Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ramayan Facts: શૂટિંગ પહેલાં રાવણનું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદી ભગવાન રામની માફી કેમ માંગતા?

શું તમે રામાયણ સિરિયલના રોચક કિસ્સા (Ramayan Fact)જાણો છો? અરવિંદ ત્રિવેદી અરુણ ગોવિલની માંગતા હતા માફી રાવણનું પાત્ર જે દિવસે ભજવે ત્યારે તેઓ ઉપવાસ રાખતા Ramayan Fact: આજે પણ જ્યારે ધાર્મિક ટેલિવિઝન સિરિયલોની વાત થાય છે, ત્યારે રામાનંદ સાગરની...
ramayan facts  શૂટિંગ પહેલાં રાવણનું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદી ભગવાન રામની માફી કેમ માંગતા
Advertisement
  • શું તમે રામાયણ સિરિયલના રોચક કિસ્સા (Ramayan Fact)જાણો છો?
  • અરવિંદ ત્રિવેદી અરુણ ગોવિલની માંગતા હતા માફી
  • રાવણનું પાત્ર જે દિવસે ભજવે ત્યારે તેઓ ઉપવાસ રાખતા

Ramayan Fact: આજે પણ જ્યારે ધાર્મિક ટેલિવિઝન સિરિયલોની વાત થાય છે, ત્યારે રામાનંદ સાગરની 'રામાયણ'નું નામ સૌથી પહેલાં આવે છે. આ શોના કલાકારોને લોકો વાસ્તવિક જીવનમાં ભગવાન માનવા લાગ્યા હતા. આ જ કારણ છે કે આ સિરિયલ સાથે જોડાયેલી ઘણી રસપ્રદ વાતો આજે પણ ચર્ચામાં રહે છે. આમાંના એક પાત્ર, રાવણ, ભજવનાર દિવંગત અભિનેતા અરવિંદ ત્રિવેદી સાથે જોડાયેલો એક કિસ્સો ખૂબ જ અનોખો (Ramayan Fact)છે.

Ramayan Fact: અરવિંદ ત્રિવેદી પ્રખર રામભક્ત હતા

બહુ ઓછા લોકો જાણે છે કે અરવિંદ ત્રિવેદી વાસ્તવિક જીવનમાં ભગવાન રામના પરમ ભક્ત હતા. રાવણ જેવું નકારાત્મક પાત્ર ભજવવું તેમના માટે સરળ ન હતું. રિપોર્ટ્સ અનુસાર, તેઓ રાવણનું પાત્ર ભજવતા પહેલાં દરરોજ ભગવાન રામની આરતી કરતા અને તેમની માફી માંગતા હતા. આ માફી તેઓ એવા અપમાનજનક શબ્દો માટે માંગતા હતા, જે તેમને શૂટિંગ દરમિયાન રામનું પાત્ર ભજવતા અભિનેતા અરુણ ગોવિલને કહેવા પડતા હતા.

Advertisement

Ramayan Facts

Ramayan Facts

Advertisement

 અરવિંદ ત્રિવેદી શૂટિંગમાં ઉપવાસ રાખતા

રામ પ્રત્યેના અરવિંદ ત્રિવેદીના સમર્પણનો બીજો પુરાવો એ છે કે તેઓ રાવણના પાત્રની શૂટિંગના દિવસોમાં આખો દિવસ ઉપવાસ કરતા હતા. તેઓ માત્ર ઉપવાસ જ નહોતા કરતા, પરંતુ શૂટિંગ દરમિયાન ધાર્મિક નિયમોનું પણ પાલન કરતા હતા. દિવસભર ઉપવાસ કર્યા બાદ તેઓ ઘરે જઈને જ ઉપવાસ છોડતા હતા.

અરવિંદ ત્રિવેદીને લોકો ખૂબ પસંદ કરતા હતા

ભલે 'રામાયણ'માં અરવિંદ ત્રિવેદીએ રાવણનું પાત્ર ભજવ્યું હોય, પરંતુ તેમના શાનદાર અભિનય અને વ્યક્તિત્વને કારણે લોકો તેમને ખૂબ પસંદ કરતા હતા. લૉકડાઉન દરમિયાન જ્યારે આ સિરિયલનું ફરી પ્રસારણ થયું, ત્યારે પણ દર્શકોએ તેમને ભરપૂર પ્રેમ આપ્યો હતો. તેમનું આ સમર્પણ આજે પણ લોકો માટે પ્રેરણાદાયક છે.

આ પણ વાંચો: Hrithik Roshanથી ઉંમરમાં કેટલી નાની છે ગર્લફ્રેન્ડ સબા આઝાદ? 3 વર્ષથી ચર્ચામાં છે કપલની લવસ્ટોરી

Advertisement

.

×