Rockstar પછી Ranbir Kapoor ની આ ફિલ્મ પણ થશે ફરીથી રિલીઝ
- 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે
- ઈલાહી અને બલમ પિચકારી જેવા ગીતો ખુબ હિટ રહ્યા
- ફિલ્મે દુનિયાભરમાં 295 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું
Ranbir Kapoor Film : વર્ષ 2013 માં Yeh Jawaani Hai Deewani નામની ફિલ્મ રિલીઝ થઈ હતી. જેનું નિર્દેશન અયાન મુખર્જીએ કર્યું હતું. જેમાં Ranbir Kapoor અને Deepika Padukone લીડ રોલમાં જોવા મળ્યા હતા. Ranbir Kapoor એ કબીર થાપર ઉર્ફી અને Deepika Padukone એ નૈનાની ભૂમિકા ભજવી હતી. ત્યારે નૈના અને બન્નીની જોડી ફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર વાપસી કરવા જઈ રહી છે. નિર્માતાઓએ આ ફિલ્મને ફરીથી રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.
2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે
Ranbir Kapoor અને Deepika Padukone ની સાથે કલ્કી કોચલીન અને આદિત્ય રોય કપૂર પણ આ ફિલ્મનો ભાગ હતા. તો છેલ્લા કેટલાક દિવસોથી આ ફિલ્મને લઈને ધર્મા પ્રોડક્શન્સ દ્વારા સોશિયલ મીડિયા પર સતત આવી પોસ્ટ કરવામાં આવી રહી હતી, જેના કારણે એવું લાગી રહ્યું હતું કે મેકર્સ આ ફિલ્મને લઈને કોઈ નિર્ણય લેવા જઈ રહ્યા છે. તેથી નિર્માતાઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ ફિલ્મને ફરીથી રિલીઝ કરવા જઈ રહ્યા છે.
આ પણ વાંચો: Manmohan Singh નું પાત્ર અભિવ્યક્તિની રીતે સૌથી મુશ્કેલ મારી કારકિર્દીમાં : Anupam Kher
View this post on Instagram
ઈલાહી અને બલમ પિચકારી જેવા ગીતો ખુબ હિટ રહ્યા
Yeh Jawaani Hai Deewani ને 3 જાન્યુઆરી, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. આ મનોરંજક ફિલ્મને નવા વર્ષે ફરી એકવાર માણી શકાશે. ધર્મા પ્રોડક્શને એક પોસ્ટ શેર કરી છે, જેમાં ફિલ્મના ચારેય સ્ટાર્સ જોવા મળે છે. પોસ્ટર પર લખ્યું છે, ગેંગ કમિંગ કમિંગ. આ Ranbir Kapoorના કરિયરની શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મની સાથે ચાહકોને તેના ગીતો પણ ખૂબ પસંદ આવ્યા છે. ફિલ્મનું બદતમીઝ દિલ, ઈલાહી અને બલમ પિચકારી જેવા ગીતો ખુબ હિટ રહ્યા હતા.
ફિલ્મે દુનિયાભરમાં 295 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું
આ ફિલ્મે બોક્સ ઑફિસ પર સારો બિઝનેસ કર્યો હતો. બોક્સ ઓફિસ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, આ ફિલ્મનું બજેટ 75 કરોડ રૂપિયા હતું અને ફિલ્મે દુનિયાભરમાં 295 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ પહેલા Ranbir Kapoor ની રોકસ્ટાર પણ ફરી રીલિઝ થઈ હતી. 17 મે, 2024 ના રોજ નિર્માતાઓ આ ફિલ્મને ફરીથી ચાહકો માટે લાવ્યા અને ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મમાં Ranbir Kapoor સાથે નરગીસ ફખરી અને અદિતિ રાવ હૈદરી જોવા મળી હતી.
આ પણ વાંચો: Indian cinema ના નિષ્ણાતો મનમોહન સિંહના યોગદાને કર્યું ઉજાગર


