણ તેની સાથે જોવા મળ્યો હતો. તેનું ખાસ કારણ એ છે કે મેડમ તુસાડ મ્યુઝિયમમાં રામ ચરણ સાથે પેટ ડોગનું વેક્સ સ્ટેચ્યૂ પણ મુકવામાં આવ્યું છે. રામ ચરણે જ્યારે વેક્સ સ્ટેચ્યૂનું અનાવરણ કર્યુ અને પોઝ આપ્યા ત્યારે ઉપસ્થિત ચિરંજીવી (Chiranjeevi) , સુરેખા અને ઉપાસના કોનિડેલા વગેરે એ તાળીઓના ગડગડાટથી આ ઘટનાને વધાવી લીધી હતી. સોશિયલ મીડિયા પર Ram Charan અને તેના પેટ ડોગના વેક્સ સ્ટેચ્યૂના અનાવરણનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ  India-Pakistan War : તમારું લોહી કેમ ઉકળી રહ્યું નથી ? ફલક નાઝની દેશ ભક્તિ કે પબ્લિસિટી સ્ટંટ ?

વર્ક ફ્રન્ટ

Ram Charan ના વર્કફ્રન્ટની વાત કરીએ તો આ મગધીરા સ્ટાર આગામી ફિલ્મ 'પેડ્ડી' (Peddi) માં જોવા મળશે. બુચી બાબુ સના તેનું નિર્દેશન કરી રહ્યા છે. આ તેલુગુ સ્પોર્ટ્સ ડ્રામામાં અભિનેતા પોતાની ક્રિકેટ અને કુસ્તીની પ્રતિભા દર્શાવશે. તેમાં જાહ્નવી કપૂર (Janhvi Kapoor) પણ જોવા મળશે. આ ફિલ્મ 26 માર્ચ 2027ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ઉપરાંત રામ ચરણ દિગ્દર્શક નિખિલ નાગેશ ભટની ફિલ્મમાં પણ જોવા મળશે જેનું ટાયટલ હજૂ સુધી ફાઈનલ કરવામાં આવ્યું નથી. આ ફિલ્મ માયથોલોજિકલ સબ્જેક્ટ પર આધારિત હશે અને તેમાં વિજય દેવરાકોંડાની પણ દમદાર ભૂમિકા જોવા મળશે.

આ પણ વાંચોઃ  India-Pakistan War : શું IPL બાદ Miss World 2025 પણ થઈ શકે છે પોસ્ટપોન ?

Tags :
Chiranjeevi sonfamily at unveilingGujarat FirstGUJARAT FIRST NEWSjanhvi kapoorMadame TussaudsMagadheera starpet dog Rayamram charanupcoming movie Peddiviral videowax statue
Next Article