ઋષભ શેટ્ટીની મજાક ભારે પડી! રણવીર સિંહે જાહેરમાં માફી માંગીને આપી સ્પષ્ટતા
- ‘કાંતારા’ વિવાદ પર રણવીર સિંહે જાહેરમાં માફી માંગી! (Ranveer Singh Kantara Apology)
- રણવીર સિંહે 'કાંતારા'ના ઋષભ શેટ્ટીની મજાક બદલ ઇન્સ્ટાગ્રામ પર માફી માંગી
- IFFI 56 માં મિમિક્રી કરવાથી લોકોની લાગણી દુભાતા વિવાદ થયો હતો
- રણવીરે કહ્યું: મારો હેતુ માત્ર ઋષભના 'અદ્ભુત અભિનય'ને બિરદાવવાનો હતો
- અભિનેતાએ દેશની સંસ્કૃતિ પ્રત્યે ઊંડું સન્માન વ્યક્ત કર્યું
Ranveer Singh Kantara Apology : ધુરંધર’ ફિલ્મના અભિનેતા રણવીર સિંહ હાલમાં ચર્ચામાં છે. તાજેતરમાં એક કાર્યક્રમમાં રણવીર સિંહે ‘કાંતારા: ચેપ્ટર 1’ ના અભિનેતા ઋષભ શેટ્ટીની મજાક ઉડાવી હતી, ત્યારબાદ તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો અને લોકોએ રણવીર સિંહની ભારે ટીકા કરી હતી. હવે રણવીર સિંહે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરીને લોકોની માફી માંગી છે અને ‘કાંતારા ચેપ્ટર 1’ માં ઋષભ શેટ્ટીની મજાક ઉડાવવા બદલ સ્પષ્ટતા પણ આપી છે. સોશિયલ મીડિયા પર રણવીર સિંહની આ પોસ્ટ વાયરલ થઈ રહી છે.
પોસ્ટમાં શું બોલ્યા રણવીર સિંહ? (Ranveer Singh Kantara Apology)
રણવીર સિંહે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ શેર કરી છે. ‘ધુરંધર’ અભિનેતાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘મારો હેતુ ફિલ્મમાં ઋષભ શેટ્ટીના અદ્ભુત અભિનયને પ્રકાશિત કરવાનો હતો. હું જાણું છું કે તે ખાસ દ્રશ્ય ભજવવા માટે કેટલી મહેનત કરવી પડી હશે અને તેમણે જેવો અભિનય કર્યો છે, તેના માટે હું તેમનો ખૂબ મોટો પ્રશંસક બની ગયો છું. મેં હંમેશા મારા દેશની દરેક સંસ્કૃતિ, પરંપરા અને આસ્થાનું ઊંડું સન્માન કર્યું છે. જો મેં કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડી હોય, તો હું દિલથી માફી માંગુ છું.’
Remember Ranbir Kapoor opening champagne saying "Jai Mata Di" and there was no guilt and no apology.
Here Ranveer Singh legit apologized despite his intention was clearly to appreciate the Rishab Shetty and nothing else. Such a beautiful human pic.twitter.com/hotKlf8F6Q
— feryy (@ffspari) December 2, 2025
શું હતો મામલો?
જણાવી દઈએ કે, તાજેતરમાં ગોવામાં યોજાયેલા 56માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (IFFI) માં રણવીર સિંહે ઋષભ શેટ્ટીના પાત્રની નકલ (મિમિક્રી) કરીને તેમની મજાક ઉડાવી હતી. રણવીરે આંખો બંધ કરીને, જીભ બહાર કાઢીને ઋષભ શેટ્ટીના ‘કાંતારા ચેપ્ટર 1’ ના પાત્ર વિશે વાત કરી હતી.
તેમની આ હરકત દર્શકોને બિલકુલ પસંદ ન આવી. એટલું જ નહીં, મહોત્સવમાં હાજર ઋષભ શેટ્ટીએ પણ રણવીર સિંહને આ રીતે મજાક ન કરવા માટે કહ્યું હતું. જોકે, આ દરમિયાન રણવીર સિંહે ઋષભ શેટ્ટીની પ્રશંસા કરતાં કહ્યું હતું કે તેમનો અભિનય શાનદાર હતો. પરંતુ રણવીરની રજૂઆતની રીત દર્શકોને બિલકુલ પસંદ ન આવી અને સોશિયલ મીડિયા પર યુઝર્સ તેમને જોરદાર રીતે ટ્રોલ કરવા લાગ્યા. જેના પછી રણવીરને જાહેરમાં માફી માંગવી પડી.
રણવીરની ‘ધુરંધર’ ક્યારે રિલીઝ થશે?
રણવીર સિંહ હાલમાં તેમની આગામી ફિલ્મ ‘ધુરંધર’ ના પ્રમોશનમાં ખૂબ વ્યસ્ત છે. આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી રણવીરની આ ફિલ્મ 5 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. કાસ્ટની વાત કરીએ તો, તેમાં રણવીર સિંહની સાથે સાથે અર્જુન રામપાલ, અક્ષય ખન્ના, સંજય દત્ત અને આર. માધવન મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળશે.
આ પણ વાંચો : શાહરૂખ ખાન અભિનયની સાથે અભ્યાસમાં પણ હતા 'બાદશાહ', કોલેજની માર્કશીટ વાયરલ


